ટેક ન્યુઝ:વોટ્સએપ ટૂંક સમયમાં યુઝર્સને એકથી વધુ સ્માર્ટફોન પર એકાઉન્ટ એક્સેસ કરવાની સુવિધા આપી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વોટ્સએપ યુઝ કરતા હશે તેમને ખ્યાલ જ હશે કે, હાલમાં એક એકાઉન્ટને માત્ર એક સ્માર્ટફોન સાથે લિંક કરી શકાય છે. આનો અર્થ એ છે કે, જો તમે એક ફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે તેને એક જ નંબરથી બીજા મોબાઇલ ફોન પર એક્સેસ કરી શકતા નથી. વોટ્સએપ વેબ માટે તમારે લેપટોપ અથવા ડેસ્કટોપ પર આધાર રાખવો પડે છે કારણકે, તે મોબાઇલ બ્રાઉઝર્સ અથવા ટેબ્લેટ્સ પર કામ કરતું નથી. જો કે, આમાં ટૂંક સમયમાં જ બદલાવ આવી શકે છે.

WABetaInfo ના જણાવ્યા મુજબ વોટ્સએપનું બીટા અપડેટ (વર્ઝન 2.22.10.13) ટૂંક સમયમાં યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વોટ્સએપ એપ્લિકેશન ભવિષ્યના અપડેટમાં મોબાઇલ ઉપકરણોને લિંક કરવાની ક્ષમતા લાવવા પર કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ વોટ્સએપને એક મુખ્ય ફોનથી અન્ય મોબાઇલ ડિવાઇસમાં લિંક કરી શકો છો. આ સુવિધા હજુ ડેવલપમેન્ટ હેઠળ છે અને દરેક બીટા યુઝર તેને જોઈ શકશે નહિ.

મળતી માહિતી મુજબ આ મલ્ટી-ડિવાઇસ સપોર્ટનું બીજું વર્ઝન હશે, જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું. દાખલા તરીકે, વોટ્સએપ વેબનો મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ ચાર ઉપકરણો સુધી મર્યાદિત છે. ન્યુ અપકમિંગ ફીચર સેટિંગ્સમાં "Register Device as Companion" તરીકે ઓળખાતા વિભાગ સાથે બતાવી શકે છે. જ્યારે કોઈ યુઝર અન્ય મોબાઇલ ડિવાઇસ પર વોટ્સએપ ખોલવાનો પ્રયાસ કરે છે ત્યારે આ દેખાશે. એવું લાગે છે કે આ QR કોડને સ્કેન કરીને પણ કામ કરશે જેમકે, વોટ્સએપ વેબ આ સમયે કામ કરે છે. યુઝર્સ ભવિષ્યમાં એન્ડ્રોઇડ ટેબ્લેટને સબ ડિવાઇસ તરીકે પણ લિંક કરી શકશે.