તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વ્હોટ્સએપ નવાં મ્યુટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરની મદદથી યુઝર્સ અન્ય યુઝર્સને વીડિયો મોકલતા પહેલાં મ્યુટ કરી શકશે. અર્થાત યુઝર્સ સેન્ડ કરવામાં આવતા વીડિયોનો અવાજ બંધ કરી શકશે. ઘણા સમયથી વ્હોટ્સએપ યુઝર્સ ફીચરની રાહ જોઈ રહ્યા હતા.
બીટા યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરી શકશે
વ્હોટ્સએપના ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoના જણાવ્યા પ્રમાણે, વ્હોટ્સએપનું નવું મ્યુટ વીડિયો ફીચર બીટા વર્ઝન પર રિલીઝ થવાની શરૂઆત થઈ છે. હાલ આ ફીચર્સનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ફીચર્સનો લાભ 2.21.3.13 બીટા યુઝર્સને મળશે. હાલ કંપની કેટલાક યુઝર્સ પર તેનું ટેસ્ટિંગ કરી રહી છે. જોકે તેનું સ્ટેબલ વર્ઝન ક્યારે લોન્ચ થશે કંપનીએ તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.
વીડિયો મ્યુટ કરવા માટે સ્પીકર આઈકોન પર ટેપ કરવાનું રહેશે
WABetaInfoની સાઈટમાં યુઝર્સને બીટા વર્ઝન અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ફીચરનો ઉપયોગ વ્હોટ્સએપના કેટલાક જૂનાં વર્ઝનના યુઝર્સ પણ કરી શકે છે. આ ફીચર વીડિયો એડિટિંગ સ્ક્રીન પર જોવા મળશે. આ વોલ્યુમ આઈકોન તરીકે મળશે. તેના પર ટેપ કરી વીડિયો મ્યુટ કરી શકાશે. બાકીના ઓપ્શન પહેલાં જેવાં જ હશે. તેમાં ઈમોજી, ટેક્સ્ટ અને એડિટનો ઓપ્શન સામેલ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.