વ્હોટ્સએપ યુઝર્સ આનંદો:હવે ફોટો સેન્ડ કરવા પર તેની ક્વૉલિટી ખરાબ નહિ થાય, દરેક સાઈઝના ફોટોઝ સેન્ડ કરી શકાશે

3 મહિનો પહેલા
  • નવી અપડેટમાં યુઝર્સ કોઈ પણ સાઈઝનો ફોટો, વીડિયો અને ઓડિયો મોકલી શકશે
  • ફોટોઝ સેન્ડ કરવા પર યુઝરને તેની ક્વૉલિટી સિલેક્ટ કરવાના 3 ઓપ્શન મળશે

વ્હોટ્સએપમાં અત્યાર સુધી યુઝર્સની ફરિયાદ રહી છે કે ફોટો સેન્ડ કરવા પર તેની ક્વૉલિટી ઓછી થઈ જાય છે. 64MP જેવી હાઈ ક્વૉલિટીમાં લીધેલો ફોટો સેન્ડ કરવા પર તેની ક્વૉલિટી લૉ થઈ જાય છે, પરંતુ હવે યુઝરની આ ફરિયાદોનો અંત આવશે. વ્હોટ્સએપ તેની નવી અપડેટમાં હાઈ ક્વૉલિટી ફોટોઝ સેન્ડ ફીચર્સ રિલીઝ કરશે. વ્હોટ્સએપનાં ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ આ અપકમિંગ ફીચરની માહિતી આપી છે.

નવી અપડેટમાં 3 ઓપ્શન મળશે
WABetaInfoએ ટ્વિટર પર અપકમિંગ ફીચરનો સ્ક્રીન શૉટ શેર કર્યો છે. તે પ્રમાણે યુઝર પોતાની મરજી પ્રમાણે ઈમેજની ક્વૉલિટી નક્કી કરી શકશે. તેમાં ઓટો ઓપ્શન મળશે જે બાય ડિફોલ્ટ હશે. બીજો ઓપ્શન 'બેસ્ટ ક્વૉલિટી'નો હશે. ત્રીજો ઓપ્શન 'ડેટા સેવર' હશે.

‘Auto (recommended)' ઓપ્શનમાં વ્હોટ્સએપ ઈમેજની ક્વૉલિટી નક્કી કરશે. તે કમ્પ્રેસ કરીને ઈમેજ સેન્ડ કરશે. બેસ્ટ ક્વૉલિટીમાં વીડિયો HDમાં સેન્ડ કરી શકાશે. 'ડેટા સેવર'માં લૉ ક્વૉલિટીમાં વીડિયો સેન્ડ કરી શકાશે. બેસ્ટ ક્વૉલિટીમાં વીડિયો સેન્ડ કરતાં રિસીવ થવામાં ટાઈમ લાગશે જોકે તે નેટવર્કની સ્પીડ પર આધાર રાખશે.

વ્હોટ્સએપ પર હાલ માત્ર 16MB સુધીની સાઈઝના ઓડિયો, વીડિયો અને ફોટો સેન્ડ કરી શકાય છે. WABetaInfoના રિપોર્ટપ્રમાણે, આ ફીચર હાલ એન્ડ્રોઈડના 2.21.14.6 બીટા વર્ઝન પર ટેસ્ટિંગ ફેઝમાં છે.

વ્યૂ વન્સ ફીચર
તાજેતરમાં જ વ્હોટ્સએપે ડિસઅપિયરિંગ ફીચરના અપગ્રેડેડ વર્ઝન તરીકે વ્યૂ વન્સ ફીચર રિલીઝ કર્યું છે. કેટલાક યુઝર માટે આ ફીચર લોન્ચ પણ થયું છે. આ ફીચરથી એક વખત રિસીવર મેસેજ જોઈ લેશે તો તે આપમેળે કાયમી ગાયબ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...