ટેક ન્યુઝ:વ્હોટ્સએપ ગ્રુપ કોલ માટે વધુ ફીચર્સ રોલ આઉટ કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે, વ્હોટ્સએપ ગ્રુપ કોલ માટે વધુ નવા ફીચર્સ રોલઆઉટ કરે છે જેમકે, નવો મ્યૂટ વિકલ્પ. કોલની વચ્ચે કોઈ ચોક્કસ વ્યક્તિને ડાયરેક્ટ મેસેજ. આ ઉપરાંત તે ‘ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ’ સેવાનું પણ પરીક્ષણ કરે છે. તાજેતરમાં વ્હોટ્સએપ એપલ સાથે કોલેબ કરી રહ્યું છે, જેથી જો યુઝર એન્ડ્રોઇડમાંથી એપલમાં સ્વિચ કરી રહ્યા હોય તો તેમના વ્હોટ્સએપ એપ્લિકેશન ડેટા iOSમાં શેર કરવાનું સરળ બનશે.

વ્હોટ્સએપ હવે તમને ગ્રુપ કોલમાં કોઈ વ્યક્તિને મ્યૂટ અથવા મેસેજ મોકલવાની પરમીશન આપે છે
તાજેતરમાં જ મેટાની માલિકીની વ્હોટ્સએપે ગ્રુપકોલ પર 32 લોકો જોડાઈ શકે તે ફિચર રિલીઝ કર્યું છે. પહેલાં તમારે ન ઇચ્છતા હોવ તો પણ કોલમાં દરેકને સાંભળવું પડતું, પરંતુ કંપની સોલ્યુશન્સ લઈને આવી. ચાલો આપણે ગ્રુપ કોલ માટે નવા ફીચર્સની ચર્ચા કરીએ, વ્હોટ્સએપ હેડ વિલ કેથકાર્ટ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. કુલ મળીને ત્રણ નવા ફિચર્સ છે, પહેલું તમે કોલમાં કોઈપણ ચોક્કસ વ્યક્તિને મ્યૂટ કરી શકો છો, પરંતુ આ સુવિધા ફક્ત તમારા માટે જ કામ કરશે .બીજું, જ્યારે કોલ ચાલુ હોય ત્યારે તમે કોઈ ચોક્કસ વ્યક્તિને મેસેજ કરી શકો છો અને છેલ્લે જ્યારે કોઈ વ્હોટ્સએપ ગ્રુપ ઓડિયો કોલમાં જોડાય છે ત્યારે તમને એક બેનર દેખાશે.

કેટલાક યૂઝર્સને આ નવા ફિચર્સ ઓટો-અપડેટથી ઓટોમેટિક મળી જાય છે, પરંતુ જો તમને આ ફીચર્સ ન મળ્યા હોય તો ચિંતા ન કરો; એપ્લિકેશનનું નવું અપડેટ ઇન્સ્ટોલ કરો અથવા 1 કે 2 દિવસની રાહ જુઓ. આ ઉપરાંત આ ફીચર iOS અને એન્ડ્રોઇડ બંનેના લેટેસ્ટ વર્ઝનમાં ઉપલબ્ધ છે. ​​​​​​​

ગ્રુપમાં જોડાવા માટે તમારે ટૂંક સમયમાં એડમિનની મંજૂરીની જરૂર પડી શકે છે

WABetaInfoના રિપોર્ટ અનુસાર વોટ્સએપ એક નવા વિકલ્પ ‘ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ’ પર કામ કરી રહ્યું છે. ભવિષ્યમાં, વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે, તમારે એડમિન્સ દ્વારા મંજૂરી મેળવવી જરૂરી છે. આ ફંક્શન હાલમાં માત્ર વ્હોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે એટલે કે આ ડેવલપમેન્ટ હેઠળ છે, આ ફીચર ક્યારે રોલઆઉટ થશે તેની કોઈ પુષ્ટિ થઈ નથી.