ન્યૂ ફીચર:વ્હોટ્સએપે રી-ડિઝાઈન સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ રોલ આઉટ કર્યું, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરશો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર શેર કરવામાં આવેલી મીડિયા ફાઈલ જોવા માટે એક ડેડિકેટેડ ઓપ્શન મળશે
  • નવું સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ 5MBથી વધારે સ્ટોરેજ ધરાવતી ફાઈલ્સનું પણ લિસ્ટ તૈયાર કરશે

વ્હોટ્સએપ જન્ક મેસેજ રિમૂવ કરવા માટે રી ડિઝાઈન સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ રોલ આઉટ કરી રહી છે. આ ટૂલ આ વર્ષની શરૂઆતમાં જ એક્ટિવ જોવા મળ્યું હતું. નવું સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ વ્હોટ્સએપ યુઝર્સને ફોન પર સ્ટોરેજ કેપેસિટી ખાલી કરવા માટે સજેશન, રિવ્યૂ અને બલ્ક ડિલીટ કરવામાં મદદ કરે છે.

એપ પર વારંવાર શેર અને જોવામાં આવતી અનનેસેસરી ફાઈલ ડિલીટ કરવામાં પણ આ ટૂલ મદદ કરે છે. આ અઠવાડિયાંમાં ગ્લોબલી નવાં ટૂલને રિલીઝ કરવામાં આવશે. તે યુઝરને ક્લીન અપ સજેશન પણ આપે છે.

આ રીતે નવાં સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલનો ઉપયોગ કરો

  • આ ટૂલનો ઉપયોગ કરવા માટે વ્હોટ્સએપ સેટિંગમાં જઈને સ્ટોરેજ અને ડેટા પર ક્લિક કરી મેનેજ સ્ટોરેજમાં જઈ રી-ડિઝાઈન કરેલા સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલને એક્સેસ કરો.
  • આ અગાઉ વ્હોટ્સએપ સ્ટોરેજ યુસેઝ સેક્શન હેઠળ ચેટ લિસ્ટેડ હતી, જેનાં માધ્યમથી યુઝર લિમિટેડ ફાઈલ ડિલીટ કરી શકતા હતા.
  • જોકે નવાં ફીચરમાં એક ઓલ ન્યૂ ઈન્ટરફેસ સાથે નવો એક્સપિરિઅન્સ પણ મળશે. તે વ્હોટ્સએપ મીડિયા કન્ટેન્ટ દ્રારા કેટલું સ્ટરોજ કન્ઝ્યુમ થયું છે તેના માટે એક ડેડિકેટેડ બાર પણ શૉ કરે છે.
  • એપમાં ઘણી વખત શેર કરવામાં આવેલી મીડિયા ફાઈલ્સ જોવા માટે પણ ડેડિકેટેડ ઓપ્શન મળશે. તેથી ફોરવર્ડેડ ફાઈલ્સ શોધી તેને ડિલીટ કરવામાં મદદ મળશે.
  • રી-ડિઝાઈન સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ 5MB કરતા વધારે સાઈઝની ફાઈલનું પણ લિસ્ટ તૈયાર કરે છે. તેથી ફાઈલની સાઈઝ પ્રમાણે તેનો રિવ્યૂ કરવામાં મદદ મળશે.

સ્ટોરેજ ફુલ થવા પર ચેટના ટોપ પર મેસેજ મળશે

  • નવાં ટૂલમાં સ્ટોરેજ ફુલ થવા પર તરત જ યુઝરને ચેટના ટોપ પર મેસેજ મળશે. આ મેસેજ પર ક્લિક કરી યુઝર રી ડિઝાઈન સ્ટોરેજ મેનેજમેન્ટ ટૂલ પર પહોંચી શકે છે.
  • આ ટૂલના સંકેત જૂન મહિનામાં જ મળી ગયા હતા જ્યારે વ્હોટ્સએપમાં મોટી ફાઈલ્સ સાથે સ્પેસિફિક કન્ટેન્ટ દૂર કરવાનો ઓપ્શન પણ ઉમેરાયો હતો. ટૂલનું ટેસ્ટિંગ સપ્ટેમ્બર મહિનામાં બીટા વર્ઝન પર કરવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...