મલ્ટિ ડિવાઈસ સપોર્ટ બાદ વ્હોટ્સએપ યુઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખી નવાં ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. વ્હોટ્સએપ ગ્રુપમાં એડમિનને એક્સ્ટ્રા પાવર આપવા જઈ રહી છે. આ ફંક્શનનું નામ Community છે.
Community ફીચરથી ગ્રુપ એડમિન્સ ગ્રુપની અંદર પણ ગ્રુપ બનાવી શકે છે. આ નવું ફીચર 2.21.21.6 બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. વ્હોટ્સએપના ફીચર ટ્રેક કરતી વેબસાઈટ wabetainfoએ અપકમિંગ ફીચરનો સ્ક્રીન શૉટ શેર કર્યો છે.
રિપોર્ટ પ્રમાણે Communityમાં લિંક અથવા QR કોડ દ્વારા ઈન્વિટેશનની સિસ્ટમ હોઈ શકે છે. એડમિનને Communityમાં કન્ટેન્ટ શેર કરવા માટે અલગથી ચેનલ મળશે.
Community સાથે કંપની 'Delete for Everyone' ફીચરમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. હાલ વ્હોટ્સએપમાં 4,096 સેકન્ડ્સ પહેલાનાં મેસેજ ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. જોકે આ ટાઈમ લિમિટ પહેલાં 7 મિનિટની હતી. આ ફીચર ગ્રુપ અને પર્સનલ ચેટમાં કામ કરે છે. જોકે બ્રોડકાસ્ટ ગ્રુપમાં આ ફીચર સપોર્ટ કરતું નથી. રિપોર્ટ પ્રમાણે કંપની 'Delete for Everyone'ની ટાઈમ લિમિટ વધારવા જઈ રહી છે. હવે કલાકો જૂના મેસેજ પણ યુઝર્સ ડિલીટ કરી શકશે.
વ્હોટ્સએપે તાજેતરમાં જ મલ્ટિપલ ડિવાઈસ લોગઈન ફીચર રિલીઝ કર્યું છે. આ ફીચરની મદદથી તમે વ્હોટ્સએપ અકાઉન્ટ તમારા સ્માર્ટફોન સાથે લેપટોપ, ટેબ્લેટ સહિત અન્ય ડિવાઈસ પર એક્સેસ કરી શકશો. આટલું જ નહિ આ અકાઉન્ટમાં લોગઈન કર્યા બાદ ઈન્ટરનેટની જરૂર નહિ રહે. નવું ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને માટે રોલઆઉટ થયું છે.
ઈન્ટરનેટ વગર વ્હોટ્સએપની મજા
પહેલાં web.whatsapp.com પર ડેસ્કટોપથી લોગઈન કર્યા બાદ ડિવાઈસમાં ઈન્ટરનેટ હોય તે જરૂરી હતું. જોકે હવે પ્રાઈમરી ડિવાઈસ વગર અન્ય ડિવાઈસ પર અકાઉન્ટ એક્સેસ કરી શકાશે. વેબ યુઝર્સ સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ કનેક્શન ન હોય તો પણ મેસેજ સેન્ડ અને રિસીવ કરી શકશે. જોકે તેના માટે યુઝરે બીટા પ્રોગ્રામમાં સામેલ થવું પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.