ન્યૂ ફીચર:હવે ટેલિગ્રામ પર વ્હોટ્સએપ ચેટ હિસ્ટ્રી ટ્રાન્સફર કરી શકાશે, આ સ્ટેપ્સ ફોલો કરો

2 વર્ષ પહેલા
  • iOS અને એન્ડ્રોઈડ બંને પર સુવિધા મળશે, મીડિયા ફાઈલ્સ પણ ટ્રાન્સફર કરી શકાશે
  • એક એક કરી ચેટ ઈમ્પોર્ટ કરવાની રહેશે, ગ્રુપ ચેટ પર પણ સુવિધા મળશે

જો તમે વ્હોટ્સએપની નવી પોલિસી એક્સેપ્ટ ન કરી કોઈ બીજા પ્લેટફોર્મ પર શિફ્ટ થવાનો વિચાર કરી લીધો છે પરંતુ ચેટ હિસ્ટ્રી માટે દુવિધામાં છો હવે તેનું સમાધાન મળી ગયું છે. ટેલિગ્રામે યુઝર્સને આકર્ષિત કરવા માટે નવું ફીચર લોન્ચ કર્યું છે. તેનાથી વ્હોટ્સએપની ચેટ હિસ્ટ્રી ટેલિગ્રામ પર ટ્રાન્સફર કરી શકાય છે. યુઝર્સને મીડિયા ફાઈલ સાથે બેકઅપ ઈમ્પોર્ટ કરવાની સુવિધા મળશે.

ટેલિગ્રામ પર વ્હોટ્સએપ ચેટ ટ્રાન્સફર કરવાના સ્ટેપ્સ
એન્ડ્રોઈડ યુઝર્સ વ્હોટ્સએપ ઓપન કરો. ત્યારબાદ જે યુઝર્સની ચેટ એક્સપોર્ટ કરવા માગતા હો તેની ચેટમાં જાઓ. ત્યારબાદ ટોપ રાઈટ સાઈડમાં આપવામાં આવેલા 3 ડોટ પર ક્લિક કરો.
અહીં ચેટ એક્સપોર્ટના ઓપ્શન પર ક્લિક કરી નીચે આપવામાં આવેલા ટેલિગ્રામ આઈકોન પર સિલેક્ટ કરો. જો આઈકોન ન દેખાય તો વ્હોટ્સએપ અને ટેલિગ્રામ બંનેને અપડેટ કરો.

આ વાતનું ખાસ ધ્યાન રાખો
તમારે દરેક ચેટને એક એક કરી ટ્રાન્સફર કરવાની રહેશે અને આ ફીચર ગ્રુપ ચેટ પર પણ કામ કરશે, પરંતુ મેસેજ ટેલિગ્રામ પર એક્સપોર્ટ કર્યા હશે તે દિવસમાં જોવા મળશે. વ્હોટ્સએપની જેમ તારીખ પ્રમાણે અલગ અલગ નહિ જોવા મળે.

વ્હોટ્સએપની નવી પોલિસી બાદ ટેલિગ્રામ ચર્ચામાં
આ ફીચર તે સમયે લોન્ચ કરવામાં આવ્યું છે જ્યારે દુનિયાભરમાં ટેલિગ્રામ યુઝર્સની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલ ટેલિગ્રામના આશરે 50 કરોડથી વધારે યુઝર્સ છે. વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી સામે આવ્યા પછી ટેલિગ્રામ ચર્ચામાં છે. કંપનીએ યુઝર્સના ડેટાને ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરવા અને અગ્રી ન કરવા માટે અકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ વ્હોટ્સએપ યુઝર્સમાં વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને યુઝર્સ વ્હોટ્સએપને બોયકોટ કરી અન્ય પ્લેટફોર્મ પર સ્વિચ થવા લાગ્યા હતા. જોકે વ્હોટ્સએપને ઈનસિક્યોરિટી થતાં તેણે નવી પોલિસી પર અસ્થાઈ રોક લગાવી. પહેલાં વ્હોટ્સએપની નવી પોલિસી 8 ફેબ્રુઆરીથી લાગુ થવાની હતી, હવે તેને લંબાવી 15 મે કરવામાં આવી છે.