તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્હોટ્સએપે પોતાની નવી પોલિસી લાગુ કરવાનું પ્લાનિંગ ફરી શરૂ કર્યું છે. તેને સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. કંપનીએ કહ્યું કે, યુઝર અને તેની પ્રાઈવસી વચ્ચે કશું નહિ આવે. બિઝનેસિસ સાથે મેસેજિંગ ઓપ્શનલ હશે. તમામ વસ્તુ પર યુઝર્સનો જ કન્ટ્રોલ હશે. કંપનીએ આ સમયે એક નાનાં બેનરનો ઉપયોગ કર્યો છે. તે ચેટ લિસ્ટના ટોપ પર જોવા મળે છે. નવી પોલિસી 15 મેથી લાગુ થવાની છે.
નવી અપડેટ પછી વ્હોટ્સએપ ચેટની ઉપર તમારી પાસે ડોક્યુમેન્ટ જેવી ચેટ દેખાશે. તેને ઓપન કરવા પર વ્હોટ્સએપની પોલિસીની માહિતી મળશે. આ પોલિસીમાં લખ્યું છે કે વ્હોટ્સએપ તમારા પ્રાઈવેટ મેસેજને વાંચતી કે દેખતી નથી. અમારા મેસેજ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ હોય છે. કંપની તમારી પ્રાઈવસી માટે પ્રતિબદ્ધ છે. બેનરમાં કંપનીએ લખ્યું છે કે...
યુઝર માટે શું ફેરફારો?
Nothing comes between you and your privacy. Messaging with a business is optional, and their chats are clearly labeled on the app. You are in control.
— WhatsApp (@WhatsApp) February 18, 2021
For more information, please read: https://t.co/55r1Qxv2Wi pic.twitter.com/HswXxRylHo
શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
કંપનીએ જૂની પોલિસીમાં કહ્યું હતું કે, યુઝર્સે આ પોલિસી અગ્રી કરવી પડશે. તે 8 ફેબ્રુઆરી 2021થી લાગુ થવાની હતી. ત્યારબાદ તેને લંબાવી 15મે કરવામાં આવી. આ પોલિસી જો યુઝર અગ્રી ન કરે તો તેમનું અકાઉન્ટ બંધ થઈ જશે. તેના માટે યુઝર્સ હેલ્પ સેન્ટર વિઝિટ કરી શકે છે. પોલિસીમાં લખ્યું છે કે, અમારી સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપમાં જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરો છે. કંપની તેને ક્યાય પણ ઉપયોગમાં લઈ શકે છે સાથે જ તેને રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.