તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીકલી ડિસ્ક્રાઈબર:WHOએ કોવિડ-19ની માહિતી આપતી નવી એપ લોન્ચ કરી, તો વ્હોટ્સએપમાં ઉમેરાશે નવાં ફીચર્સ; વાંચો આ વીકની તમામ એપ અપડેટ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જો તમને ટેક્નોલોજી ક્ષેત્રના સમાચારો પસંદ છે, પરંતુ તમે સમયના અભાવે અપડેટ નથી જોઈ શકતા તો અમે તમારા માટે આ અઠવાડિયાંનું વીકલી ડિસ્ક્રાઈબર તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં તમે એપની અપડેટ્સ જાણી શકશો જે તમારા માટે જરૂરી છે તો આવો વીકલી ડિસ્ક્રાઈબર શરૂ કરીએ..

1. WHOની નવી એપ
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોવિડ-19 ગાઈડલાઈન અને અપડેટ માટે એપ લોન્ચ કરી છે. આ એપનું નામ WHO COVID-19 Updates છે. આ એપ પર યુઝર્સને કોરોના મહામારી સંબંધિત સચોટ ડેટા મળશે. અગાઉ પણ WHOએ એપ્રિલમાં એપ લોન્ચ કરી હતી, પરંતુ બાદમાં તેને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી હતી.

અપડેટ એપ જૂની એપની જેમ જ કામ કરે છે. અહીં દુનિયાભરમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યાની સાથે મહામારી સંબંધિત લક્ષણો, મિથ જેવી જાણકારીઓ મળશે. એપ પર ઘણા એક્સપર્ટ્સને પણ રાખવામાં આવ્યા છે જે યુઝર્સના સવાલોના જવાબ આપશે. અહીં દરરોજ સંક્રમિતોની સંખ્યા પણ જોવા મળે છે.

WHO COVID-19 Updates એપ
એપના ટેક્નિકલ સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેને 20 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવી છે. તેની સાઈઝ 8.8MB છે. તેને અત્યાર સુધી 1000થી વધારે યુઝર્સે ઈન્સ્ટોલ કરી છે. તેને એન્ડ્રોઈડના વર્ઝન 4.1 અથવા તેનાથી ઉપરના iOS પર ઈન્સ્ટોલ કરી શકાય છે. એપનું અત્યારનું વર્ઝન 1.0.0 છે.

2. ટેલિગ્રામની પેઈડ સર્વિસ
ટેલિગ્રામ એપ 2021માં પોતાની પેઈડ સર્વિસ લોન્ચ કરશે. કંપનીના ફાઉન્ડર અને CEO પાવેલ ડુરોવે કહ્યું કે, બિઝનેસને ચલાવવા માટે તેમને 2021માં રેવન્યુ જનરેટ કરવાની જરૂર પડશે. કંપનીના ખર્ચા માટે તેમણે પોતાના પર્સનલ સેવિંગમાંથી પણ પૈસા ખર્ચ કર્યા છે, પરંતુ હવે યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તેના કારણે કંપનીને ફંડિંગની જરૂર પડશે. પાવેલ ડુરોવેના જણાવ્યા પ્રમાણે, બિઝનેસ અને પાવર યુઝર્સ માટે પે સર્વિસ હશે. જો કે, આ એપ પર દુનિયાભરમાં 500 મિલિયન (50 કરોડ) એક્ટિવ યુઝર્સ થવાના છે.

ફ્રી ફીચર્સ આગળ પણ ફ્રી જ રહેશેઃ CEO
પાવેલ ડુરોવે કહ્યું કે, ટેલિગ્રામ આવતા વર્ષથી રેવેન્યુ જનરેટ કરશે. અમે 7 વર્ષ દરમિયાન તૈયાર કરવામાં આવેલી અમારી વેલ્યુ પ્રમાણે આ કામ કરીશું. મોટાભાગના યુઝર્સ આ નોંધ લેશે પણ નહીં. એપના ફ્રી ફીચર્સ આગળ પણ ફ્રી રહેશે. તેના પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગુ કરવામાં નહિ આવે. કંપની એપમાં કેટલાક નવા ફીચર્સ ઉમેરશે જે બિઝનેસ ટીમ અને પાવર યુઝર્સ માટે હશે. તેમાંથી કેટલાક ફીચર્સ પ્રીમિયમ હશે જેના માટે યુઝર્સે પેમેન્ટ કરવું પડશે.

એડ વિશે CEOએ કહ્યું કે, વન ઓન વન ચેટ્સ એડ ફ્રી રહેશે. ટેલિગ્રામ એક પ્રાઈવેસી ફોકસ્ડ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે જે છેલ્લા ઘણા સમયથી ભારતમાં પોપ્યુલર થઈ છે.

