ટેક ન્યુઝ:વ્હોટ્સએપ ‘મિસ્ડ કોલ’ માટે નવું API લાવવાની કરી રહ્યું છે તૈયારી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપ WhatsApp iOSના બીટા વર્ઝનમાં મિસ્ડ કોલ માટે નવું ‘Do not disturb’ API લાવી રહ્યું છે, જે તમને વ્હોટ્સએપ ઓડિયો મિસ્ડ કોલ વિશે વધુ માહિતી આપશે. તાજેતરમાં જ વ્હોટ્સએપને ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ ફિચર પર કામ કરતાં સ્પોટ કરવામાં આવ્યું છે, જે તમને મેસેજ એડિટ કરવાની સુવિધા આપશે અને મેસેજ પર પ્રતિક્રિયા આપવા માટે વધુ નવા સ્કિનટોન આપશે.

મેટાની માલિકી ધરાવતું વ્હોટ્સએપ માત્ર મેસેજિંગ પ્લેટફોર્મ જ નથી, પરંતુ ઓટો-રિસ્પોન્સ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઓડિયો કોલ્સ જેવી અનેક સુવિધાઓ સાથેનું એક બિઝનેસ ટૂલ પણ છે, જેનો ઉપયોગ સામાન્ય લોકો પણ કરે છે. વ્હોટ્સએપ ઓડિયો કોલ તેના અપડેટમાં વધુ એક પગલું આગળ વધી રહ્યું છે. સ્ટાન્ડર્ડ કોલ સિસ્ટમમાં ‘ડૂ નોટ ડિસ્ટર્બ મોડ’ ને કારણે તમે કોલ મિસ કર્યો છે તે દર્શાવતી કોઈ સુવિધા નથી, પરંતુ વ્હોટ્સએપ તેનું પ્લાનિંગ કરી રહ્યું છે.

WABetaInfoના રિપોર્ટ મુજબ વ્હોટ્સએપે iOSના બીટા વર્ઝનમાં મિસ્ડ કોલ માટે એક નવું ‘Do not disturb’ API રોલઆઉટ કર્યું છે. આ APIથી વ્હોટ્સએપ એ શોધી કાઢશે કે તમારો ‘Do not disturb’ મોડ ચાલુ છે કે બંધ છે, જેમકે તમે ઉપરોક્ત સ્ક્રીનશોટમાં જોઈ શકો છો કોલ હિસ્ટ્રીમાં તમને કોલ પર એક નવું ટેગ દેખાશે, જે તમને બતાવશે કે જ્યારે તમારું ડિવાઇસ ‘Do not disturb’ મોડ પર હતું ત્યારે તમને કોઈનો કોલ આવ્યો હતો.

આ નવું ટેગ કંઈક આવું હશે, "Silenced by Do Not Disturb" અને તે માત્ર DND મોડ પર જ કામ કરે છે. આ API માત્ર iOS 15 માટે સપોર્ટેડ છે, જે હાલમાં આઇફોનમાં છે, પરંતુ ટૂંક સમયમાં iOS 16 આવી રહ્યું છે, તેથી આવનાર સમય માટે કહી શકીએ નહી. iPhone 6s અને તે પછીના વર્ઝનમાં સપોર્ટ કરશે. આ ફીચર હાલમાં માત્ર iOSના બીટા વર્ઝનમાં જ જોવા મળે છે અને ટૂંક સમયમાં જ તે તમામ iOS 15 સપોર્ટેડ આઇફોન માટે રોલઆઉટ થશે. આ ઉપરાંત એન્ડ્રોઇડ અને ડેસ્કટોપ વર્ઝન માટે કોઇ માહિતી નથી.