વ્હોટ્સએપની મનમાની:સરકારની નોટિસ પર કંપનીએ કહ્યું- નવી પ્રાઈવસી પોલિસીમાં કોઈ ફેરફાર નહિ થાય, યુઝર એક્સેપ્ટ નહિ કરે ત્યાં સુધી રિમાઈન્ડર મોકલવામાં આવશે

એક વર્ષ પહેલા
  • કંપનીએ કહ્યું કે જ્યાં સુધી પર્સનલ ડેટા સિક્યોરિટી કાયદો લાગુ નથી થતો ત્યાં સુધી નવી પોલિસીના રિમાઈન્ડર યુઝરને મોકલવામાં આવશે
  • ભારત અને યુરોપ માટે પ્રાઈવસી પોલિસી અલગ અલગ હોવાથી સરકારે નવી પોલિસી સામે વાંધો ઉઠાવ્યો છે

સોશિયલ મીડિયા યુઝર્સની પ્રાઈવસી અને સિક્યોરિટી જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારની નવી સોશિયલ મીડિયા ગાઈડલાઈનના અમલનો આજે છેલ્લો દિવસ છે. આ પોલિસીની ડેડલાઈન હોવાં છતાં એક પણ સોશિયલ મીડિયા કંપનીએ મગનું નામ મરી પાડ્યું નથી. આ વિવાદો વચ્ચે વ્હોટ્સએપ તેની નવી પ્રાઈવસી પોલિસી માટે લડી લેવાના મૂડમાં છે. ફાઈનલી વ્હોટ્સએપે સરકારને નવી પોલિસી અંગે જવાબ આપ્યો છે. કંપનીએ ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયને કહ્યું છે કે, તે પોલિસીમાં હવે કોઈ પણ પ્રકારના ફેરફાર કરશે નહિ. યુઝર્સને નવી પોલિસી મંજૂર કરવા માટે સતત રિમાન્ડઈર મોકલવામાં આવશે. આ પોલિસી યુઝરના પર્સનલ મેસેજ સાથે ચેડાં કે ફેરફાર માટે નથી.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
નવી પ્રાઈવસી પોલિસી માટે કંપની વિવાદોમાં છે. કંપનીએ પોલિસી એક્સેપ્ટ કરવાની ડેડલાઈન 15મે આપી હતી હવે તેને વધારીને 19 જૂન કરી છે. નવી પોલિસી આ પ્રમાણે છે...

વ્હોટ્સએપની નવી પોલિસી પ્રમાણે કંપની તેની સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમારા વ્હોટ્સએપના જે પણ કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ થાય તેને ક્યાંય પણ ઉપયોગ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સે આ પોલિસી અગ્રી કરવી જ પડશે. નહિ તો તેમનું અકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021ના રોજ લાગુ થવાની હતી. વિવાદ વધતાં તેને કંપનીએ પાછી ઠેલી હતી. હવે ફરી કંપનીએ તેની તારીખ લંબાવી છે. જોકે કંપની હજુ પણ યુઝર્સને નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવા માટે નોટિફિકેશન મોકલી રહી છે.

ભારત અને યુરોપમાં પોલિસી અલગ અલગ
IT મંત્રાલયે વ્હોટ્સએપને 7 દિવસની અંદર નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે. કંપનીએ આ નવી પોલિસી બદલવાનો ઈનકાર કર્યો છે. કંપનીએ કહ્યું કે જ્યાં સુધી પર્સનલ ડેટા સિક્યોરિટી કાયદો લાગુ નથી થતો ત્યાં સુધી નવી પોલિસીના રિમાઈન્ડર યુઝરને મોકલવામાં આવશે. યુરોપ અને ભારતમાં વ્હોટ્સએપની પોલિસી અલગ અલગ છે. તેથી સરકારે ભારતીય યુઝર્સ માટે તેને ભેદભાવ ગણાવી છે.

અકાઉન્ટ ડિલીટ નહિ થાય
વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, 15મેથી લાઈવ થયેલી પ્રાઈવસી પોલિસી અપડેટ ન કરવા પર યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય. સમય જતાં કંપની તેની કેટલીક ફંક્શનાલિટી ઓછી કરી દેશે. અર્થાત યુઝર્સનું અકાઉન્ટ તો એક્ટિવ રહેશે પરંતુ પોલિસી એક્સેપ્ટ ન કરવા પર તે મતલબ વગરનું રહી જશે.

જે યુઝરે નવી પ્રાઈવસી પોલિસી મંજૂર નહિ કરી હોય તેને કંપની સતત નોટિફિકેશન આપતી રહેશે. થોડા સપ્તાહ બાદ પણ જો યુઝર નવી પોલિસી એક્સેપ્ટ ન કરે તો અકાઉન્ટ ખામીગ્રસ્ત બની જશે.

સૌ પ્રથમ યુઝર તેમનું ચેટ લિસ્ટ ખોઈ નાખશે
વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, નવી પ્રાઈવસી મંજૂર નહિ કરી તેવા યુઝર્સ થોડા દિવસ બાદ તેમનું ચેટ લિસ્ટ ગુમાવી દેશે. જોકે ઈનકમિંગ વીડિયો અને ઓડિયો કોલની સુવિધા ચાલુ રહેશે. નોટિફિકેશનમાંથી યુઝર મિસ્ડ કોલ્સને રિસ્પોન્ડ કરી શકશે.

સમય જતાં ઈનકમિંગ કોલ્સ અને નોટિફિકેશન પણ બંધ થશે
થોડા સપ્તાહ પછી પોલિસી એક્સેપ્ટ ન કરનાર યુઝર્સને ઈનકમિંગ કોલ્સ અને નોટિફિકેશન નહિ મળે.

ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરી શકાશે
જે યુઝર્સે મન બનાવી લીધું હોય કે તેઓ નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ નહિ જ કરે તેવા યુઝર્સ તેમની ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરી શકે છે.

છેલ્લે કંપની કંટાળી તમારું અકાઉન્ટ ઈનએક્ટિવ કરશે
જે યુઝર્સે અનેક અઠવાડિયાં વીતી ગયા બાદ પણ નવી પોલિસી એક્સેપ્ટ નહિ કરે કંપની તેમનું અકાઉન્ટ ઈનએક્ટિવ કરી નાખશે. જોકે કંપનીએ આ તમામ એક્શન્સ ક્યારે લેવામાં આવશે તેની કોઈ પર્ટિક્યુલર ડેડલાઈન જાહેર કરી નથી.

અન્ય સમાચારો પણ છે...