તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હોટ્સએપની ન્યૂ પોલિસી:તેને મંજૂર કરી તો પ્રાઈવસી નહિ રહે, ન કરી તો અકાઉન્ટ ડિલીટ થશે; સવાલ-જવાબથી જાણો તમારાં પર શું અસર થશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ યુઝર્સ માટે નવું વર્ષ નવી શરતો સાથે શરૂ થયું છે. કંપનીએ એવી શરતો મૂકી છે કે યુઝર્સ તે નહિ માને તો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. વ્હોટ્સએપે યુઝર્સને 8 ફેબ્રુઆરી સુધી વિચારવા માટેનો સમય આપ્યો છે કે તેઓ વ્હોટ્સએપની શરતો માનશે કે પછી પોતાનું અકાઉન્ટ ડિલીટ કરવા માટે તૈયાર રહેશે. દુનિયાભરમાં 200 કરોડથી વધારે યુઝર્સ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. આ શરતો સાથેના તમારા સવાલોના જવાબ અમે આપી રહ્યા છે તે આ પ્રમાણે છે:

1. શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
વ્હોટ્સએપ પર નવાં ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીની અપડેટ મળવા લાગી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, યુઝર્સે નવી શરતોનું પાલન કરવું પડશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.

તેમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.

2. વ્હોટ્સએપે આ નિર્ણય શા માટે લીધો?
આ પોલિસી લાગુ કર્યા બાદ વ્હોટ્સએપ પોતાના 200 કરોડથી વધારે યુઝર્સના ડેટાનો એક્સેસ કરી શકશે. અર્થાત કંપની આ ડેટા અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશે. નવી પોલિસી મુજબ, વ્હોટ્સએપ યુઝર્સનો ડેટા તેની પેરન્ટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે. અર્થાત વ્હોટ્સએપ પોતાના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરી પૈસા કમાવી શકે છે.

3. યુઝર પર પોલિસીની શું અસર થશે?
આ નક્કી થઈ ગયું છે કે જો તમે વોટ્સએપ યુઝ કરો છો તો આ પોલિસી અગ્રી કરવી પડશે. એટલે કે ના ઇચ્છતા પણ તમારે વ્હોટ્સએપની પ્રાઈવસી કંપનીને શેર કરવી પડશે. વ્હોટ્સએપ તમારા ડેટા પર નજર રાખશે અને તમારી પ્રાઈવસી નહિ રહે. આ વાતને સમજીએ...

