ન્યૂ ફીચર:હવે ભૂલવાળો વોઈસ મેસેજ સેન્ડ કર્યા બાદ તેને ડિલીટ કરવાની માથાકૂટ નહિ રહે, વ્હોટ્સએપે વોઈસ મેસેજ પ્રિવ્યૂ ફીચર લોન્ચ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એન્ડ્રોઈડ અને iOS બીટા યુઝર્સ પર વોઈસ મેસેજ પ્રિવ્યૂ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં
  • ફેસબુકની જેમ હવે વ્હોટ્સએપમાં પણ મેસેજ રિએક્શનની સુવિધા મળશે

વ્હોટ્સએપ ચેટમાં ઓડિયો ફાઈલ સેન્ડ કર્યા બાદ યુઝરને પોતાની ભૂલ સમજાય તો તેણે મેસેજ ડિલીટ કરી ફરી ઓડિયો મોકલવો પડે છે. યુઝરની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કંપની વોઈસ મેસેજમાં નવી અપડેટ આપશે. વ્હોટ્સએપમાં ઓડિયો ફાઈલનું સ્પીડ એડ્જસ્ટમેન્ટ અને વેવફોર્મ્સ બાદ હવે કંપની વધુ સુવિધા આપવા જઈ રહી છે. વોઈસ મેસેજ સેન્ડ કર્યા પહેલાં હવે યુઝર પોતાનો વોઈસ મેસેજ સાંભળી શકશે.

વ્હોટ્સએપ એન્ડ્રોઈડ અને iOS બીટા યુઝર્સ પર તેનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચર લોન્ચ થવાથી ભૂલવાળો વોઈસ મેસેજ ડિલીટ કરવાની માથાકૂટ નહિ રહે. વ્હોટ્સએપના ફીચર્સ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ આ અપકમિંગ ફીચરની માહિતી આપી છે.

આ સાથે જ કંપની વોઈસ મેસેજમાં જ 2 નવાં ફીચર ઉમેરવા જઈ રહી છે. તેમાં કંપની ટ્વિટર અને ફેસબુકની જેમ મેસેજ રિએક્શન અને વોઈસ મેસેજ રેકોર્ડ કરતી વખતી સ્ટોપ બટન આપશે. WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, મેસેજ રિએક્શન ફીચર ડેવલપમેન્ટમાં છે. આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ સાથે iOS યુઝર્સ અને વેબ યુઝર્સને પણ મળશે.

iOSના 2.21.170.15 યુઝર્સ અને કેટલાક એન્ડ્રોઈડ બીટા યુઝર્સમાં કંપનીએ વોઈસ મેસેજમાં એડિશનલ સ્ટોપ બટન પણ લોન્ચ કર્યું છે. વોઈસ મેસેજ મોકલતી વખતે યુઝરને ક્યાંક અટકવું હોય તો તે આ બટન પર ક્લિક કરી શકે છે. આ અપડેટમાં અગાઉનો ડિલીટ આઈકોન પણ યથાવત રહેશે. વ્હોટ્સએપના આ તમામ ફીચર્સ હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે. બીટા યુઝર્સ પર તેનું ટેસ્ટિંગ સફળ થયા બાદ કંપની તેને ગ્લોબલી લોન્ચ કરશે.