વ્હોટ્સએપ ન્યૂ ફીચર ટેસ્ટિંગ:હવે અમુક કોન્ટેક્ટ માટે લાસ્ટ સીન, પ્રોફાઈલ પિક્ચર અને સ્ટેટસ ડિસેબલ કરી શકાશે, કંપનીએ ફીચરનું નામ જણાવ્યું

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઈડ અને iOSના બીટા વર્ઝન પર ચાલુ છે
  • વ્હોટ્સએપ ટૂંક સમયમાં ‘My contacts except’ નામનું ફીચર રજૂ કરશે

વ્હોટ્સએપ સમયમાં યુઝર્સ માટે નવું ફીચર લોન્ચ કરવાનું છે. આ ફીચરમાં તેઓ અમુકે કોન્ટેક્ટ માટે પોયણું લાસ્ટ સીન, સ્ટેટસ, પ્રોફાઈલ પિક્ચર ડિસેબલ કરી શકશે. હાલ સિલેક્શન માટે યુઝર્સ પાસે માત્ર ત્રણ ઓપ્શન જ છે. વ્હોટ્સ એપ યુઝર્સ પોતાનો પ્રોફાઈલ પિક્ચર, લાસ્ટ સીન અને સ્ટેટસ બધાને જોવા દઈ શકે છે અથવા તો પોતાના કોન્ટેક્ટ્સ સુધી સીમિત રાખી શકે છે.

જો કે, આ બધા ઓપ્શનને અમુક ખાસ લોકોથી હાઇડ કરવાનો કોઈ ઓપ્શન નથી. વ્હોટ્સ એપનું ટેસ્ટિંગ ચાલુ છે.

‘My contacts except’નો ઓપ્શન મળશે
ટેક ન્યૂઝ વેબસાઈટ Wabetainfoના રિપોર્ટ પ્રમાણે, વોટ્સએપ પોતાના પ્રાઇવસી સેટિંગ્સમાં ચેન્જ કરી રહ્યું છે. ફીચરનું ટેસ્ટિંગ એન્ડ્રોઈડ અને iOSના બીટા વર્ઝન પર ચાલુ છે. વ્હોટ્સએપ ટૂંક સમયમાં ‘My contacts except’ નામનું ઓપ્શન રજૂ કરશે, જેથી યુઝર્સ પોતાનું લાસ્ટ સીન ઇનેબલ કરી શકે અને સ્પેસિફિક કોન્ટેક્ટ માટે ડિસેબલ કરી શકે છે.

વર્કિંગ કેવી રીતે કરશે?
My Contacts Except ઓપ્શનથી યુઝરને જે કોન્ટેક્ટ્સ સાથે પોતાનો પ્રોફાઈલ પિક્ચર, સ્ટેટસ અને લાસ્ટ સીન શેર ના કરવો હોય તે કોન્ટેક્ટ સિલેક્ટ કરી ડિસેબલ કરી શકે છે. આ લિસ્ટમાં કેટલા નામ ઉમેરી શકાય તેના વિશે ફીચર ટ્રેકરે કોઈ ચોખવટ કરી નથી, પરંતુ પ્રાઇવસી સેટિંગ્સમાં જોડેલા નવા ઓપ્શનનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે. તમે જેની સાથે તમારો લાસ્ટ સીન શેર નહીં કરો, તો તમને પણ તે યુઝરનો લાસ્ટ સીન નહીં દેખાય.