ન્યૂ ફીચર:વીડિયો મોકલતા પહેલાં મ્યુટ કરી શકાશે, રીડ લેટર ફીચર પણ મળશે; જાણો કેવી રીતે આ બંને ફીચર કામ કરશે

2 વર્ષ પહેલા
  • વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ નવાં ફીચર્સની માહિતી શેર કરી છે
  • વ્હોટ્સએપે ડિસઅપિયરિંગ, ઓલવેઝ મ્યુટ, વ્હોટ્સએપ પે જેવાં ફીચર રોલઆઉટ કર્યાં

વ્હોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં જ એક નવું ફીચર મળવાનું છે. આ ફીચરની મદદથી યુઝર કોઈ વીડિયો અન્ય યુઝર્સને મોકલતા પહેલાં તેને મ્યુટ કરી શકે છે. આ ફીચર સ્ટેટસ દરમિયાન પણ કામ કરશે. વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના પ્રમાણે, કંપની હવે મ્યુટ વીડિયો ફીચર ડેવલપ કરી રહી છે. નવું ફીચર બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. ડિસઅપિયરિંગ, ઓલવેઝ મ્યુટ, વ્હોટ્સએપ પે જેવાં ફીચર રોલઆઉટ થયાં છે.

આ રીતે કામ કરશે વીડિયો મ્યુટ ફીચર

WABetaInfo વેબસાઈટે શેર કરેલાં સ્ક્રીનશૉટ પ્રમાણે, આ નવું બટન વીડિયો લેન્થની નીચે તરફ વોલ્યુમ આઈકોન નજર આવે છે. તેના પર ટેપ કરી વોલ્યુમ +/- કરી શકાશે. આ જ રીતે જ્યારે સ્ટેટ્સ પર વીડિયો શેર કરવામાં આવશે તો પણ તેને મ્યુટ કરી શકાશે.

રીડ લેટર ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે

વ્હોટ્સએપ રીડ લેટર નામનાં નવાં ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર આર્કાઈવ ચેટ ફીચરને રિપ્લેસ કરશે. રીડ લેટર ફીચર આર્કાઈવ ચેટનું ડિફરન્ટ વર્ઝન છે, જેમાં વેકેશન મોડ મળે છે, પરંતુ આ ફીચર ઓન કર્યા બાદ તમને કોઈ નોટિફિકેશન નહિ મળે.

WABetaInfo વેબસાઈટ પ્રમાણે, યુઝર્સને રીડ લેટર ફીચર ચેટનાં ટોપ સેક્શનમાં જોવા મળશે. જોકે હાલ આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. કંપની તેને ડિસેમ્બરમાં અથવા આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં રિલીઝ કરી શકે છે.