• Gujarati News
  • Utility
  • Gadgets
  • Whatsapp; Data Grabbing Apps | Facebook Messenger Collect Personal Data Compared To Telegram And Other Messaging Apps

પ્રાઈવસી ઈન ડેન્જર:વ્હોટ્સએપ તમારી 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કલેક્ટ કરે છે, તો ફેસબુક પાસે તમારો 30 પ્રકારનો ડેટા સેવ રહે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપે પોતાની નવી પોલિસી નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. આ પોલિસી પ્રમાણે કંપની હવે યુઝરનો ડેટા એક્સેસ કરી શકશે. આ નવી પોલિસી અગ્રી કરવી પણ જરૂરી છે. જો ન કરવામાં આવી તો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. વ્હોટ્સએપ અને ફેસબુક સૌથી વધારે યુઝર ઈન્ફોર્મેશન અને ડેટા કલેક્ટ કરે છે. આ ડેટા અન્ય કોઈ પણ મેસેજિંગ એપ્સ કરતાં અનેક ગણો વધારે છે.

વ્હોટ્સએપ પાસે 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા
વ્હોટ્સએપ પાસે યુઝરના 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા છે. તો વ્હોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુક મેસેન્જર પાસે તમારા 30 પ્રકારના ડેટા રહે છે. તેની સરખામણીએ ટેલિગ્રામ પાસે માત્ર 3 જ પ્રકારનો ડેટા રહે છે. એપલના આઈમેસેજ પાસે 4 પ્રકારનો ડેટા હોય છે. સિગ્નલ મેસેજિંગ એપ્સ પાસે યુઝરનો માત્ર મોબાઈલ નંબર જ હોય છે.

તમામ એપ્સ પાસે યુઝરની ઈન્ફોર્મેશન અને ડેટાનું લિસ્ટ

9to5Macએ એક ઈમેજ શેર કરી છે. તેમાં આઈમેસેજ, સિગ્નલ અન ટેલિગ્રામની સરખામણીએ વ્હોટ્સએપ અને ફેસબુક મેસેન્જર કયા ડેટા કલેક્ટ કરે છે તે દર્શાવાયું છે. તમે આઈફોનના એપ સ્ટોરમાં જઈ આ ડિટેલ્સ આપમેળે જોઈ શકો છો.

દુનિયાભરમાં આ એપ્સના કરોડો એન્ડ્રોઈડ યુઝર્સ ઉપયોગ કરી રહ્યા છે

એપઈન્સ્ટોલ (ગૂગલ પ્લે)
વ્હોટ્સએપ500 કરોડ
મેસેન્જર100 કરોડ
ટેલિગ્રામ50 કરોડ
સિગ્નલ1 કરોડ

વ્હોટ્સએપની નવી પોલિસી પર શા માટે ચિંતા કરવી જોઈએ?
વ્હોટ્સએપે પોતાની નવી પોલિસીમાં સ્પષ્ટ કર્યું છે કે યુઝરે તેમની પ્રાઈવસી કંપની સાથે શેર કરવી પડશે. અર્થાત વ્હોટ્સએપ હવે તમારા તમામ ડેટા પર નજર રાખી શકશે અને એક્સેસ કરી શકશે. તેનાથી તમારી પ્રાઈવસી નહિ રહે. ભારતમાં વ્હોટ્સએપ યુઝર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. અર્થાત પોલિસી અગ્રી કર્યા બાદ તમારા ખર્ચા, IP એડ્રેસ, લોકેશન, સ્ટેટસ કન્ટેન્ટ, કોલ જેવા તમામ ડેટા કંપની એક્સેસ કરી શકશે.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
નવી પોલિસીમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે વ્હોટ્સએપના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.