• Gujarati News
  • Utility
  • Gadgets
  • WhatsApp Chat Will Not Be Leaked Now, The Company Will Soon Launch 'end To End Encrypted' Chat Backup Feature

ન્યૂ ફીચર:હવે વ્હોટ્સએપ ચેટ લીક નહિ થાય, ટૂંક સમયમાં કંપની 'એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્ટેડ' ચેટ બેકઅપ ફીચર લોન્ચ કરશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેટ બેકઅપ લેતાં પહેલાં સિક્યોરિટી માટે યુઝર્સે પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે
  • આ પાસવર્ડથી જ ચેટ બેકઅપ એક્સેસ કરી શકાશે

બોલિવુડ ડ્રગ્સ કેસ હોય કે પછી વેલનોન પર્સનાલિટીની પર્સનલ ચેટ આ તમામ હાઈપ્રોફાઈલ કેસમાં વ્હોટ્સએપ ચેટ લીક સામે આવતી હોય છે. તેનું કારણ વ્હોટ્સએપ ચેટનું બેકઅપ હોય છે. યુઝર્સની સિક્યોરિટી માટે વ્હોટ્સએપ હવે ચેટ બેક અપ ઈન્ક્રિપ્ટેડ બનાવવા જઈ રહી છે. આ ફીચરની મદદથી ગૂગલ ડ્રાઈવ અને iCloudનું બેકઅપ ઈન્ક્રિપ્ટેડ કરી શકાશે. આ ફીચરની મદદથી વ્હોટ્સએપ બેકઅપમાં રહેલી મેસેજ હિસ્ટ્રી અને મીડિયા ફાઈલ્સને હાઈ ટેક સિક્યોરિટી મળશે.

એન્ડ્રોઈડ અને iOS બંને માટે ફીચર લોન્ચ થશે

WABetaInfoએ શેર કરેલો સ્ક્રીન શૉટ
WABetaInfoએ શેર કરેલો સ્ક્રીન શૉટ

વ્હોટ્સએપ ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfo પ્રમાણે, એન્ડ્રોઈડ 2.21.15.5 અને iOS 2.21.200.14નાં બીટા વર્ઝનમાં હવે એન્ડ ટુ એન્ડ ઈન્ક્રિપ્શન ચેટ બેકઅપ સપોર્ટ મળશે.

હાઈ લેવલ ઈન્ક્રિપ્શન
એન્ડ્રોઈડ અને iOS પર ચેટ બેકઅપ ઈન્ક્રિપ્ટેડ કરવાનો ઓપ્શન મળશે. બેકઅપ ઈન્ક્રિપ્ટેડ થવા પર વ્હોટ્સએપ, ફેસબુક, એપલ અને ગૂગલ પણ યુઝર્સના કન્ટેન્ટ નહિ જોઈ શકે. કારણ કે તેમાં 64-બિટ ઈન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવશે.

જોકે હાલ આ ફીચર બીટા યુઝર્સ માટે અવેલેબેલ છે. બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ સફળ થયા બાદ ગ્લોબલી આ ફીચર તમામ યુઝર્સ માટે લોન્ચ થશે.

રિકવરી કોડ યાદ રાખવો પડશે

અત્યાર સુધી ચેટ બેકઅપ માટે કોઈ ઈન્ક્રિપ્શન અવેલેબલ નહોતું
અત્યાર સુધી ચેટ બેકઅપ માટે કોઈ ઈન્ક્રિપ્શન અવેલેબલ નહોતું

ચેટ બેકઅપ લેતાં પહેલાં સિક્યોરિટી માટે યુઝર્સે એક પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે. આ પાસવર્ડ યુઝર્સે યાદ રાખવો પડશે. ચેટ બેકએપ એક્સેસ કરતાં સમયે યુઝર્સ આ પાસવર્ડ સબમિટ કરશે તો જ ફાઈલ એક્સેસ કરી શકશે.