ફૂટબોલ વર્લ્ડકપ શરુ થઈ ચૂક્યો છે. 20 નવેમ્બરનાં રોજ પ્રારંભિક મેચ યજમાન ‘કતાર’ અને ‘ઇક્વાડોર’ વચ્ચે રમાઇ હતી. ભારતમાં આ મેચનું પ્રસારણ સ્પોર્ટ્સ-18 દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે OTT પ્લેટફોર્મ પર તેને ‘જિયો સિનેમા’ પર જોઇ શકાય છે. ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા મેચ જોઈ રહેલા ભારતીય પ્રેક્ષકો બફરિંગ (વીડિયો ચોટવાનાં કારણે)થી પરેશાન થઈ ગયા હતાં. આના પર દર્શકોએ સોશિયલ મીડિયા પર ‘જિયો સિનેમા’ એપને ભરપૂર ટ્રોલ કર્યું હતું.
ટ્રોલિંગનો જિયો સિનેમાએ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો
યૂઝર્સે અનેક પ્રકારનાં મિમ્સનો ઉપયોગ કરીને ‘જિયો સિનેમા’ને ટ્રોલ કર્યું. જો કે, આ પછી જિયો સિનેમાએ પણ મજાકિયા અંદાજમાં યૂઝર્સને ટિકટોક વીડિયો શેર કરીને માફી માગી હતી અને જણાવ્યું કે, તેમની ટીમ આ બફરિંગની સમસ્યાને સોલ્વ કરવા માટે મહેનત કરી રહી છે.
જિયો સિનેમાએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી કહ્યું કે, અમે તમને સારો અનુભવ આપવા માટે નિરંતર કામ કરી રહ્યા છીએ. મહેરબાની કરીને ફીફા વર્લ્ડ કપની મજા માણવા માટે તમારી એપને તુરંત જ અપગ્રેડ કરો. કોઈપણ અસુવિધા માટે અમને માફ કરશો.
યૂઝરે જિયો સિનેમા પર ફૂટબોલ જોવું માથાનાં દુ:ખાવા સાથે સરખાવ્યું
આ યુઝરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરીને લખ્યું છે કે, ‘વર્લ્ડ કપ બ્રોડકાસ્ટ માટે અત્યાર સુધીની સૌથી ખરાબ શરૂઆત છે. આની નીચે તેણે એક ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, કયા કારણોસર કેટલો માથાનો દુખાવો થાય છે. આનું એક કારણ જિયો સિનેમા પર મેચ જોવાનું પણ હતું.’
આ સિવાય અમુક મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યા હતા
વર્લ્ડ કપ 20 નવેમ્બરથી શરૂ થયો હતો
કતારમાં 20 નવેમ્બર, રવિવારથી ફિફા વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો છે. વિશ્વની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં દર્શકોની દ્રષ્ટિએ 32 ટીમો ભાગ લઈ રહી છે. ઇનામી રકમની દ્રષ્ટીએ આ વિશ્વની ત્રીજી સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. આનાથી વધુ UEFA ચેમ્પિયન્સ લીગ ફૂટબોલ (10.6 હજાર કરોડ રૂપિયા) અને ફોર્મ્યુલા -1 મોટર સ્પોર્ટ્સ (6.5 હજાર કરોડ રૂપિયા)માં ઇનામી રકમ ઉપલબ્ધ છે.
પ્રારંભિક મેચ યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ઇક્વાડોરે કતારને 2-0થી હરાવ્યું હતું. બંને ગોલ ઇક્વાડોરનાં કેપ્ટન અને સ્ટ્રાઇકર એનર વેલેન્સિયાએ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.