નવા IT નિયમોની અસર:વ્હોટ્સએપે 19 લાખથી વધુ એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ, યૂઝર્સની ફરિયાદના આધારે કાર્યવાહી થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપના એક નવા મંથલી રિપોર્ટ મુજબ કંપનીએ મે મહિનામાં યૂઝર્સની ફરિયાદના આધારે ભારતમાં 19 લાખથી વધુ એકાઉન્ટસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

મે મહિનામાં વ્હોટ્સએપને 528 ફરિયાદોના રિપોર્ટ મળ્યાં હતાં અને 24 એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ અપીલોમાંથી 303 ફરિયાદ તેમના પ્રતિબંધ માટેની હતી અને બાકીની એકાઉન્ટ સપોર્ટ, પ્રોડક્ટ સપોર્ટ અને સેફ્ટી મામલે હતી.

એપ્રિલમાં 16 લાખથી વધુ એકાઉન્ટસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
આ પહેલાં વ્હોટ્સએપે એપ્રિલ મહિનામાં 16 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ અને માર્ચ મહિનામાં 18.05 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. યૂઝર્સ તરફથી મળેલાં આ નેગેટિવ ફીડબેકને જોતાં એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની આ કાર્યવાહી કરવામાં આવી છે.

કંપનીએ આ પગલાં લીધા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી અમે અમારાં યુઝર્સને અમારાં પ્લેટફોર્મ પર વધુ સુરક્ષિત સમજ આપવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય આધુનિક ટેકનોલોજી, ડેટા સાયન્ટિસ્ટ્સ અને નિષ્ણાતો સાથે મળીને આ પ્રક્રિયામાં રોકાણ કર્યું છે.