ટેક ગાઈડ:વ્હોટ્સએપથી ગણતરીની સેકન્ડમાં ફંડ ટ્રાન્સફર કરવા માટે ફોલો કરો આ ઈઝી સ્ટેપ્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌ પ્રથમ ગૂગલ પ્લે અથવા એપલ એપ સ્ટોર પર જઈ વ્હોટ્સએપ અપડેટ કરવાનું રહેશે
  • પૈસા સેન્ડ-રિસીવ કરવા માટે એપમાં પોતાની બેંક ડિટેલ સબમિટ કરવાની રહેશે

લાખો યુઝર્સ પોતાના ફ્રેન્ડ્સ અને પરિવાર સાથે કનેક્ટ રહેવા માટે વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. આ સંખ્યા કોરોનાકાળમાં વધી છે. કંપનીએ તાજેતરમાં જ અનેક નવાં ફીચર્સ ઉમેર્યાં છે. તેમાં 8 મેમ્બર્સ ફોર વીડિયો/ઓડિયો કોલિંગ, ફોરવર્ડ મેસેજ લિમિટ સહિત અનેક ફીચર સામેલ છે. તાજેતરમાં જ લોન્ચ થયેલું પેમેન્ટ ફીચર ખાસ ચર્ચાનો વિષય બન્યું છે.

વ્હોટ્સએપે હવે ભારતમાં તેના મોસ્ટ અવેટેડ પેમેન્ટ ફીચરને ઓફિશિયલી લોન્ચ કર્યું છે. તે દેશના UPI (યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) ફ્રેમવર્કનો ઉપયોગ પેમેન્ટ મોકલવા અને પ્રાપ્ત કરવા માટે કરે છે. અમે અહીં કમ્પ્લિટ ગાઈડ તૈયાર કરી છે, જેનાથી તમે વ્હોટ્સએપ પેમેન્ટ જલ્દી સેટઅપ કરી પ્લેટફોર્મનો ઉપયોગ કરી પૈસા મોકલી શકો છો. તેના માટે આ સ્ટેપ્સ ફોલો કરો

વ્હોટ્સએેપ પેમેન્ટ ફીચરનું સેટઅપ
સ્ટેપ 1:
સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પર જઈ વ્હોટ્સએપ અપડેટ કરો.
સ્ટેપ 2: હવે ફોનમાં વ્હોટ્સએપ ઓપન કરો અને સેટિંગમાં જાઓ.
સ્ટેપ 3: હવે નીચે સ્ક્રોલ કરો અને પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે સ્ક્રીન પર બેંકનું લિસ્ટ જોવા મળશે. લિસ્ટમાં તમારી બેંકની પસંદગી કરી બેંક ડિટેલ સબમિટ કરો.

સ્ટેપ 5: આ પ્રોસેસ બાદ તમારા બેંક અકાઉન્ટની ડિટેલ સક્સેસફુલી એપ સાથે કનેક્ટ થશે.

વ્હોટ્સએપ પેમેન્ટ ફીચર પર આ રીતે પૈસા મોકલો
સ્ટેપ 1:
તમારા બેંક અકાઉન્ટની ડિટેલ સક્સેસફુલી એડ થઈ ગઈ છે. હવે તમે પૈસા સેન્ટ અને રિસીવ કરી શકો છો.

સ્ટેપ 2: તમારે જે કોન્ટેક્ટને પૈસા મોકલવા છે તેની ચેટ ઓપન કરો.
સ્ટેપ 3: પેમેન્ટ ઓપ્શન ઓપન કરો.
સ્ટેપ 4: જે બેંકથી પૈસા ટ્રાન્સફર કરવાના છે તે સિલેક્ટ કરો.
સ્ટેપ 5: અમાઉન્ટ સબમિટ કરી ટ્રાન્જેક્શન પૂરું કરવા માટે UPI પિન સબમિટ કરો.

વ્હોટ્સએપ પેમેન્ટ ફીચરનાં માધ્યમથી પૈસા રિસીવ કરો
પૈસા મોકલવાના સ્ટેપ્સ છે તે જ રીતે પૈસા રિસીવ કરી શકાય છે. તેના માટે એ સુનિશ્ચિત કરો કે ઉપર બતાવેલા સ્ટેપ્સ પ્રમાણે એપ સાથે બેંક અકાઉન્ટ કનેક્ટ હોય. સૌ પ્રથમ વ્હોટ્સએપ એપ અપડેટ કરો>સેટિંગ પર જાઓ>પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો>બેંકનું નામ સિલેક્ટ કરો>બેંક અકાઉન્ટ લિંક કરો. હવે તમે તમારા વ્હોટ્સએપ કોન્ટેક્ટ પાસેથી પૈસા રિસીવ કરી શકો છો.