તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp, Privacy Policy, WhatsApp Policy In India, WhatsApp Policy, Delhi High Court, WhatsApp Privacy Policy Probe

વ્હોટ્સએપ બેક ફૂટ પર:કંપનીએ કહ્યું 15મેથી નવી પ્રાઈવસી પોલિસી લાગુ નહિ થાય, પોલિસી મંજૂર ન કરનારા યુઝર્સનું અકાઉન્ટ પણ સલામત રહેશે

5 મહિનો પહેલા
  • અત્યાર સુધી વ્હોટ્સએપ પોલિસી લાગુ ન કરનાર યુઝર્સને અકાઉન્ટ ડિલીટ કરવાની ધમકી આપી રહી હતી
  • હવે કંપનીએ નવી પ્રાઈવસી પોલિસી લાગુ થવાની ડેટ પાછી ઠેલી છે
  • કંપની યુઝર્સને રિમાઈન્ડર મોકલી પોલિસી મંજૂર કરવા માટે જણાવતી રહેશે

અત્યાર સુધી વ્હોટ્સએપ નવી પોલિસી એક્સેપ્ટ કરવા માટે યુઝર્સને નોટિફિકેશન સાથે અકાઉન્ટ ડિલીટ થઈ જવાની ધમકી આપી રહી હતી. જોકે હવે કંપનીના પેટમાં તેલ રેડાયું છે અને કંપનીએ પાછુ ડગલું ભર્યું છે. કંપની એ હાલ 15મેથી લાગુ થનારી નવી પ્રાઈવસી પોલિસી ટાળી છે. જોકે નવી પ્રાઈવસી પોલિસી લાગુ થવાની તારીખ જાહેર કરી નથી. કંપનીએ શુક્રવારે કહ્યું કે નવી પોલિસી સ્વીકાર ન કરનારા યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય. જોકે કંપની યુઝર્સને નોટિફિકેશન મોકલવાનું ચાલું રાખશે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
વ્હોટ્સએપની નવી પોલિસી પ્રમાણે કંપની તેની સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમારા વ્હોટ્સએપના જે પણ કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ થાય તેને ક્યાંય પણ ઉપયોગ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સે આ પોલિસી અગ્રી કરવી જ પડશે. નહિ તો તેમનું અકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. પહેલાં આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021ના રોજ લાગુ થવાની હતી. વિવાદ વધતાં તેને કંપનીએ પાછી ઠેલી હતી. હવે ફરી કંપનીએ તેની તારીખ લંબાવી છે.

યુઝર્સને રિમાઈન્ડર મોકલવાનું ચાલું રાખશે

કંપની યુઝર્સને પોલિસી મંજૂર કરવા માટે રિમાઈન્ડર આપી રહી છે
કંપની યુઝર્સને પોલિસી મંજૂર કરવા માટે રિમાઈન્ડર આપી રહી છે

વ્હોટ્સએપે જણાવ્યું કે નવી પ્રાઈવસી પોલિસી સ્વીકાર કરવા માટે યુઝર્સને નોટિફિકેશન મોકલવામાં આવશે. આ પ્રક્રિયા આગામી અઠવાડિયાં સુધી ચાલું રહેશે. આ પહેલાં નવી પ્રાઈવસી પોલિસી 8 ફેબ્રુઆરીએ લાગુ થવાની હતી. વિવાદ વધતાં અને યુઝર્સે તેને એક્સેપ્ટ ન કરતાં કંપનીએ તે પાછી ઠેલી હતી.

કેન્દ્ર સરકારે આપત્તિ દર્શાવી
વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી પર કેન્દ્ર સરકાર આપત્તિ દર્શાવી ચૂકી છે. IT મંત્રાલયે વ્હોટ્સએપના CEO વિલ કેથહાર્ટને પત્ર લખીને કહ્યું કે, ગ્લોબલી ભારતમાં વ્હોટ્સએપનો સૌથી વધારે યુઝર બેઝ છે. સાથે જ ભારત વ્હોટ્સએપની સર્વિસનું સૌથી મોટું માર્કેટ છે. વ્હોટ્સએપની સર્વિસિસની શરતો અને પ્રાઈવસી પોલિસીમાં પ્રસ્તાવના ફેરફારને કારણે ભારતીય નાગરિકોની પસંદ અને ડિપેન્ડનન્સી માટે ગંભીર ચિંતા ઊભી થઈ છે. મંત્રાલયે પોલિસીમાં કરેલા ફેરફારો પરત લેવા કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે 13મે સુધી જવાબ માગ્યો
દિલ્હી હાઈકોર્ટે વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી વિરુદ્ધ એક જનહિત યાચિકા પર કેન્દ્ર સરકાર સાથે ફેસબુક અને વ્હોટ્સએપ પાસેથી જવાબ માગ્યો છે. ચીફ જસ્ટિસ ડી એન પટેલ અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચ પર આ સુનાવણી કરી રહી છે. કોર્ટે તેમને 13મે સુધી યાચિકા પર પોતાનો પક્ષ રાખવા માટે કહ્યું છે.

વ્હોટ્સએપે બેન્ચને જણાવ્યું કે લોકોની પર્સનલ વાતચીત કંપનીના એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શનથી સુરક્ષિત છે. તેવામાં પ્રાઈવસી પ્રભાવિત થવાનો સવાલ જ નથી. આ મામલે ચાચિકાકર્તા હર્ષા ગુપ્તાએ દિલ્હી હાઈકોર્ટને કેટલાક અંતરિમ આદેશ આપવાનો આગ્રહ કર્યો કારણ કે વ્હોટ્સએપ 15મેથી પોતાની નવી પોલિસી લાગુ કરવાની હતી.

કંપનીની સ્પષ્ટતા
આ અગાઉ કંપનીએ નવી પોલિસી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે વ્હોટ્સએપ યુઝર્સના પ્રાઈવેટ અને પર્સનલ ગ્રુપમાં મોકલવામાં આવતા મેસેજ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ જોશે નહિ. તેમા એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન પોલિસી લાગુ રહેશે. આ ઉપરાંત તમારું લોકેશન વ્હોટ્સએપ કે ફેસબુક જોશે નહિ. વ્હોટ્સએપ ગ્રુપ પણ સંપૂર્ણપણે પ્રાઈવેટ રહેશે. તેને પણ એડ માટે ફેસબુક સાથે શેર કરી શકાશે નહિ. આ ઉપરાંત તમારા કોન્ટેક્ટ્સને લગતી વિગતો પણ વ્હોટ્સએપ ફેસબુક શેર નહિ કરે.

સંસદીય સમિતિ પણ સમન આપી ચૂકી છે
નવી પ્રાઈવસી પોલિસી અંગે સંસદીય સમિતિ પણ આ વર્ષે જાન્યુઆરીમાં ફેસબુક અને વ્હોટ્સએપના અધિકારીઓને સમન આપી ચૂકી છે. ફેસબુકના અધિકારીઓએ સંસદીય સમિતિને ભરોસો આપ્યો હતો કે વ્હોટ્સએપનો પર્સનલ ડેટા શેર નહિ કરવામાં આવે. ઈન્ડિવિડ્યુઅલ ચેટ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ છે.