તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકનું ગુડબાય:સુનીલ ભારતી મિત્તલના દીકરાની મેસેજિંગ એપ હાઈક બંધ, 2016માં 10.25 કરોડ રૂપિયાની વેલ્યૂ હતી

8 મહિનો પહેલા

ભારતની સ્વદેશી એપ હાઈક હવે બંધ થઈ ગઈ છે. તે એપ સ્ટોર પરથી રિમૂવ થઈ છે. હાઈકને ભારતમાં વ્હોટ્સએપને ટક્કર આપવા માટે ડેવલપ કરાઈ હતી. તેને જાપાનની સોફ્ટબેંક ગ્રુપનો ફાયનાન્શિયલ સપોર્ટ પણ મળ્યો હતો. હાઈક એપની શરૂઆત ભારતી એરટેલના પ્રમોટર સુનીલ ભારતી મિત્તલના દીકરા કેવિન ભારતીએ કરી હતી.

2016માં 10.25 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ
2016માં ફંડિંગના સમયે હાઈક મેસેન્જર સ્ટાર્ટઅપની માર્કેટ વેલ્યૂ આશરે 10259 કરોડ રૂપિયા હતી. ત્યારબાદ તે પ્રતિસ્પર્ધામાં પાછળ રહી ગઈ. તેથી નવાં વર્ષમાં તે બંધ થઈ. જોકે તેને બંધ કરવાના કારણો વિશે ઓફિશિયલી કોઈ માહિતી અપાઈ નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે હાઈક તેની ધારણા પ્રમાણે વ્હોટ્સએપને ટક્કર આપી શકી નહિ. વ્હોટ્સએપ માટે ભારત દુનિયાનું સૌથી મોટું માર્કેટ છે, જે હાલ તેની પ્રાઈવસી પોલિસી માટે વિવાદોમાં છે.

હાઈકને ટેન્સેન્ટ હોલ્ડિંગ્સનો પણ ફાયનાન્શિયલ સપોર્ટ હતો
હાઈકને ચીનની વીચેટ ઓપરેટરે ટેન્સેન્ટ હોલ્ડિંગ્સનો પણ ફાયનાન્શિયલ સપોર્ટ હતો. હાઈકે ફ્રિલ્સ ફોન્સ અને મોબાઈલ એન્ટરટેઈનમેન્ટ જેવાં અન્ય કારોબારમાં પણ દાવ લગાવ્યો હતો, પરંતુ ક્યાંય પણ સંતોષજનક સફળતા ન મળી શકી. આ સ્ટાર્ટઅપે હાઈક સ્ટિકરચેટ પણ બંધ કરી દીધું છે. હાઈક મેસેન્જર એવા સમયે બંધ થયું છે જ્યારે દુનિયાભરમાં વ્હોટ્સએપના વિરોધ વંટોળ છવાયેલા છે.

નવી ગેમિંગ પ્રોડક્ટ રશ લોન્ચ કરવાની તૈયારી
આ દરમિયાન કેવિન મિત્તલે જણાવ્યું કે, તેમની કંપની વાઈબ સોશિયલ મીડિયા એપ ડેવલપ કરવાનું ચાલું રાખશે અને રશ નામની એક નવી ગેમિંગ એપ પર કામ કરશે. તેમણે એક પોસ્ટ પર લખ્યું, ભારત પોતાની મેસેન્જર એપ નથી ચલાવી શકતું. કારણ કે અહીં ગ્લોબલ નેટવર્કનો પ્રભાવ ઘણો મજબૂત છે.