એપલ iOS 16 vs એન્ડ્રોઈડ 13:બે ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે શું તફાવત છે, જાણો કોણ છે આગળ?

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સહિત આખા વિશ્વમાં મુખ્ય બે પ્રકારના લોકો જોવા મળે છે, જેમાંથી એક એન્ડ્રોઈડ સ્માર્ટફોન ચલાવે છે, જ્યારે બીજા પ્રકારના લોકો આઇફોનનો ઉપયોગ કરે છે. બંને ફોનમાં અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે. એપલે તાજેતરમાં સમાપ્ત થયેલ WWDC 2022 દરમિયાન iOS 16 (IOS 16 OS) લોન્ચ કર્યું છે. આ OS ઘણાં સારા ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ સાથે આવશે, જેમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે, મહિલા સુરક્ષા ફીચર્સ અને iMessage માટે એક નવા ફીચર વિશે સૌથી વધુ ચર્ચા કરવામાં આવશે. આજે અમે iOS 16 અને Android 13 વચ્ચેનો તફાવત જણાવવા જઈ રહ્યા છીએ.

તમે લૉકસ્ક્રીન પર વિજેટ્સ મૂકી શકો છો
Apple iOS પહેલાં ક્યારેય કસ્ટમાઇઝ કરી શકાતું ન હતું, પરંતુ હવે iOS 16ની મદદથી આઇફોનની લૉક સ્ક્રીનને વિજેટ્સ સેટ કરીને કસ્ટમાઇઝ કરી શકાય છે, જેના પછી નોટિફિકેશન જેવી મહત્વપૂર્ણ માહિતી લૉકસ્ક્રીન પર જોઈ શકાશે. જ્યારે એન્ડ્રોઇડ તેના યુઝર્સને અગાઉથી વિજેટ્સ રાખવા માટેની સુવિધા આપી ચુક્યું છે. Android 12ને હજુ સારી રીતે અપગ્રેડ કરી શકાય છે.

એન્ડ્રોઇડ અને iOSમાં મેસેજ એપમાં સુધારો થયો છે, પરંતુ એપલે RCSને અનુસર્યું નથી
એન્ડ્રોઇડ 13 સાથે ગૂગલ પણ તેના RCSને અપડેટ કરવા જઈ રહ્યું છે, જે આગામી મેસેજિંગ સ્ટાન્ડર્ડ છે. હવે યુઝર્સને ટાઈપિંગ ઈન્ડિકેટર મળશે અને તમે ગ્રુપ પણ બનાવી શકો છો. તે WhatsApp મેસેજિંગ એપ જેવું જ છે. આ ઉપરાંત એન્ડ્રોઇડ 13 યુઝર્સ ઉચ્ચ રીઝોલ્યુશન ફોટા પણ મોકલી શકશે અને સાથે જ ચેટિંગમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સાથે દસ્તક દેશે. જ્યારે iOS 16માં યુઝર્સ સેન્ડ કરેલા મેસેજને 15 મિનિટની અંદર એડિટ કે ડિલીટ કરી શકો છો, જે હજી સુધી Android 13 માં હાજર નથી. આ ઉપરાંત ડિલીટ થયાના 30 દિવસ સુધીમાં મેસેજને રીસ્ટોર પણ કરી શકાય છે. મેસેજિંગ એપ માટે શેરપ્લેનો વિકલ્પ પણ બહાર પાડવામાં આવ્યો છે, જે મેસેજિંગને નવા સ્તરની સુવિધાઓ આપશે. આમાં યુઝર્સ વીડિયો, ફોટો અને ઓડિયોના પ્લે કંટ્રોલ વગેરે શેર કરી શકશે.

Apple iOS 16 vs Android 13માં પ્રાઈવસીની ચિંતા કોને વધુ?
દુનિયાભરમાં હાજર મોટી કંપનીઓની વાત કરીએ તો હવે દરેક યુઝરના ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર કામ કરી રહ્યા છે. Appleને તેના iOSની સુરક્ષા માટે ખૂબ જ ભરોસાપાત્ર માનવામાં આવે છે. જોકે, છેલ્લાં ચાર વર્ષની વાત કરીએ તો iOS યુઝર્સનો ડેટા પણ લીક થયો છે, પરંતુ એન્ડ્રોઈડ યુઝર્સની સરખામણીમાં તે ઘણો ઓછો છે.

અન્ય સમાચારો પણ છે...