તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Message Schedule Feature| How To Schedule Whatsapp Messages On Android And Iphone, Follow These Steps

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક ગાઈડ:રાતે 12 વાગ્યે બર્થ ડે વિશ કરવી છે? તો વ્હોટ્સએપમાં શિડ્યુલ મેસેજ કરવાની આ ટિપ્સ જાણી લો

2 મહિનો પહેલા
  • તેના માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ થર્ડ પાર્ટી એપ ઈન્સ્ટોલ કરવાની રહેશે
  • મેસેજ તેના નિશ્ચિત સમયે ઓટોમેટિકલી વ્હોટ્સએપ કોન્ટેક્ટને સેન્ડ થઈ જશે

ફ્રેન્ડ્સ સાથે વીડિયો કોલિંગ હોય કે પછી ફોન પર બિઝનેસ દરેક કામ માટે હવે વ્હોટ્સએપનો ઉપયોગ વધવા લાગ્યો છે. કંપની પણ યુઝર્સ એન્ગેજમેન્ટ વધારવા માટે નવાં નવાં ફીચર્સ રોલઆઉટ કરી રહી છે. જોકે હજુ પણ યુઝર્સ Schedule Message Featureની રાહ જોઈ રહ્યા છે.

ભલે કંપનીએ વ્હોટ્સએપમાં આ ફીચર હાલ ન ઉમેર્યું હોય, પરંતુ તો પણ અન્ય રીતે તમે વ્હોટ્સએપમાં શિડ્યુલ મેસેજ સેન્ડ કરી શકો છો. જો તમે રાતના 12 વાગ્યે કોઈને બર્થ ડે વિશ કરવા માગો અથવા મીટિંગ સંબંધિત મેસેજ કરવા માગો છો તેના માટે આ ટ્રિક ખૂબ કામની છે. આવો તેની શરૂઆત કરીએ...

એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ રીતે મેસેજ શિડ્યુલ કરી શકાશે
સ્ટેપ 1:
તેના માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ થર્ડ પાર્ટી એપ SKEDit ડાઉનલોડ કરી એપ ઓપન કર્યા બાદ Sign Up કરો.

સ્ટેપ 2: લોગઈન કરી મેન મેન્યુમાં આપવામાં આવેલા WhatsApp વિકલ્પ પર ટેપ કરો. હવે તમને કેટલીક પરમિશન પૂછવામાં આવશે.

સ્ટેપ 3: હવે તમારે Enable Accessibility પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ Use service પર ટેપ કરો.

સ્ટેપ 4: હવે તમારે વ્હોટ્સએપ ચેટમાં જે કોન્ટેક્ટને શિડ્યુલ મેસેજ મોકલવા માગો છો તેનું નામ સર્ચ કરી મેસેજ ટાઈપ કરી સમય અને દિવસ સેટ કરો.

નોંધ: તમે એ પણ નક્કી કરી શકો છો કે તમે શિડ્યુલ મેસેજને રિપીટ કરવા માગો છો કે નહિ. અહીં તમને Ask me before sending નો પણ વિકલ્પ મળશે. તમામ માહિતી સબમિટ કરી કર્યા બાદ OK પર ક્લિક કરો.

સ્ટેપ 5: હવે તમારો મેસેજ નિશ્ચિત કરેલા સમયે ઓટોમેટિકલી વ્હોટ્સઅપ પર સેન્ડ થઈ જશે.

આઈફોન માટે

  • એન્ડ્રોઈડની જેમ સ્માર્ટફોન માટે કોઈ એપ તો નથી, પરંતુ કમે siri અને શોર્ટકટ એપ્સની મદદથી આ કામ કરી શકો છો.
  • જો ફોનમાં શોર્ટકટ એપ પહેલાંથી નથી તો એપ સ્ટોર પરથી તેને ડાઉનલોડ કરો.
  • બોટમમાં આપવામાં આવેલાં ઓટોમેશન ટેબ પર ક્લિક કરો.
  • ટોપ રાઈટ કોર્નર પર રહેલાં + આઈકોન પર ટેપ કરી Create Personal Automation પર ટેપ કરો.
  • હવે મેસેજ શિડ્યુલ કરવા માટે Time of Day પર ટેપ કરો. દિવસ અને સમય સિલેક્ટ કરી Next પર ટેપ કરો.
  • Add Action પર ટેપ કરી સર્ચ બારમાં Text લખો અને લિસ્ટમાંથી Text ઓપ્શન સિલેક્ટ કરો.
  • હવે મેસેજ ટાઈપ કરો. ટેક્સ્ટ ફિલ્ડ નીચે રહેલા + આઈકોન પર ટેપ કરી ફરી વ્હોટ્સએપ સર્ચ કરો.
  • હવે એક્શન લિસ્ટમાંથી Send Message via WhatsAppની પસંદગી કરો. કોન્ટેક્ટ સિલેક્ટ કરો અને Next પર ટેપ કરો.
  • હવે તમારો મેસેજ નક્કી કરેલા સમય પર ઓટોમેટિકલી વ્હોટ્સએપ પર જતો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser