તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીકલી ડિસ્ક્રાઈબર:વ્હોટ્સએપ અપડેટ ન કર્યું તો અકાઉન્ટ ડિલીટ કરવું પડશે, FAU-Gના 10 લાખ રજિસ્ટ્રેશન થયા; વાંચો આ વીકની ટેક-એપ અપડેટ

5 મહિનો પહેલા

જો તમને ટેક્નોલોજી ક્ષેત્રના સમાચારો પસંદ છે, પરંતુ તમે સમયના અભાવે અપડેટ નથી જોઈ શકતા તો અમે તમારા માટે આ અઠવાડિયાંનું વીકલી ડિસ્ક્રાઈબર તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં તમે એપની અપડેટ્સ જાણી શકશો જે તમારા માટે જરૂરી છે તો આવો વીકલી ડિસ્ક્રાઈબર શરૂ કરીએ..

1. ડિલીટ કરવું પડશે વ્હોટ્સએપ અકાઉન્ટ

 • નવા વર્ષથી વ્હોટ્સએપની ટર્મ્સ એન્ડ કન્ડિશનને માનવી જરૂરી બનશે. જો યુઝર તેને એક્સેપ્ટ નહિ કરે તો યુઝર તેમનું અકાઉન્ટ ડિલીટ કરી શકે છે. વ્હોટ્સએપ પોતાની સર્વિસ માટે કેટલીક શરતો 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ કરવા જઈ રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો તમને વ્હોટ્સએપની શરતો મંજૂર ન હોય તો તમે અકાઉન્ટ ડિલીટ કરી શકો છો.
 • વ્હોટ્સએપનાં ફીચર્સ અને અપડેટ ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ એક સ્ક્રીનશૉટ શેર કર્યો છે. તે મુજબ, નવી શરતોમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, યુઝર કંપનીની શરતો મંજૂર નહિ કરે તો તેઓ અકાઉન્ટ ડિલીટ કરી શકે છે.
 • વ્હોટ્સએપના પ્રવક્તાએ પણ નવી શરતો અંગે પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, વ્હોટ્સએપ યુઝ કરવા માટે શરતો માનવી આવશ્યક રહેશે. આ શરતો 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થશે.

2. FAU-G માટે 10 લાખ પ્રી-રજિસ્ટ્રેશન

 • FAU-G મોબાઈલ ગેમ માટે 3 દિવસમાં 10 લાખથી વધારે પ્રી રજિસ્ટ્રેશન થયા છે. આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર પર FAU-G: Fearless and United Guards નામથી લિસ્ટેડ છે. આ ગેમ ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવાની હતી, પરંતુ અત્યાર સુધી તેની રાહ જોવાઈ રહી હતી.
 • આ ગેમને સ્ટુડિયો nCore પ્રાઈવેટ લિમિટેડે તૈયાર કરી છે. FAU-G પહેલાં આ કંપનીએ Tappi ગેમ પણ બનાવી છે. FAU-G ગેમનું એલાન અક્ષય કુમારે કર્યું હતું. આ પ્રથમ મેડ ઈન ઈન્ડિયા બેટલ રોયલ ગેમ પણ છે. આ ગેમ માટે અક્ષય કુમારે કહ્યું હતું કે, PUBG બૅન થઈ ગઈ તો ચિંતા કરવાની જરૂરિયાત નથી, હવે તેઓ આત્મનિર્ભર ભારત અભિયાનનું સમર્થન કરતા નવી ગેમ FAU-Gની મજા માણી શકશે.

3. બોસ ઈયરબડ્સમાં નવી અપડેટ

 • જો તમે બોસ કંપનીના ક્વાઈટકમ્ફર્ટ ઈયરબડ્સ અને સ્પોર્ટ ઈયરબડ્સનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. બોસ મ્યુઝિક એપમાં અપડેટ આવ્યા પછી તેમાં સ્વાઈપ કરીને વોલ્યુમ કંટ્રોલ કરવાનો ઓપ્શન યુઝર્સને મળશે. એટલે કે યુઝર્સ હવે બંને પ્રીમિયમ હેડફોનમાં વોલ્યુમને હેડસેટથી ડાયરેક્ટ કંટ્રોલ કરી શકશે. પહેલા આ ફીચર સપોર્ટ કરતું નહોતું.
 • આ અપડેટ બોસ મ્યુઝિક એપમાં આવી છે. હાલ અપડેટ iOS યુઝર્સ માટે જ છે. આ ફીચર એપના વોલ્યુમ કંટ્રોલ સેટિંગમાં જઈને એક્ટિવ કરી શકાય છે. અહિથી વોલ્યુમ ફીચર ઓન કર્યા પછી હેડસેટ પર ટચ પાર્ટ સેન્સિટિવ થઇ જાય છે. એટલે કે યુઝર રાઈટ હેડસેટ પર સ્વાઈપ કરીને વોલ્યુમ કંટ્રોલ કરી શકશે.

4. ઈન્સ્ટાગ્રામનું Live Room ફીચર અપડેટ
ઈન્સ્ટાગ્રામે તાજેતરમાં નવી અપડેટ રિલીઝ કરી છે. હવે લાઈવ રૂમમાં 4 મેમ્બર્સ જોડાઈ શકે છે. અર્થાત Live Room વધારે ઈફેક્ટિવ બનશે. નવાં લાઈવ રૂમ ફીચર અમેરિકામાં લાઈવ થયા છે. ભારતમાં પણ ટૂંક સમયમાં તેને લોન્ચ કરવામાં આવશે.

5. વ્હોટ્સએપમાં નવાં વોલપેપર, સ્ટીકર્સ

 • વ્હોટ્સએપમાં નવી અપડેટ આવી છે, તેમાં નવા વોલપેપર, સ્ટીકર્સ અને એનિમેશન એડ કરવામાં આવ્યા છે. નવી અપડેટ બાદ કસ્ટમ ચેટ વોસપેપર, ડુડલ વોલપેપર અને લાઈવ ડાર્ક વોલપેપર મળશે. આ વોલપેપર યુઝર્સ પોતાની સુવિધા અનુસાર ઉપયોગ કરી શકશે.
 • એપમાં નવાં સ્ટીકર્સ ઉમેરાયા. હવે યુઝર્સ ટેક્સ્ટ સાથે સ્ટીકર પર સર્ચ કરી શકશે. યુઝર્સ આ સ્ટીકરને સર્ચ કરી ફોરવર્ડ કરી શકે છે. વ્હોટ્સએપમાં નવું એનિમેશન WHO સ્ટીકર પેક પણ મળશે. કંપનીનું કહેવું છે કે 'Together at Home' એક લોકપ્રિય સ્ટીકર પેક છે અને ચેટને ઈમ્પ્રેસિવ બનાવવામાં મદદ કરે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો