પ્રાઈવસી કન્ટ્રોવર્સી અને આઉટેજનું ગ્રહણ લાગ્યા બાદ ફાઈનલી ફેસબુકે એક ગુડ ન્યૂઝ આપી છે. કંપનીએ તેના મેટાવર્સ ડેવલપમેન્ટ માટે UN (યુરોપીય યુનિયન)ના 10 હજાર લોકોને નોકરી આપવાની જાહેરાત કરી છે. ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે જણાવ્યું કે VR (વર્ચ્યુઅલ રિયાલિટી)ના વર્લ્ડમાં એક્સપિરિઅન્સ ડેવલપમેન્ટ માટે 5 વર્ષમાં મોટા પાયે ભરતી યોજાશે. આ નોકરી ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઈટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ અને સ્પેન સહિતના દેશોમાં થશે. આ ભરતીમાં કંપની હાઈલી સ્પેશિયલાઇઝ્ડ એન્જિનિયર્સ સામેલ કરશે.
ફેસબુકના CEOએ જણાવ્યું કે, કંપની સોશિયલ મીડિયાથી આગળ વધી 'મેટાવર્સ' તરફ પ્રયાણ કરશે. ફેસબુક એવી ઓનલાઈન દુનિયા તૈયાર કરી રહી છે જ્યાં લોકો VR હેડસેટનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ એન્વાર્યમેન્ટમાં ગેમ, વર્ક અને કમ્યુનિકેશન કરી શકાશે.
ફેસબુકનો અપકમિંગ મેગા પ્રોજેક્ટ મેટાવર્સ શું છે? તેનાથી યુઝર્સને શું ફાયદો થશે? તેને ડેવલપ થવામાં કેટલો સમય લાગશે આવો જાણીએ....
મેટાવર્સ
મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટીનું નેક્સ્ટ લેવલ છે. હાલ VRમાં જે તમારી નજર સમક્ષ નથી તમે તેને જોઈ શકો છો. ફ્યુચરની ટેક્નોલોજી એકદમ પ્રો લેવલની હશે. મેટાવર્સમાં વસ્તુનો સ્પર્શ ઈવન તેની ગંધનો પણ અહેસાસ કરી શકાશે. મેટાવર્સ શબ્દનો ઉલ્લેખ સાયન્સ ફિક્શન લેખક સ્ટીફેન્સને 1992માં તેમના નોવેલ 'સ્નો ક્રશ'માં કર્યો હતો.
ફેસબુકના CEOએ જણાવ્યું હતું કે, કંપની સોશિયલ મીડિયાથી આગળ વધી મેટાવર્સ પર કામ કરશે અને એમ્બોઈડેડ ઈન્ટરનેટ પર ફોકસ કરશે. તેમાં રિયાલિટી અને વર્ચ્યુઅલ વર્લ્ડનો સુમેળ પહેલાં કરતા વધારે સારો રહેશે. તેનાથી મીટિંગ, આઉટિંગ, ગેમિંગ સહિતના અનેક કામ કરી શકાશે.
મેટાવર્સથી લાભ
ફેસબુક, ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ ટેક કંપનીઓનું એનાલિસિસ જણાવે છે કે ટેક્નોલોજિકલ એડવાન્ટેડજ ઈન્ડિસ્પેન્સેબલ છે. મેટાવર્સ આ જ કેટેગરીમાં આવે છે. આ ટેક્નોલોજીથી આપણા સમાજ, રાજનીતિ અને સંસ્કૃતિ પર ઘણી અસરો થશે.
15 વર્ષ સુધી મેટાવર્સની રાહ જોવી પડશે
ફેસબુકના જણાવ્યા પ્રમાણે મેટાવર્સ એવી વસ્તુ નથી જે રાતોરાત તૈયાર થઈ જાય. મેટાવર્સ ડેવલપમેન્ટ માટે કેટલાક નોન પ્રોફિટ ગ્રુપ્સે 50 મિલિયન ડોલર (આશરે 376 કરોડ રૂપિયા)નું ફંડિંગ કર્યું છે. જોકે તેને તૈયાર કરવામાં 10થી 15 વર્ષનો સમય લાગી શકે છે. તાજેતરમાં ફેસબુકની તમામ કન્ટ્રોવર્સી ઢાંકવા માટે આ સમયે કંપનીએ તેની નવી ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યુસ કરી હોવાનું આલોચકો માની રહ્યા છે.
ફેસબુક પાસે AI અને રિયાલિટી લેબ
ફેસબુકનો કૉર્ક આયર્લેન્ડ એક રિયાલિટી લેબ છે. તેની પાસે ફ્રાન્સમાં એક AR (ઓગ્મેન્ટેડ રિલાયિટી)ની લેબ છે. 2019માં ફેસબુકે AI એથિકલ રિસર્ચ સેન્ટર બનાવવા માટે મ્યુનિખની ટેક્નોલોજી યુનિવર્સિટી સાથે પાર્ટનરશિપ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.