તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ ફીચર:વ્હોટ્સએપે બીટા યુઝર્સ માટે 'પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ' ફીચર લોન્ચ કર્યું, ટૂંક સમયમાં ગ્લોબલી લોન્ચ થશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચરમાં યુઝર્સને વોઈસ મેસેજમાં 1x, 1.5x અને 2xની સ્પીડનો ઓપ્શન મળશે
  • એન્ડ્રોઈડ અને iOSની બીટા વર્ઝન માટે આ ફીચર અવેલેબલ છે

વ્હોટ્સએપે ફરી એક વાર પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ ફીચર લોન્ચ કર્યું છે. આ પહેલાં પણ તેને એન્ડ્રોઈ યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કર્યું હતું. જોકે નવી અપડેટમાં તેને ડિલીટ કરવામાં આવ્યું હતું. હવે ફરી એન્ડ્રોઈડ અને iOSના બીટા યુઝર્સ માટે તેને લોન્ચ કર્યું છે.

વ્હોટ્સએપ બીટા યુઝર્સ લેટેસ્ટ અપડેટ ડાઉનલોડ કરી આ ફીચરનો લાભ મેળવી શકે છે. યુઝર્સ બીટા પ્રોગ્રામ માટે આ લિંક પર ક્લિક કરી જોડાઈ શકે છે. iOS યુઝર્સે ટેસ્ટ ફ્લાઈટ એપ ડાઉનલોડ કરી બીટા વર્ઝનનો ઉપયોગ કરી શકે છે.

આ ફીચરની મદદથી યુઝર વોઈસ મેસેજની સ્પીડ બદલી શકે છે. તેમાં યુઝર્સને વોઈસ મેસેજમાં 1x, 1.5x અને 2xની સ્પીડનો ઓપ્શન મળશે. પહેલાં વોઈસ મેસેજ નોર્મલ સ્પીડમાં સંભળાશે. તેના પર ફર્સ્ટ ટેપ કરતાં સ્પીડ 1x, બીજી વાર ટેપ કરતાં 1.5x અને ત્રીજી વાર ટેપ કરતાં 2x થશે.

WABetainfoએ શેર કરેલો સ્ક્રીન શૉટ
WABetainfoએ શેર કરેલો સ્ક્રીન શૉટ

આ ફીચરમાં વોઈસ મેસેજની સ્પીડ વધારવાનો ઓપ્શન મળશે. સ્પીડ સ્લો કરવા માટે યુઝર્સને કોઈ ઓપ્શન નહિ મળે. આ ફીચર iOS અને એન્ડ્રોઈડના બીટા વર્ઝન પર અવેલેબલ થતાં કહી શકાય કે વ્હોટ્સએપ ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે.

ડિસઅપિયરિંગ ફીચર
વ્હોટ્સએપ ડિસઅપિયરિંગ ફીચરનું ટાઈમ ડ્યુરેશન ઓછું કરવા પર પણ કામ કરી રહી છે. વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetainfoના રિપોર્ટ પ્રમાણે કંપની આ નવાં ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આગામી દિવસોમાં તેને એન્ડ્રોઈડ, iOS સાથે વેબ અને ડેસ્કટોપ માટે લોન્ચ કરવામાં આવશે. કંપની આ ફીચરનો ટાઈમ ઘટાડી 24 કલાક કરી શકે છે.

iOS અને એન્ડ્રોઈડનું ચેટ માઈગ્રેશન
ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં એવું ફીચર આવશે જેનાથી સરળતાથી iOS અને એન્ડ્રોઈડ ડિવાઈસ વચ્ચે ચેટ માઈગ્રેટ કરી શકાશે. હાલ iOS અને એન્ડ્રોઈડ સ્વિચ કરવા પર ચેટ હિસ્ટ્રી જતી રહે છે. આ ફીચર લોન્ચ થયા બાદ યુઝર ચેટ હિસ્ટ્રી સુરક્ષિત રાખીને તેમનું અકાઉન્ટ સ્વિચ કરી શકશે. લીક રિપોર્ટના શેર કરેલા સ્ક્રીન શોટમાં આઈફોન અને એન્ડ્રોઈડને સામસામે દર્શાવાયા છે, આઈફોનમાં Move chats to andtoid featureનો ઓપ્શન જોવા મળે છે. તેથી કહી શકાય કે હાલ વ્હોટ્સએપ આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો