તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ:હવે વ્હોટ્સએપનું ફેક વર્ઝન આવ્યું, ઈટાલીની કંપની આઈફોનમાં તેને ઈન્સ્ટોલ કરી પર્સનલ ડેટા ચોરી કરે છે

એક મહિનો પહેલા

હેકર્સે હવે ડેટા ચોરી કરવાની નવી રીત શોધી કાઢી છે. રિપોર્ટ પ્રમાણે, ઈટાલીની સર્વિલાન્સ કંપની Cy4Gateએ આઈફોન માટે વ્હોટ્એપનું ફેક વર્ઝન તૈયાર કર્યું છે. આ ફેક વર્ઝનથી યુઝરના આઈફોનમાં કેટલીક સંવેદનશીલ ફાઈલ ઈન્સ્ટોલ કરવામાં આવે છે અને યુઝરનો પર્સનલ ડેટા સ્ટોર કરવામાં આવે છે. 2019માં ઈઝરાયલે NSO ગ્રુપ દ્વારા બનાવેલા પેગાસસ સ્પાઈવેરથી આશરે 1400 વ્હોટ્સએપ યુઝર્સને પોતાની ઝપેટમાં લીધા હતા, જેમાં ભારત સહિત ઘણા દેશોના પત્રકાર અને હાઈ પ્રોફાઈલ લોકો સામેલ હતા.

વિઝિટર્સને ભટકાવીને ફેક એપ ડાઉનલોડ કરાવતા હતા
ટોરન્ટો વિશ્વવિદ્યાલયમાં સાયબરસ્પેસ રિસર્ચ લેબ સિટીજન લેબમાં મધરબોર્ડ સાથે મળી આઈફોન માટે વ્હોટ્સએપનું ફેક વર્ઝન શોધવામાં કામ કરવામાં આવ્યું. તેને Cy4Gate દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. ફેક વ્હોટ્સએપ વર્ઝનનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે સિક્યોરિટી કંપની ZecOpsએ વ્હોટ્સએપ યુઝર્સ વિરુદ્ધ થયેલા હુમલા વિશે ટ્વીટ કર્યું.
મધરબોર્ડે જણાવ્યું કે config5-dati.com ડોમેન સાથે એક સાઈટ મળી, જે ફેક એપ ઈન્સ્ટોલ કરવા માટે યુઝર્સને ભટકાવતી હતી. આ આઈફોનની એક સ્પેશિયલ કોન્ફિગ્રેશન ફાઈલ હતી. તેને યુઝર્સની માહિતી ભેગી કરવા અને હેકર્સ સુધી પહોંચવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.

ફેક એપ આબેહુબ અસલ એપ જેવી

  • મધરબોર્ડે જણાવ્યું કે સાઈટની સાર્વજનિક કરેલી લિંકથી જોડાયેલા ડોમેનમાં ઘણા ક્લસ્ટર મળ્યા. ઓરિજિનલ URLના કેટલાક રૂપાતંરણ શોધવામાં આવ્યા હતા. તેમાંથી એક config1-dati.com હતું, જે વ્હોટ્સએપના ફેક વર્ઝનને ઈન્સ્ટોલ કરવા માટેનું એક ફિશિંગ પેજ હતું. બ્રાન્ડિંગ અને ગ્રાફિક્સ વાઈઝ તે આબેહુબ ઓરિજિનલ જેવું જ લાગે છે. તેમાં એ પણ માહિતી હતી કે એપ કેવી રીતે ઈન્સ્ટોલ કરવી.
  • સિટીઝન લેબના સંશોધનકર્તા બિલ માર્ઝાકના જણાવ્યા પ્રમાણે, ફિશિંગ પેજમાં આપવામાં આવેલી કન્ફિગ્યુરેશન ફાઈલ હેકરને UID અને IMEI સહિત ડિવાઈસ ડિટેલ સર્વર પર મોકલવાની પરવાનગી આપી રહી હતી. જો કે, સંશોધનકર્તા એ નથી જાણી શક્યા કે, તે યુઝરના ડિવાઈસમાંથી ફાઈલ અને કયા પ્રકારના ડેટા લઈ શકે છે.
  • એ વાતની પણ કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી કે વ્હોટ્સએપના ફેક વર્ઝનનો સંબંધ Cy4Gate સાથે છે, જે ઈટાલીમાં કાયદા એજન્સીઓ અને સરકાર સાથે કામ કરે છે. જો કે, ડોમેનનું એક સેટ જોવા મળ્યું છે, જેને config5-dati.com ડોમેન પર એક IP એડ્રેસ શેર કર્યું. તેનો સંબંધ કેટલાક અન્ય ડોમેન સાથે પણ હતો, જેમાંથી એક "cy4gate srl"માં રજિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું. તેનાથી હિંટ મળી કે તેનું કનેક્શન ઈટાલીની સર્વેલન્સ કંપની સાથે છે.

સુરક્ષિત રહેવા માટે એપ સ્ટોરમાંથી જ એપ ડાઉનલોડ કરવી- વ્હોટ્સએપ
વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, સુરક્ષિત રહેવા માટે માત્ર એપ સ્ટોરમાંથી વ્હોટ્સએપ ડાઉનલોડ કરો. વધુમાં કહ્યું, અમે સ્પાયવેર કંપનીઓનો સખત વિરોધ કરીએ છીએ અને ફેક વર્ઝનની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપીએ છીએ. બીજાને નુકસાન પહોંચાડવા માટે વ્હોટ્સએપમાં ફેરફાર કરવો તે અમારી શરતોનું ઉલ્લંઘન છે. તે ઉપરાંત અમે મોડિફાઈડ કરેલા વ્હોટ્સએપનો ઉપયોગ કરનારા ગ્રાહકો પર અસ્થાયીરૂપે પ્રતિબંધિત લગાવી શકીએ છીએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો