તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • What Is Incognito Mode, How Incognito Mode Works, Why Google May Face $5 Billion Dollar Fine For Incognito Mode

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કન્ટ્રોવર્સી ફોર ઈન્કોગ્નિટો મોડ:જાણો શું છે ઈન્કોગ્નિટો મોડ, તે કેવી રીતે કામ કરે છે અને શા માટે ગૂગલ પર દંડ લાગી રહ્યો છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક અમેરિકને યુઝરે ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે તે ઈન્કોગ્નિટો મોડમાં પણ યુઝર્સની એક્ટિવિટી ટ્રેક કરે છે - Divya Bhaskar
એક અમેરિકને યુઝરે ગૂગલ પર આરોપ લગાવ્યો છે કે તે ઈન્કોગ્નિટો મોડમાં પણ યુઝર્સની એક્ટિવિટી ટ્રેક કરે છે
  • આ ફીચર સૌ પ્રથમ એપલના સફારી બ્રાઉઝરમાં 2015માં લોન્ચ થયું હતું
  • ઈન્કોગ્નિટો મોડમાં સર્ચ હિસ્ટ્રી અને cache ફાઈલ સેવ નથી થતી

તમે ઈન્કોગ્નિટો મોડનું નામ તો સાંભળ્યું જ હશે બ્રાઉઝિંગમાં કદાચ તેનો ઉપયોગ પણ કર્યો હશે, પરંતુ કેટલાક યુઝર્સ આ મોડથી હજુ અવગત નથી. તેમને એ પણ નથી ખબર કે આ મોડ બ્રાઉઝરમાં શા માટે આપવામાં આવ્યો છે અને તેના ફાયદા કે નુક્સાન શું છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે ઈન્કોગ્નિટો મોડ શું છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને શા માટે દિગ્ગ્જ કંપની ગૂગલ તેના કારણે વિવાદોમાં ફસાઈ છે.

પહેલાં સમજો સામાન્ય બ્રાઉઝિંગ કેવી રીતે કામ કરે છે? જ્યારે પણ તમે ગૂગલ અથવા યુટ્યુબ પર કંઈક સર્ચ કરો છો તો બ્રાઉઝર જેનો ઉપયોગ તમે અલગ અલગ સાઈટ ઓપન કરવા માટે કરો છો તે તમારી એક્ટિવિટી રેકોર્ડ કરે છે. તમે શું સર્ચ કર્યું, કયા કી વર્ડનો ઉપયોગ કર્યો આ બધી જ વાતનો રેકોર્ડ ગૂગલ પાસે રહે છે. જો તમે હિસ્ટ્રી ડિલીટ નહિ કરી હોય તો કોઈ પણ વ્યક્તિ એ માલુમ કરી શકશે કે તમે શું સર્ચ કર્યું. આ ડેટા ગૂગલના સર્વરમાં સેવ રહે છે. આ પ્રોસેસને કુકીઝ સેવ કરવું પણ કહેવાય છે.

તો ઈન્કોગ્નિટો મોડ આનાથી જરાક હટ કે છે. આ ફીચર સૌ પ્રથમ એપલના સફારી બ્રાઉઝરમાં 2015માં લોન્ચ થયું હતું. ત્યારબાદ તમામ કંપનીઓએ પોતાના બ્રાઉઝરમાં તેને ઉમેર્યું હતું.

શું છે ઈન્કોગ્નિટો મોડ? ઈન્કોગ્નિટો મોડને પ્રાઈવસી મોડ, સેફ મોડ અથવા પ્રાઈવેટ બ્રાઉઝિંગ નામથી ઓળખાય છે. તેની ખાસિયત એ છે કે તમારી સર્ચ હિસ્ટ્રી અને cache ફાઈલ સેવ નથી થતી. આ વિન્ડો ક્લોઝ કરતાં તેની તમામ હિસ્ટ્રી ડિલીટ થઈ જાય છે. આ મોડમાં જે પણ એક્ટિવિટી થાય તે નોર્મલ બ્રાઉઝરમાં જોવા મળતી નથી. અર્થાત તમે જ્યારે ઈન્કોગ્નિટો મોડનો ઉપયોગ કરો છો તો હંમેશાં ફ્રેશ સર્ચ થશે.

ઈન્કોગ્નિટો મોડના ફાયદા

  • પર્સનલ ડેટા ચોરી થતો બચાવી શકાય છે: આપણે કોઈ સાઈટ પર પોતાનું અકાઉન્ટ બનાવીએ છીએ તો તેમાં આપેલી પર્સનલ માહિતી સેવ થઈ જાય છે પરંતુ જો આ તમામ કામ ઈન્કોગ્નિટો મોડ પર કરવામાં આવે તો તમામ પર્સનલ ડેટા ચોરી થતો અટકાવી શકાય છે.
  • લોગ ઈન ડિટેલ સિક્યોર રહે છે: જો તમે તમારું પર્સનલ કામ કોઈ અન્ય કમ્પ્યૂટરમાં કરો છો તો તમે ઈન્કોગ્નિટો મોડનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી અન્ય કોઈ પણ વ્યક્તિ તમારી લોગ ઈન ડિટેલ નહિ જોઈ શકે.
  • સર્ચ હિસ્ટ્રી છૂપી રહે છે: જો તમે ઈચ્છો છો કે તમારાં બ્રાઉઝરની સર્ચ હિસ્ટ્રી કોઈને ના ખબર પડે તો તમે ઈન્કોગ્નિટો મોડનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમે જે પણ સર્ચ કર્યું તે અન્ય કોઈને જોવા નહિ મળે.
  • વેબસાઈટ ટેસ્ટ કરી શકાશે: આ વેબ ડેવલપર્સ માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં બ્રાઉઝરના cache ક્લીયર કર્યા વગર માત્ર બ્રાઉઝર રિફ્રેશ કરી તમારા તરફથી કરવામાં આવેલા ફેરફાર જાણી શકો છો.
  • ટ્રેકિંગથી બચી શકાય છે: આપણે જ્યારે વેબ બ્રાઉઝિંગ કરીએ છીએ ત્યારે બ્રાઉઝર અને વેબ સર્વર દ્વારા આપણી હિસ્ટ્રી ટ્રેક કરવામાં આવી શકે છે, પરંતુ જો તમે ઈન્કોગ્નિટો મોડનો ઉપયોગ કરો છો તો તમારી લોગ ઈન ડિટેલ્સ, સર્ચ હિસ્ટ્રી, ફોર્મ ડિટેલ્સ હિસ્ટ્રી, કુકીઝ ફાઈલ્સ સેવ કરી શકાતી નથી. આમ કરવાથી તમે ટ્રેક થતા બચી શકો છો.

ઇન્કોગ્નિટો મોડ વાપરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું?
એવું નથી કે ઇન્કોગ્નિટો મોડમાં કરેલી કોઈ પણ એક્ટિવિટી વિશે કોઈને ખબર નહિ પડે. આવું એટલા માટે કહી શકાય કારણ કે આ મોડમાં કરેલી એક્ટિવિટી માત્ર કમ્પ્યુટરમાં જ સેવ થતી નથી પરંતુ ISP(ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર) પાસે દરેક માહિતી હોય છે કે તમે કઈ સાઈટ વિઝિટ કરી છે. આ ઉપરાંત અન્ય એક વાત પણ ધ્યાન આપવા જેવી છે કે, આ મોડમાં માત્ર બ્રાઉઝિંગ હિસ્ટ્રી સેવ થતી નથી પરંતુ જો કોઈ ફાઈલ ડાઉનલોડ કે બુકમાર્ક હોય તો તે સેવ જ રહે છે.

ઇન્કોગ્નિટો મોડ માટે ગૂગલે મસમોટો દંડ ચૂકવવો પડી શકે છે
લોકો ઇન્કોગ્નિટો મોડનો ઉપયોગ કરીને પોતાને સુરક્ષિત સમજે છે, પરંતુ ગૂગલ માટે આ એક મુશ્કેલી બની ગઈ છે. હાલમાં જ એક અમેરિકન યુઝરે ગૂગલ પર કેસ કર્યો છે. યુઝરે આરોપ મૂક્યો છે કે, ગૂગલ પોતાના ક્રોમ બ્રાઉઝર દ્વારા ઇન્કોગ્નિટો મોડ (પ્રાઇવેટ મોડ)માં પણ લોકોને ટ્રેક કરે છે. આ બાબતે ગૂગલ પર 5 બિલિયન ડોલર એટલે કે આશરે 36 હજાર કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગૂગલે તેના યુઝર્સને જાણકારી નથી આપી કે તેઓ પ્રાઇવેટ મોડમાં પણ તેમને ટ્રેક કરે છે. યુઝરે કહ્યું, ગૂગલનો ડેટા ટ્રેકિંગનો વિશાળ બિઝનેસ છે. આ મામલે ગૂગલનાં સ્પોક્સપર્સને કહ્યું કે, કંપની આ દાવાને ઝીણવટપૂર્વક તપાસી રહી છે અને પોતાનો બચાવ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો