વોટ્સએપ સ્ટેટ્સને હવે ફેસબુક સહિત અન્ય એપ પર શેર કરી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચર એન્ડ્રોઇડ અને iosના નવા વર્ઝનમાં સપોર્ટ કરે છે
  • ઇન્સ્ટાગ્રામની જેમ વ્યક્તિગત ચેટમાં પણ વોટ્સએપ સ્ટોરીને શેર કરી શકાય છે

ગેજેટ ડેસ્કઃ ફેસબુકે વોટ્સએપ સ્ટેટસને ફેસબુક સ્ટોરી શેર કરી શકાય તેવું ફીચર એડ કર્યું છે. અત્યાર સુધી આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ ફીચર એન્ડ્રોઇડ અને iosના નવા વર્ઝનમાં સપોર્ટ કરે છે.
વોટ્સએપ અપડેટ કરવાથી આ ફીચરનો ઉપયોગ કરી શકાય છે. સ્ટેટ્સ અપડેટ કરવા માટે સ્ટેટ્સ ટેબમાં જઈને ફોટો અથવા વીડિયોને ફાઈલ મેનેજરમાંથી અથવા રેકોર્ડ કરીને સિલિકેટ કરો. આ સ્ટોરી વોટ્સએપ પર અપલોડ થતા ‘સેન્ડ સ્ટોરી ટૂ ફેસબુક’નું ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરવાથી તમારી વોટ્સએપ સ્ટોરી ઓટોમેટિક ફેસબુક સ્ટોરી તરીકે ઓપલોડ થઈ જશે.
વોટ્સએપ એ માહિતી આપી છે કે, ફેસબુક પર શેર કરેલી વોટ્સએપ સ્ટોરીની પર્સનલ માહિતી ફેસબુક અથવા અન્ય કોઈ પણ એપ્સ સાથે શેર કરવામાં નહીં આવે. 
વોટ્સએપનાં નવા ફીચરમાં વોટ્સએપની સ્ટોરીને ફેસબુક સાથે મોબાઈલમાં રહેલી અન્ય એપ્સ પર પણ શેર કરી શકાય છે. આ સિવાય ઇન્સ્ટાગ્રામની જેમ વ્યક્તિગત ચેટમાં પણ સ્ટોરીને શેર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...