અપકમિંગ પ્રાઈવસી ફીચર:વ્હોટ્સએપ પર અન્ય યુઝરને મોકલેલો ફોટો તે સેવ કે ફોરવર્ડ નહિ કરી શકે, સ્ક્રીન શૉટ લેશે તો પણ અલર્ટ મળશે

એક વર્ષ પહેલા
  • આ ફીચરનું એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે
  • અપકમિંગ ફીચરની મદદથી સેન્ડ કરેલો ફોટોઝ એક્સપોર્ટ પણ નહિ કરી શકાય

જો તમે વ્હોટ્સએપની પ્રાઈવસીની લઈને ચિંતિત છો તો હવે ટૂંક સમયમાં તેમાં એક ફીચર ઉમેરાવા જઈ રહ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફીચરના ઉપયોગથી ચેટ પર ફોટોઝ મોકલવામાં આવે તો તે આપમેળે ડિલીટ થઈ શકે છે. વ્હોટ્સએપને ટ્રેક કરનારી સાઈટ WABetaInfoએ સોશિયલ મીડિયા પર આ અપકમિંગ ફીચરની માહિતી આપી છે.

WABetaInfoએ ટ્વીટ કરી જણાવ્યું કે, વ્હોટ્સએપ સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ ફોટો ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તેને એન્ડ્રોઈડ અને iOS પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર ચેટ પર મોકલવામાં આવેલા ફોટોઝ આપમેળે ડિલીટ કરી દેશે. આ સિવાય આ ફીચર શું કામ કરશે આવો જાણીએ...

ફીચરનાં માધ્યમથી સેન્ડ કરેલો ફોટોઝ એક્સપોર્ટ નહિ કરી શકાય

  • સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ મોડમાં મોકલેલા ફોટોઝને એક્સપોર્ટ નહિ કરી શકાય. તેનો મતલબ એ છે કે આ ફીચરથી મોકલેલો ફોટો સેન્ડ કરેલા યુઝર્સની ગેલરીમાં સેવ નહિ થાય.
  • WABetaInfoના જણાવ્યા પ્રમાણે, અત્યાર સુધી સ્ક્રીન શૉટ ડિટેક્શનને સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ ફીચર સાથે અટેચ કરવામાં આવ્યું નથી, જે ફોટોનો સ્ક્રીન શૉટ લેતાં જ યુઝર્સને માહિતી આપી દેશે.
  • ટ્વીટમાં ફીચરનાં કેટલાક સ્ક્રીન શૉટ શેર કરવામાં આવ્યા છે. તે પ્રમાણે એક વખત ફોટો સેન્ડ કર્યા બાદ જ્યારે સામેવાળો યુઝર તેને જોઈ લે અને ચેટ ક્લોઝ કરી દે તો ફોટો ગાયબ થઈ જશે.
  • સ્ક્રીન શૉટ પ્રમાણે, સેલ્ફ ડિસ્ટ્રક્ટિંગ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરને ગેલરીમાંથી ફોટોની પસંદગી કરવાની રહેશે. ફોટો સિલેક્ટ કર્યા બાદ ક્લોક આઈકોન 'Add a caption' નજદીક જોવા મળશે. ત્યારબાદ તમે આ ફીચરનો ઉપયોગ કરી ફોટો સેન્ડ કરી શકો છો.

સોશિયલ મીડિયા પર અપકમિંગ ફીચરના સ્ક્રીન શૉટ