વ્હોટ્સએપ યુઝર્સ માટે નવું વર્ષ નવી શરતો સાથે શરૂ થયું છે. કંપનીએ એવી શરતો મૂકી છે કે યુઝર્સ તે નહિ માને તો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. વ્હોટ્સએપે યુઝર્સને 8 ફેબ્રુઆરી સુધી વિચારવા માટેનો સમય આપ્યો છે કે તેઓ વ્હોટ્સએપની શરતો માનશે કે પછી પોતાનું અકાઉન્ટ ડિલીટ કરવા માટે તૈયાર રહેશે. દુનિયાભરમાં 200 કરોડથી વધારે યુઝર્સ વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે. આ શરતો સાથેના તમારા સવાલોના જવાબ અમે આપી રહ્યા છે તે આ પ્રમાણે છે:
1. શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
વ્હોટ્સએપ પર નવાં ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીની અપડેટ મળવા લાગી છે. તેમાં લખવામાં આવ્યું છે કે, યુઝર્સે નવી શરતોનું પાલન કરવું પડશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.
તેમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.
2. વ્હોટ્સએપે આ નિર્ણય શા માટે લીધો?
આ પોલિસી લાગુ કર્યા બાદ વ્હોટ્સએપ પોતાના 200 કરોડથી વધારે યુઝર્સના ડેટાનો એક્સેસ કરી શકશે. અર્થાત કંપની આ ડેટા અન્ય પ્લેટફોર્મ પર શેર કરી શકશે. નવી પોલિસી મુજબ, વ્હોટ્સએપ યુઝર્સનો ડેટા તેની પેરન્ટ કંપની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાથે શેર કરશે. અર્થાત વ્હોટ્સએપ પોતાના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરી પૈસા કમાવી શકે છે.
3. યુઝર પર પોલિસીની શું અસર થશે?
આ નક્કી થઈ ગયું છે કે જો તમે વોટ્સએપ યુઝ કરો છો તો આ પોલિસી અગ્રી કરવી પડશે. એટલે કે ના ઇચ્છતા પણ તમારે વ્હોટ્સએપની પ્રાઈવસી કંપનીને શેર કરવી પડશે. વ્હોટ્સએપ તમારા ડેટા પર નજર રાખશે અને તમારી પ્રાઈવસી નહિ રહે. આ વાતને સમજીએ...
4. શું પોલિસીને એક્સેપ્ટ કરવી જોઈએ?
નવી પોલિસીની યુઝરની પ્રાઈવેસી પર ઊંડી અસર થશે. એટલે કે તમે જેવી કંપનીની નવી પોલિસીને અગ્રી કરો છો, તેને પોતાના ડેટાને એક્સેસ કરવાના રાઈટ્સ પણ આપશે. સમસ્યા એ છે કે વ્હોટ્સએપ ચલાવીએ ત્યારે પોલિસીને અગ્રી કરવી જરૂરી છે. કેમ કે 8 ફેબ્રુઆરી બાદ પોલિસી સાથે સહમત થવું પડશે. જો અગ્રી નહિ કરો તો વ્હોટ્સએપ અકાઉન્ટને ડિલીટ કરવું પડશે.
5. કંપનીની એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ પોલિસીનું શું થયું?
વ્હોટ્સએપ પોતાની એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ પોલિસીમાં એ વાતનો દાવો કરતી હતી કે તમારા મેસેજ, ડેટા તેની પાસે નથી. 8 ફેબ્રુઆરી બાદ તે સમાપ્ત થઈ જશે. કંપનીએ પોતાની આ પોલિસીમાં લખ્યું હતું કે તમારી પ્રાઈવેસી અને સુરક્ષા અમારા માટે સૌથી ઉપર છે, તેથી અમે તમારા માટે એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન ફીચર તૈયાર કર્યું છે.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટથી તમારા મેસેજ, ફોટો, વીડિયો, વોઈસ મેસેજ, ડોક્યુમેન્ટ, સ્ટેટસ અને કોલ સુરક્ષિત થઈ જાય છે અને કોઈ તેનો ખોટો ઉપયોગ નહીં કરી શકે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ફીચરથી એ નક્કી થઈ જાય છે કે મેસેજ અને કોલ માત્ર તમારા અને તમારા કોન્ટેક્ટની વચ્ચે જ રહે છે. કોઈ બીજા, એટલે સુધી કે વ્હોટ્સએપ પણ તેને વાંચી, સાંભળી અને જોઈ નહીં શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.