તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Issues Clarification After Continuous Social Media Criticism Over The New Update, Says 'It Is Only For Business Chats'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હોટ્સએપની સ્પષ્ટતા:પોલિસી બદલવાથી યુઝરની ડેટા સેફ્ટી પર અસર નહિ થાય, નવા ફેરફારો માત્ર બિઝનેસ ચેટ માટે કરાયા

15 દિવસ પહેલા

વ્હોટ્સએપની નવી પોલિસી કંપની માટે મુશ્કેલી બની છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેના માટે વ્હોટ્સએપને ટ્રોલ કરી રહ્યા છે. તેવામાં હવે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે નવી અપડેટથી ફેસબુક સાથે ડેટા શેરિંગમાં કોઈ ફેરફાર નહિ થાય. ચેટ અને કોલ ડિટેલ પહેલાંની જેમ જ સુરક્ષિત રહેશે. એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન પણ યથાવત રહેશે. દુનિયાભરમાં વ્હોટ્સએપના 200 કરોડથી વધારે યુઝર્સ છે.

બિઝનેસ ચેટ માટે પોલિસીમાં ફેરફાર કર્યો
કંપનીએ કહ્યું કે ગત વર્ષે ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ લોકો માટે ખરીદદારી સરળ બનાવવા ઈચ્છે છે. લોકો એપની મદદથી ડાયરેક્ટ ખરીદદારી કરી શકશે. મોટા ભાગના લોકો તેનો ઉપયોગ ફેમિલી અને ફ્રેન્ડસ સાથે ચેટિંગ કરવા માટે કરે છે. તેનાથી તેના બિઝનેસને પણ વેગ મળશે.

વ્હોટ્સએપના હેડ વિલ કેથાર્ટે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કંપનીએ પોતાની પોલિસીમાં ટ્રાન્સપરન્સી લાવવા અને પીપલ ટુ બિઝનેસના ઓપ્શનલ ફીચરની માહિતી આપવા માટે અપડેટ કરી છે. એ સ્પષ્ટ થવું જરૂરી છે કે અપડેટ બિઝનેસ સંબંધિત માહિતી આપવા માટે કરવામાં આવી છે. તેનાથી ફેસબુક સાથે ડેટા શેર કરવાની અમારી પોલિસી પર કોઈ અસર નહિ થાય.

વ્હોટ્સએપની નવી પોલિસી પર શા માટે ચિંતા કરવી જોઈએ?
વ્હોટ્સએપે પોતાની નવી પોલિસીમાં સ્પષ્ટ કર્યું છે કે યુઝરે તેમની પ્રાઈવસી કંપની સાથે શેર કરવી પડશે. અર્થાત વ્હોટ્સએપ હવે તમારા તમામ ડેટા પર નજર રાખી શકશે અને એક્સેસ કરી શકશે. તેનાથી તમારી પ્રાઈવસી નહિ રહે. ભારતમાં વ્હોટ્સએપ યુઝર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. અર્થાત પોલિસી અગ્રી કર્યા બાદ તમારા ખર્ચા, IP એડ્રેસ, લોકેશન, સ્ટેટસ કન્ટેન્ટ, કોલ જેવા તમામ ડેટા કંપની એક્સેસ કરી શકશે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
નવી પોલિસીમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser