ચેટિંગ બનશે મજેદાર:વ્હોટ્સએપ રોલઆઉટ કરી રહ્યું છે 21 નવા ઈમોજીસ, અલગ-અલગ કી-બોર્ડની જરુર નહી પડે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સ માટે 21 નવા ઈમોજીસ રોલઆઉટ કરી રહી છે. WABetaInfo આ 21 ઈમોજીસને યૂઝ કરવા માટે યૂઝર્સે અલગથી કોઈપણ કી-બોર્ડને ડાઉનલોડ કરવાની કે તેનો ઉપયોગ કરવાની જરુર પડશે નહી. આ ઈમોજીસને તમે તમારા સાદા કી-બોર્ડમાં પણ યૂઝ કરી શકશો. આ પહેલા તે 21 ઈમોજીસ વ્હોટ્સએપ કી-બોર્ડમાં દેખાતા નહોતા કારણ કે, તે ડેવેલોપ થઈ રહ્યા હતા.

વ્હોટ્સએપ યૂઝર્સને નવા ઈમોજીસ એક્સેસ કરવા મળશે
રિપોર્ટ મુજબ અમુક વ્હોટ્સએપ બેટા યૂઝર્સને આ નવા ઈમોજીસ એક્સેસ કરવા મળશે. યૂઝર્સ તેને એપનાં જુદા-જુદા વર્ઝનમાં પણ યૂઝ કરી શકશે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યુ છે કે, આ ઈમોજીસનાં એક્સેસ માટે બેટા યૂઝર્સે વ્હોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવુ પડશે.

આ રિપોર્ટે નવા ઈમોજીસને લઈને યૂઝર્સમાં જે કન્ફ્યૂઝન હતી તેને દૂર કરી છે. યૂઝર્સને એવી કન્ફ્યૂઝન હતી કે, તેઓને આ ઈમોજીસનો એક્સેસ મળતો હતો પણ તે કોઈને મોકલી શકતા નહોતા. આ સમય દરમિયાન વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યુ હતું. આ ફીચરનું નામ છે silence unknown callers. તે યૂઝર્સની કોલ લિસ્ટ અને નોટિફિકેશન સેન્ટરમાં દેખાતા અજાણ્યા નંબરોની કોલને મ્યૂટ કરી શકે છે. આ નવુ ફીચર હાલ ડેવલોપમેન્ટ હેઠળ છે.

iOS યૂઝર્સને ટૂંક સમયમાં મળી શકે નવુ ફીચર
આ સિવાય iOS યૂઝર્સ માટે પણ વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યુ છે. તે iOS યૂઝર્સ માટે ‘પુશ નેમ ઈન ધ ચેટ લિસ્ટ’ ફીચર પર કામ કરી રહ્યું છે. WABetaInfoની રિપોર્ટ મુજબ જ્યારે પણ યૂઝર્સને ગ્રુપનાં કોઈ અજાણ્યા વ્યક્તિનો મેસેજ મળશે ત્યારે બીટા ટેસ્ટરને દરેક વખતે ફોન નંબરની જગ્યાએ ચેટ લિસ્ટમાં પુશ નેમ દેખાશે.

આ ફીચરની મદદથી યૂઝર્સ સરળતાથી એ વાત સમજી શકશે કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો નંબર સેવ કર્યો છે. આ ફીચર મોટુ ગ્રુપ ચેટ ધરાવતા યૂઝર્સ માટે ઉપયોગી સાબિત થશે કે, જેના માટે એ ટ્રેક કરવુ મુશ્કેલ હોય કે, ગ્રુપમાં કોણ-કોણ છે?

રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યુ છે કે, આ સુવિધા વર્તમાન સમયમાં અમુક બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. આવનાર સમયમાં હજુ પણ નવા અપડેટ્સ વ્હોટ્સએપ પર જોવા મળી શકે છે.