યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:સોશિયલ મીડિયા પર તમારાં બાળક સાથે સાયબર બુલિંગ થઈ શકે છે, જાણો તે શું છે અને તેનાથી બચવાની ટિપ્સ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની દુનિયા જાદુથી ભલે ભરપૂર હોય પણ સાથે એટલી ડરામણી પણ છે. જો આ દુનિયાના નિયમો તમને નથી ખબર તો મહિલાઓ અને બાળકો પર સાયબર બુલિંગનું જોખમ તોળાય છે. આ જોખમથી અવગત થઈને તેનાથી કેવી રીતે બચવું તે ખબર હોવી જરૂરી છે.

સાયબર બુલિંગ

ઈન્ટરનેટ અથવા સોશિયલ મીડિયા પર કોઈને ડરાવવાની અને ધમકાવવાની ગતિવિધિઓને સાયબર બુલિંગ કહેવાય છે. તેમાં મેલ અથવા વ્હોટ્સએપનાં માધ્યમથી ખરાબ અને અપમાનજનક મેસેજથી લઈને ફેક ઓનલાઈન પ્રોફાઈલ બનાવી ધમકી આપવી અને બ્લેકમેક કરવાની રીત સામેલ છે. દુનિયાભરમાં મોટેભાગે મહિલાઓ અને બાળકો સાયબર બુલિંગનો ભોગ બને છે.

શા માટે સાયબર બુલિંગ ખતરનાક છે?

સાયબર ક્રાઈમમાં બુલિંગને સૌથી ખતરનાક ગણવામાં આવે છે. કારણ કે તેનો શિકાર બાળકો બને છે. તેની અસર લાંબાગાળા સુધી રહેવાનું જોખમ રહે છે. સાયબર બુલિંગનાં જોખમનું એક કારણ એ છે કે સોશિયલ મીડિયા પર અફવાહ વાયુ વેગે ફેલાય છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી કોઈને બદનામ કરવાનું કામ એકદમ સરળ બની જાય છે. આ પ્લેટફોર્મ પરથી ખરાબ અને અપમાનજનક પોસ્ટ દૂર કરવાનું કામ અઘરું બની જાય છે. મોટે ભાગે પીડિતોને તેનો યોગ્ય માર્ગ ખબર હોતી નથી.

સાયબર બુલિંગથી બચવા આટલું કરો
સોશિયલ મીડિયા પર તમારી પહોંચની એક લિમિટ રાખો. તમે જેને ઓળખતાં જ ન હો તેની સાથે ફ્રેન્ડશિપ કરતાં પહેલાં વિચાર કરો. સોશિયલ મીડિયા અકાઉન્ટનાં પ્રાઈવસી સેટિંગ હંમેશાં રિવ્યૂ કરતાં રહો. દર 3થી 4 મહિનામાં પાસવર્ડ બદલો. દરેક સોશિયલ મીડિયા અકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખો. ઈન્ટરનેટ પર એવું કોઈ પણ કન્ટેન્ટ ન અપલોડ કરો જેનો દુરુપયોગ થઈ શકે.

સાયબર બુલિગનો શિકાર બનો તો આટલું કરો
જો તમે કે તમારા પરિવારજન સાયબર બુલિંગનો ભોગ બની રહ્યા હો તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. ઘરમાં કોઈ વડીલ સાથે આ વાત શેર કરો. સાયબર બુલિંગ સામે લડવા માટે સૌથી મોટો હથિયાર તેનો પૂરાવો છે. તેથી આ પ્રકારની પોસ્ટ કે પ્રોફાઈલના સ્ક્રીનશૉટ સાચવી રાખો. આવી પ્રોફાઈલને બ્લોક અને રિપોર્ટ કરો. પોતાના કાયદાકીય અધિકારોથી અવગત રહો. સાયબર બુલિંગ અથવા ઓનલાઈન અબ્યુઝના કેસમાં IT એક્ટ 2000 હેઠળ FIR ફરિયાદ નોંધાવી શકાય છે. મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન થાય તો IPCના સેક્શન 354 A અને 354 D હેઠળ ફરિયાદ કરાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...