  • જાહેરાતો ખર્ચા પરથી નક્કી થશે: વ્હોટ્સએપ તમારી બેંકનું નામ, તેમાં પડેલી રકમ અને ડિલિવરીનું સ્થાન પણ ટ્રેક કરશે. તેનાથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શન જાણી જશે. આ ડિટેલથી કંપની તમારું પ્રોફાઈલિંગ કરશે. એટલે કે જો તમે ઈડલી-ડોસા ખાઓ છો તો અમીર નથી. સ્ટારબક્સ જાઓ છો તો તમને મોંઘી કારની જાહેરાત દેખાડવા લાગશે.
  • IP એડ્રેસ અને લોકેશન પણ ટ્રેસ થશે: વ્હોટ્સએપે ઓપ્શન આપ્યો છે કે યુઝર પોતાના લોકેશન એક્સેસને ડિસેબલ કરી શકે છે. જો કે તેણે એ પણ કહ્યું કે, IP એડ્રેસ અને મોબાઈલ નંબર પરથી અંદાજો આવી જશે કે તમે ક્યાં-ક્યાં જાઓ છો.
  • સ્ટેટસ પણ સુરક્ષિત નથી: વ્હોટ્સએપ તમારું સ્ટેટસ પણ વાંચશે. તેમાં જોખમ એ છે કે જો તમે લખ્યું, કહો કઈ કાર ખરીદુ? તો ફેસબુક-ઇન્સ્ટામાં તમને કાર અને બાઈકની જાહેરાતો દેખાડશે. આવી જ રીતે તમે લખ્યું કે, ફરવા ક્યાં જવું જોઈએ તો તે તમને સોશિયલ મીડિયા પેજ પર ટૂરની જાહેરાતો દેખાડશે.
  • કન્ટેન્ટ પર સજેશન અને એનાલિસિસ મળશે: વ્હોટ્સએપ તમારા મિત્રો, ગ્રુપ્સ અને કન્ટેન્ટને સજેશન પણ આપશે. એક પ્રકારે વ્હોટ્સએપ તમારી દરેક વસ્તુઓ પર નજર રાખશે અને તેનું એનાલિસિસ કરશે. ફેસબુક તે જ આધારે તમને શોપિંગ, પ્રોડક્ટની જાહેરાતો દેખાડશે.
  • કોલ પર પણ નજર હશેઃ કંપનીને ખબર હશે કે તમે કેટલા વ્હોટ્સએપ કોલ કરો છો? કયા ગ્રુપમાં વધારે સક્રિય છો? બ્રોડકાસ્ટ લિસ્ટ કેટલું છે? ફોટો-વીડિયો ફોરવર્ડ કરવા પર સર્વર પર વધારે સમય સ્ટોર રહેશે. તેને ખબર હશે કે કયું કન્ટેન્ટ વધારે ફોરવર્ડ થઈ રહ્યું છે. ફેક ન્યૂઝ ટ્રેક કરવા અને ચૂંટણીઓના સમયે આ જાણકારી મહત્ત્વની રહેશે. બિઝનેસ અકાઉન્ટમાંથી શેર થતા કેટલોગનું એક્સેસ પણ વ્હોટ્સએપની પાસે હશે.

4. શું પોલિસીને એક્સેપ્ટ કરવી જોઈએ?
નવી પોલિસીની યુઝરની પ્રાઈવેસી પર ઊંડી અસર થશે. એટલે કે તમે જેવી કંપનીની નવી પોલિસીને અગ્રી કરો છો, તેને પોતાના ડેટાને એક્સેસ કરવાના રાઈટ્સ પણ આપશે. સમસ્યા એ છે કે વ્હોટ્સએપ ચલાવીએ ત્યારે પોલિસીને અગ્રી કરવી જરૂરી છે. કેમ કે 8 ફેબ્રુઆરી બાદ પોલિસી સાથે સહમત થવું પડશે. જો અગ્રી નહિ કરો તો વ્હોટ્સએપ અકાઉન્ટને ડિલીટ કરવું પડશે.

5. કંપનીની એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ પોલિસીનું શું થયું?
વ્હોટ્સએપ પોતાની એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ પોલિસીમાં એ વાતનો દાવો કરતી હતી કે તમારા મેસેજ, ડેટા તેની પાસે નથી. 8 ફેબ્રુઆરી બાદ તે સમાપ્ત થઈ જશે. કંપનીએ પોતાની આ પોલિસીમાં લખ્યું હતું કે તમારી પ્રાઈવેસી અને સુરક્ષા અમારા માટે સૌથી ઉપર છે, તેથી અમે તમારા માટે એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન ફીચર તૈયાર કર્યું છે.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટથી તમારા મેસેજ, ફોટો, વીડિયો, વોઈસ મેસેજ, ડોક્યુમેન્ટ, સ્ટેટસ અને કોલ સુરક્ષિત થઈ જાય છે અને કોઈ તેનો ખોટો ઉપયોગ નહીં કરી શકે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ફીચરથી એ નક્કી થઈ જાય છે કે મેસેજ અને કોલ માત્ર તમારા અને તમારા કોન્ટેક્ટની વચ્ચે જ રહે છે. કોઈ બીજા, એટલે સુધી કે વ્હોટ્સએપ પણ તેને વાંચી, સાંભળી અને જોઈ નહીં શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો