ટેક ન્યૂઝ:વ્હોટ્સએપ આ નવા ફીચરથી ગ્રુપ એડમિન્સને આપી શકે છે વધુ કંટ્રોલ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવાં ફિચર્સ ઉમેરવા અને પરીક્ષણ કરવાની વાત આવે છે ત્યારે વ્હોટ્સએપની કામગીરી ખરેખર પ્રશંસનીય છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન ઘણાં નવા ફીચર્સનું પરીક્ષણ કરી રહી છે જેમકે, ઇમોજી રિએક્શન, ચેટ બેકઅપ્સને અપલોડ કરવાની ક્ષમતા વગેરે.

હવે, એવું લાગે છે કે કંપની અન્ય એક સુવિધા પર કામ કરી રહી છે, જે ગ્રુપ એડમિનને ગ્રુપમાં કોણ જોડાઈ શકે છે? તેની સતા ગ્રુપ એડમિનના હાથમાં આપશે. WABetaInfoના જણાવ્યા પ્રમાણે કંપનીએ ‘ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ’ નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. રિપોર્ટ અનુસાર ગ્રુપ એડમિન ‘ગ્રુપ મેમ્બરશિપ એપ્રુવલ’ ફીચર દ્નારા જે લોકો લિંક દ્વારા કોઈ ચોક્કસ જૂથમાં જોડાવા માંગે છે તે એડમિનના એપ્રુવલ બાદ જ ગ્રુપમાં જોડાઈ શકશે. શેર કરેલા સ્ક્રીનશોટ મુજબ આ ફીચર જ્યારે ઓન કરશો કે ઓફ કરશો ત્યારે મેસેજ પ્રોમ્પ્ટની જેમ જ ગ્રુપ ચેટ વિન્ડોમાં બતાવવામાં આવશે.

આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેમાં બીટા વર્ઝનમાં રોલઆઉટ થયું છે માટે યુઝર્સે નવીનતમ બીટા વર્ઝન સાથે તેમની એપ્લિકેશનને અપડેટ કરવાની જરૂર રહેશે. મહત્વનું છે કે કંપનીએ આ જ અપડેટ સાથે જેન્ડર-ન્યૂટ્રલ ઇમોજી પણ એડ કરી છે.