• Gujarati News
 • Utility
 • Gadgets
 • WhatsApp Profile Photo Will No Longer Be Stolen; Unknown Users Will Not Be Able To See Or Take Screenshots, Follow This Trick

ટેક ગાઈડ:હવે ચોરી નહિ થાય વ્હોટ્સએપ પ્રોફાઈલ ફોટો; અજાણ્યા યુઝર્સ ન તો ફોટો જોઈ શકશે કે ન તો સ્ક્રીનશૉટ લઈ શકશે બસ ફોલો કરો આ ટ્રિક

9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમારો વ્હોટ્સએપ પ્રોફાઈલ ફોટો તમામ યુઝર્સ સરળતાથી જોઈ શકે છે
 • જો તેને હાઈડ ન કરવામાં આવે તો અન્ય યુઝર્સ સ્ક્રીનશૉટ લઈ સેવ કરી શકે છે

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રાઈવસીને લઈ ઘણા સાવચેત રહેતા હોય છે અને પોતાના અકાઉન્ટ પર પ્રોફાઈલ લોક કરી રાખે છે. તેથી કોઈ અનનોન યુઝર્સ તેમનાં અકાઉન્ટની માહિતી ન જોઈ શકે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મળનારા ફીચર્સ વિશે મોટા ભાગના લોકો જાગૃત છે. પરંતુ વ્હોટ્સએપ પર પણ તમે પોતાની લાઈફ પ્રાઈવેટ રાખી શકો છો. જો તમે ડિસ્પ્લે ફોટોનો ઉપયોગ કરવા માગો છો પરંતુ તેને અન્ય યુઝર્સને બતાવવા માગતા નથી તો અમે તમારા માટે આવી જ એક ટ્રિક લઈને આવ્યા છે આવો તેની શરૂઆત કરીએ...

આ સ્ટેપ્સ ફોલો કરી વ્હોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર હાઈડ કરી શકાય છે

 • સૌ પ્રથમ વ્હોટ્સએપ ઓપન કરી અને Settings પર જાઓ.
 • Account પર ક્લિક કરી Privacy પર ક્લિક કરો.
 • હવે પ્રોફાઈલ ફોટો પર ટેપ કરો.
 • વ્હોટ્સએપ પર ડિફોલ્ટ સેટિંગમાં તમારા પ્રોફાઈલ ફોટો પર Everyone અથવા તમામ લોકોને જોવાની અનુમતિ હોય છે.
 • જો તમે ઈચ્છો તો તમારો ફોટો માત્ર એ જ નંબર જે તમારા ફોનમાં સેવ હોય તો તમે સેટિંગમાં જઈ My Contactમાં બદલી દો.
 • જો તમારે કોઈને પણ પ્રોફાઈલ ફોટો નથી બતાવો તો No One ઓપ્શન સિલેક્ટ કરો.
 • એક વાર તમારો પ્રોફાઈલ ફોટો હાઈડ થઈ જશે તો જ્યારે અન્ય લોકો તમને મેસેજ સેન્ડ કરશે ત્યારે ડીપીમાં ગ્રે કલર જોવા મળશે.

વ્હોટ્સએપ પ્રોફાઈલ ફોટો શા માટે હાઈડ કરવો જોઈએ?
તમારા વ્હોટ્સએપ પ્રોફાઈલ ફોટોને તમામ યુઝર્સ સરળતાથી જોઈ શકશે. જો તેને હાઈડ ન કરવામાં આવે તો તેને સ્ક્રીનશૉટ લઈ સેવ કરી શકાય છે અને તેનો દુરુપયોગ થઈ શકે છે. પરિવાર અને ફ્રેન્ડ્સ સિવાય કેટલાક એવા લોકો પણ હોય છે જેમની સાથે તમે વ્હોટ્સએપ પર વાત કરી હોય પરંતુ તેઓ તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય. તેવામાં સારું રહેશે કે તમારો પ્રોફાઈલ ફોટો આવા લોકોથી હાઈડ કરી રાખો. તમે ઈચ્છો તો આ ટ્રિકનો ઉપયોગ કરી માત્ર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલાં યુઝર્સને જ તમારો પ્રોફાઈલ ફોટો બતાવી શકો છો.