વ્હોટ્સએપ છેલ્લાં કેટલાક સમયથી નવા ‘સેલ્ફ-ચેટ’ ફીચર પર કામ કરી રહ્યું છે અને એવું લાગે છે કે, આ ફીચર હવે આખરે બીટા ચેનલ પર અમુક વ્હોટ્સએપ યૂઝર્સ માટે રોલઆઉટ થઈ ચૂક્યું છે. આ નવું ફિચર યૂઝર્સને પોતાની સાથે ચેટ કરવાની મંજૂરી આપે છે. આ એપ એક સિંગલ-પર્સન ચેટ વિન્ડો બનાવે છે, જ્યાં તેઓ સરળ ઝડપી એક્સેસ માટે મહત્વનાં મેસેજ અથવા ફાઇલો સ્ટોર કરી શકે છે.
આ ચેટ્સ પછી ભવિષ્યમાં કોઈપણ સમયે વાંચી અથવા ફોરવર્ડ પણ કરી શકાય છે કારણ કે, તેમને શોધવીખૂબ જ સરળ બનશે. બીટા ચેનલ પર યૂઝર્સ જેમને આ ફીચર મળ્યું છે, તેઓ એપમાં કોન્ટેક્ટ પેજ પર જઈને ‘Message yourself’ સબટેક્સ્ટ સાથે Me(You) કોન્ટેક્ટને તપાસો. બીટા યૂઝર્સ માટે આ નવું ફીચર સૌથી પહેલાં WABetaInfo દ્વારા જોવામાં આવ્યું હતું. અહીં બીટા યૂઝર્સ નવું ફીચર શોધી શકે છે.
વ્હોટ્સએપમાં યુગોથી તમારી જાત સાથે ચેટ કરવાની ક્ષમતા છે, પરંતુ તમારા પોતાના ફોન નંબર સાથે ચેટ શરૂ કરવી એ એક જટિલ પ્રોસેસ હતી. આ માટે તમારે તમારા ફોન નંબર સાથે કસ્ટમ URL જનરેટ કરવું પડતું, જે બ્રાઉઝરમાં નાખીને તમને સેલ્ફ-ચેટ વિન્ડો પર રીડાયરેક્ટ કરશે. નવુ ફીચર હજુ પણ ફક્ત વ્હોટ્સએપ બીટા યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે. તેનાં સ્ટેબલ અપડેટ માટે યૂઝર્સે થોડી વધુ રાહ જોવી પડશે. જો કે, જો તમે URL પદ્ધતિનો ઉપયોગ કરીને સેલ્ફ-ચેટ શરૂ કરવા માંગતા હોવ, તો તમે કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.