પ્રાઈવસી પોલિસી:વ્હોટ્સએપની નવી પોલિસી જો તમે હજુ પણ એક્સેપ્ટ નથી કરી તો જાણી લો તમારાં અકાઉન્ટનું શું થશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ ન કરવા પર અકાઉન્ટ ડિલીટ નહિ થાય પરંતુ મતલબ વગરનું રહી જશે
  • નવી પ્રાઈવસી મંજૂર નહિ કરી તેવા યુઝર્સ થોડા દિવસ બાદ તેમનું ચેટ લિસ્ટ ગુમાવી દેશે

વ્હોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી 15મેથી લાગુ થવાની હતી જોકે હાલ કંપનીએ આ નિર્ણય માંડી વાળ્યો છે. સાથે જ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પોલિસી એક્સેપ્ટ ન કરવા પર યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય, પરંતુ નવા રિપોર્ટ પ્રમાણે જે યુઝર નવી પોલિસી એક્સેપ્ટ ન કરે તેના માટે વ્હોટ્સએપના લિમિટેડ ફીચર્સ જ કામ કરશે. અર્થાત તેનું વ્હોટ્સએપ અકાઉન્ટ ડિલીટ તો નહિ થાય પરંતુ કંપની તેને વ્હોટ્સએપના તમામ ફીચર્સનો એક્સેસ આપશે નહિ. વ્હોટ્સએપ યુઝર્સને નવી પ્રાઈવસી અપડેટ કરવા માટે નોટિફિકેશન આપી રહી છે. 15મેથી નવી પ્રાઈવસી લાઈવ થઈ છે. જોકે તેને મંજૂર કરવાની ડેડલાઈન પહેલાં 15મે હતી તેને કંપનીએ પાછી ઠેલી છે. જો તમે નવી પ્રાઈવસી અપડેટ ન કરી તો જાણો તમારા અકાઉન્ટ સાથે શું થશે...

અકાઉન્ટ ડિલીટ નહિ થાય
વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, 15મેથી લાઈવ થયેલી પ્રાઈવસી પોલિસી અપડેટ ન કરવા પર યુઝર્સનું અકાઉન્ટ ડિલીટ નહિ થાય. સમય જતાં કંપની તેની કેટલીક ફંક્શનાલિટી ઓછી કરી દેશે. અર્થાત યુઝર્સનું અકાઉન્ટ તો એક્ટિવ રહેશે પરંતુ પોલિસી એક્સેપ્ટ ન કરવા પર તે મતલબ વગરનું રહી જશે.

કંપની રિમાઈન્ડર મોકલવાના ચાલુ રાખશે

જે યુઝરે નવી પ્રાઈવસી પોલિસી મંજૂર નહિ કરી હોય તેને કંપની સતત નોટિફિકેશન આપતી રહેશે. થોડા સપ્તાહ બાદ પણ જો યુઝર નવી પોલિસી એક્સેપ્ટ ન કરે તો અકાઉન્ટ ખામીગ્રસ્ત બની જશે.

સૌ પ્રથમ યુઝર તેમનું ચેટ લિસ્ટ ખોઈ નાખશે
વ્હોટ્સએપના જણાવ્યા પ્રમાણે, નવી પ્રાઈવસી મંજૂર નહિ કરી તેવા યુઝર્સ થોડા દિવસ બાદ તેમનું ચેટ લિસ્ટ ગુમાવી દેશે. જોકે ઈનકમિંગ વીડિયો અને ઓડિયો કોલની સુવિધા ચાલુ રહેશે. નોટિફિકેશનમાંથી યુઝર મિસ્ડ કોલ્સને રિસ્પોન્ડ કરી શકશે.

સમય જતાં ઈનકમિંગ કોલ્સ અને નોટિફિકેશન પણ બંધ થશે
થોડા સપ્તાહ પછી પોલિસી એક્સેપ્ટ ન કરનાર યુઝર્સને ઈનકમિંગ કોલ્સ અને નોટિફિકેશન નહિ મળે.

ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરી શકાશે
જે યુઝર્સે મન બનાવી લીધું હોય કે તેઓ નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ નહિ જ કરે તેવા યુઝર્સ તેમની ચેટ હિસ્ટ્રી એક્સપોર્ટ કરી શકે છે.

છેલ્લે કંપની કંટાળી તમારું અકાઉન્ટ ઈનએક્ટિવ કરશે
જે યુઝર્સે અનેક અઠવાડિયાં વીતી ગયા બાદ પણ નવી પોલિસી એક્સેપ્ટ નહિ કરે કંપની તેમનું અકાઉન્ટ ઈનએક્ટિવ કરી નાખશે. જોકે કંપનીએ આ તમામ એક્શન્સ ક્યારે લેવામાં આવશે તેની કોઈ પર્ટિક્યુલર ડેડલાઈન જાહેર કરી નથી.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી?
વ્હોટ્સએપની નવી પોલિસી પ્રમાણે કંપની તેની સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમારા વ્હોટ્સએપના જે પણ કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ થાય તેને ક્યાંય પણ ઉપયોગ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. યુઝર્સે આ પોલિસી અગ્રી કરવી જ પડશે. નહિ તો તેમનું અકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021ના રોજ લાગુ થવાની હતી. વિવાદ વધતાં તેને કંપનીએ પાછી ઠેલી હતી. હવે ફરી કંપનીએ તેની તારીખ લંબાવી છે. જોકે કંપની હજુ પણ યુઝર્સને નવી પ્રાઈવસી પોલિસી એક્સેપ્ટ કરવા માટે નોટિફિકેશન મોકલી રહી છે.