ટેક ન્યુઝ:શું છે Mastodon ? શા માટે લોકો તેને કહી રહ્યા છે 'ટ્વિટરનો વિકલ્પ'?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈલોન મસ્કે ટ્વિટર હસ્તગત કરીને ઘણા યુઝર્સને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના વિકલ્પ શોધવા માટે પ્રેરિત કર્યા હતા ત્યારે આ સમય દરમિયાન એક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ લોકોના ધ્યાનમાં ખૂબ જ આવ્યું છે અને તે છે Mastodon. જ્યારે મસ્કની ટ્વીટર સાથે જોડાવાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 1,76,000 થી વધુ નવા યુઝર્સ આવ્યા હોવાના અહેવાલ છે. ઓપન-સોર્સ અને ડિસ્ટ્રિબ્યુટેડ અથવા ફેડરેટેડ સોશિયલ નેટવર્ક તરીકે ઓળખાતા Mastodon યુઝર્સને તેમના પોતાના નેટવર્ક્સ અથવા 'ઇન્સ્ટન્સ' બનાવવાની મંજૂરી આપે છે, જે યુઝર્સને ડેટાનું નિયંત્રણ અને માલિકી સોંપી દે છે. દરેકનું પોતાનું મોડરેશન, કોડ ઑફ કન્ડક્ટ, ટર્મ્સ એન્ડ કંડિશન્સ અને પ્રાઇવેસી હોય છે.

યુઝર્સ તેના કયા ભાગ બનવા ઈચ્છે છે તે પોતે પસંદ કરી શકે છે, જેના આધારે નીતિઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી યુઝર જે ઇચ્છે છે તેની સાથે શ્રેષ્ઠ રીતે ગોઠવે છે, પરંતુ જો તમે કોઈ ચોક્કસ ઇન્સ્ટન્સનો ભાગ છો તો પણ તમે એવા યુઝર સાથે વાતચીત કરી શકો છો જે અન્ય ઇન્સ્ટન્સનો ભાગ છે. આનો હેતુ યુઝરને એવા ઇન્સ્ટન્સની પસંદગી કરવાની અનુકૂળતા આપવાનો છે, જેની નીતિઓ તે પસંદ કરે છે અને સાથે-સાથે તેમને વ્યાપક સામાજિક નેટવર્કની સુલભતાનો લાભ પણ આપે છે. Mastodon.social મુખ્ય સર્વર છે અને તેનું સંચાલન Mastodon gGmbH દ્વારા કરવામાં આવે છે. આ પેઢી બિન-નફાકારક છે, જેને Patreon donations દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, પરંતુ ત્યાં ઘણા અન્ય સર્વરો છે કે, જેમાં તમે જોડાઈ શકો છો.

મોટાભાગના કિસ્સાઓમાં એક સર્વરમાં જોડાવાથી તમે મોટાભાગના અન્ય સર્વરોના યુઝર્સ સાથે વાતચીત કરી શકશો સિવાય કે તે સર્વર દ્વારા ફિલ્ટર, મર્યાદિત અથવા સ્થગિત કરવામાં આવે. આ ક્રિયાઓ વિવિધ કારણોસર સર્વર દ્વારા લેવામાં આવી શકે છે. દાખલા તરીકે, Mastodon.social ખોટી માહિતી ફેલાવવા, કાવતરાની થિયરીઓ અને નફરતભર્યા ભાષણ જેવા કારણોસર અન્ય ઘણા સર્વરોને અવરોધે છે, પરંતુ આ યુઝર્સને તે સર્વર પરના ડેટાને એક્સેસ કરવાથી સંપૂર્ણપણે અટકાવતું નથી: તેમણે ફક્ત એક સર્વરમાં જોડાવાનું છે જે તે સર્વર્સને અવરોધિત કરતું નથી અથવા તો અવરોધિત સર્વરોમાં જાતે જ જોડાય છે.

આ ડિસેન્ટ્રલાઇઝડ નેચર સિવાય Mastodon મોટાભાગે ટ્વિટરની જેમ કાર્ય કરે છે. ટ્વીટ્સને બદલે તમારી પાસે 'ટૂટ્સ' છે, જેની અક્ષર મર્યાદા 500 છે. અને ટ્વિટરની જેમ જ તમે કોઈને પણ ફોલો કરી શકો છો. Mastodon યુઝર્સ જ્યારે તે ટ્વિટ કરે છે ત્યારે ત્રણ વિકલ્પો આપે છે: public, private અને direct. પબ્લિક ટૂટ્સ કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે, જ્યારે પ્રાઇવેટ ટૂટ્સ એ ફક્ત તમારા ફોલોઅર્સ જ જોઈ શકે છે. ડાયરેક્ટ ટૂટ્સ ફક્ત તે યુઝર્સને જ જોવા મળશે જેનો તમે ટૂટમાં ઉલ્લેખ કર્યો છે. વરિષ્ઠ વકીલ સંજય હેગડેના એકાઉન્ટને ટ્વિટર પ્લેટફોર્મ પરથી સસ્પેન્ડ કર્યા પછી આ પ્લેટફોર્મની ટીકા શરુ થઈ અને તેમાં પણ જ્યારથી મસ્કનું નામ ટ્વિટર સાથે જોડાયું ત્યારબાદથી યુઝર ટ્વિટરનો વિકલ્પ શોધવામાં લાગી ગયા ત્યારે આવનાર સમયમાં Mastodon ટ્વિટરના અવેજી તરીકે માર્કેટમાં પોતાનું સ્થાન બનાવી શકે.