ડિજિટલ સ્કિલ ચેમ્પિયનશિપ પ્રોગ્રામ:વ્હોટ્સએપ અને NSDCએ મળીને શરૂઆત કરી, 5 રાજ્યોના યુવાનોને ડિજિટલ ટ્રેનિંગ મળશે

4 મહિનો પહેલા

NSDC (નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) અને વ્હોટ્સએપે સાથે મળી ડિજિટલ સ્કિલ ચેમ્પિયનશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તે ભારતના યુવાનોમાં ડિજિટલ સ્કિલ તૈયાર કરવામાં મદદ કરશે, જેથી તેઓ આગામી સમયમાં રોજગાર માટે તૈયાર રહે.

આ પ્રોગ્રામમાં સ્કૂલ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવશે. તેમાં ડિજિટલ ઓનલાઈન સ્કિલ શીખવાડવામાં આવશે. સાથે જ વ્હોટ્સએપ અને NSDC ડિજિટલ સ્કિલ ચેમ્પિયન્સને સર્ટિફિકેટ આપવામાં આવશે.

વ્હોટ્સએપ અને ઈન્ફીસ્પાર્ક પાર્ટનર બન્યા
આ કોર્સ મોડ્યુલ બેઝ્ડ હશે. તેમાં ઓનલાઈન ઈકોસિસ્ટમ અને તેના વિવિધ પરિમાણ વિશે જણાવાશે. દેશના વિવિધ ટિયર-3 અને ટિયર-4 શહેરનાં ટેક્નોલોજીથી સજ્જ કેમ્પસમાં કોર્સ શરૂ કરાશે. તેની શરૂઆત 5 રાજ્યોના 50 કેમ્પસ સાથે કરવામાં આવી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક રાજ્યમાં તેની શરૂઆત થઈ છે. તે વ્હોટ્સએપના પાર્ટનર InfiSparkનાં માધ્યમથી થશે.

યુવાનોની મદદ કરશે
NSDCના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું કહેવું છે કે, સતત ડિજિટલ સ્કોપ વધતો જઈ રહ્યો છે. તેવામાં NSDC યુવાનોને વર્ચ્યુઅલ લર્નિંગ આપશે, જેથી યુવાનો કામ કરવા આવે તો તેઓ પહેલાંથી જ માહિતગાર હોય.

વ્હોટ્સએપના 1.5 કરોડ બિઝનેસ એપ યુઝર્સ
કોર્સ બાદ વ્હોટ્સએપ ટ્રેનિંગ સેશન શરૂ કરશે. તેમાં વ્હોટ્સએપ બિઝનેસનાં માધ્યમથી પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર વિશે જણાવાશે. તેમાં નાના વેપાર શરૂ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે ભારતમાં વ્હોટ્સએપના 1.5 કરોડ બિઝનેસ એપ યુઝર્સ છે અને ગ્લોબલી તેનો આંકડો 5 કરોડ છે.

અન્ય સમાચારો પણ છે...