4 ડિવાઈસ સાથે મલ્ટિપલ ડિવાઈસ સપોર્ટ ફીચર બાદ હવે વ્હોટ્સએપ નવું મલ્ટિ ડિવાઈસ સપોર્ટ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. આ નવાં ફીચરની મદદથી એક જ વ્હોટ્સએપ અકાઉન્ટ 2 સ્માર્ટફોન પર સપોર્ટ કરશે. વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WaBetaInfoએ આ નવાં ફીચરની માહિતી આપી છે.
રિપોર્ટ પ્રમાણે હાલ આ નવું ફીચર ડેવલપમેન્ટ ફેઝમાં છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર એક સાથે 2 ડિવાઈસ પર વ્હોટ્સએપનો ઉપયોગ કરી શકે છે.
મલ્ટિ ડિવાઈસ સપોર્ટ
હાલના મલ્ટિ ડિવાઈસ સપોર્ટ ફીચરથી એક વ્હોટ્સએપ અકાઉન્ટને 4 ડિવાઈસ અને સ્માર્ટફોન સાથે લિંક કરી શકાય છે. જોકે આ સપોર્ટ બીટા યુઝર્સ માટે રોલઆઉટ થયું છે. બીટા યુઝર્સ પરનો ટ્રાયલ સફળ રહ્યા બાદ આ ફીચર ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.
બીજા સ્માર્ટફોન પર અકાઉન્ટ લિંક કરવા પર હિસ્ટ્રી સિંક થશે
યુઝર પ્રથમ વખત બીજા મોબાઈલ ડિવાઈસને પોતાના વ્હોટ્સએપ અકાઉન્ટ સાથે લિંક કરશે ત્યારે ચેટ હિલ્ટ્રી સિન્ક થશે. WaBetaInfoના રિપોર્ટ પ્રમાણે, આ પ્રોસેસ એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ થશે.
બીજા ડિવાઈસ પર વ્હોટ્સએપ અકાઉન્ટનાં એક્શન મૂળ ડિવાઈસના જ લાગુ થશે. તે સર્વરથી તમામ મેસેજ ડાઉનલોડ કરી લેશે. તેના માટે ઈન્ટરનેટ કનેક્શનની પણ જરૂર નહિ રહે. આ ફીચર ટેબ્લેટ અને સ્માર્ટફોન માટે લોન્ચ થઈ શકે છે.
લોન્ચિંગ ડેટ પર સસ્પેન્સ
iOS બીટા યુઝર્સ માટે આ નવું ફીચર ડેવલપ કરવામાં આવી રહ્યું છે. એન્ડ્રોઈડ માટેનું કામ હજુ કતારમાં છે. આ ફીચર ક્યારે લોન્ચ થશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.