3. વ્હોટ્સએપના અપકમિંગ ફીચર્સ
મેસેજિંગ પ્લેટફોર્મ પર અનેક ફીચર્સ લોન્ચ કર્યા પછી હવે વ્હોટ્સએપ વોઈસ/વીડિયો કોલ અને ઈમેજિસ જેવા અન્ય ઈમ્પ્રુવમેન્ટ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ પ્રમાણે, આ ફીચર હાલ એન્ડ્રોઈડ અને iOS બીટા યુઝર્સ માટે અવેલેબલ છે. કંપની ડેસ્કટોપ/વેબ પ્લેટફોર્મ પર પોતાનું મોસ્ટ અવેટિંગ વોઈસ/વીડિયો કોલિંગ ફીચર પણ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

કંપની હાલ બીટા લેવલે કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. મિસ્ડ વ્હોટ્સએપ ગ્રૂપ કોલ જોઈન કરવા અને વ્હોટ્સએપમાં અનેક ફોટો અને વીડિયો પેસ્ટ કરવા માટેના ફીચર્સ એક્સપ્લોર કરી રહી છે. બીટા વર્ઝનમાં આ ફીચર્સનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ પછી કંપની તેનું સ્ટેબલ વર્ઝન લોન્ચ કરશે.

ડેસ્કટોપ પર પણ ઓડિયો/વીડિયો કોલ કરી શકાશે

 • વ્હોટ્સએપ વેબ કોલ ફીચર માટે હાલ કેટલાક બીટા યુઝર્સને એક્સેસ અપાયો છે. કંપની ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે છે. સંપૂર્ણ રીતે ટેસ્ટિંગ પૂરું કર્યા પછી વ્હોટ્સએપ વેબ યુઝર્સ ડેસ્કટોપનાં માધ્યમથી ઓડિયો/વીડિયો કોલિંગ કરી શકશે.
 • જ્યારે આ સુવિધા લોન્ચ થશે તો એક અલગ વિન્ડો વ્હોટ્સએપ ડેસ્કટોપ અથવા વેબ પર તે સમયે પોપઅપ કરશે જ્યારે યુઝરને ઈન્કમિંગ વોઈસ/વીડિયો કોલ આવશે. કોર કરવા માટે યુઝર્સે ચેટ ઓપન કરી ટોપ રાઈટ કોર્નર પર રહેલા વીડિયો/ઓડિયો આઈકોન પર ટેપ કરવાનું રહેશે.

મિસ્ડ ગ્રૂપ વીડિયો કોલિંગમાં ફરી રી કનેક્ટ

 • આ સિવાય વ્હોટ્સએપ એક એવું ફીચર લાવવાની તૈયારીમાં છે જેનાથી યુઝર મિસ્ડ થયેલા ગ્રૂપ વીડિયો કોલમાં રી કનેક્ટ થઈ શકશે.
 • અર્થાત જો ગ્રૂપ કોલ સમયે યુઝર કનેક્ટ ન થઈ શક્યો હોય તો, તે વ્હોટ્સએપ ઓપન થયા બાદ કોલમાં કનેક્ટ થઈ શકશે.
 • જોકે આ ફીચર ત્યારે જ કામ કરશે જ્યારે તે સમયે ગ્રૂપ કોલ ચાલુ હશે. એન્ડ્રોઈડ અને iOS માટે બીટા ટેસ્ટર હવે સુવિધાનો ઉપયોગ કરવા માટે સક્ષમ હશે.

વ્હોટ્સએપ પર ઘણા બધા ફોટો/વીડિયો પેસ્ટ કરી શકશે

 • આ સિવાય કંપની iOS યુઝર્સ માટે એક નવું ફીચર લાવી રહી છે. આ ફીચર યુઝર્સને વ્હોટ્સએપ પર વીડિયો સાથે ઘણી તસવીરો પેસ્ટ કરવાની પરમિશન આપશે.
 • આ ફીચર હાલ iOS 2.21.10.23 વ્હોટ્સએપ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ છે. નવી અપડેટમાં યુઝર્સ ઘણી બધી ઈમેજ અને વીડિયો પેસ્ટ કરી શકશે.

4. હવે કેટલાક સ્માર્ટફોન પર વ્હોટ્સએપ નહિ ચાલે
ગયા વર્ષે દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપે અમુક સ્માર્ટફોન્સ માટે પોતાની સર્વિસ બંધ કરી હતી. એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ વર્ષે પણ કંપની અમુક આઈફોન્સ અને એન્ડ્રોઈડ ડિવાઈસ માટે પોતાની સર્વિસ બંધ કરી રહી છે. જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ઓપરેટ થતા સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ નહિ ચાલુ થાય.

રિપોર્ટ પ્રમાણે, iOS 9થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એપલ ડિવાઈસ કે એન્ડ્રોઈડ 4.0.3થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા એન્ડ્રોઈડ ફોન્સમાં વોટ્સએપ સપોર્ટ નહિ કરે.

આ વર્ષે ઘણા બધા નવા ફીચર્સ લોન્ચ કર્યા
વોટ્સએપે આ વર્ષે ઘણા નવા ફીચર્સ રજૂ કર્યા છે, તેમાં ગ્રુપ વીડિયો અને વીડિયો કોલમાં મેમ્બર વધારવાથી લઈને ફેક ન્યૂઝને રોકવા ફોરવર્ડ મેસેજની લિમિટ નક્કી કરી એ બધું સામેલ છે. આ ફીચર્સનો લાભ લેવા માટે જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા ફોનને આ વર્ષના અંત સુધીમાં અપગ્રેડ કરવા પડશે. આવું નહિ કરો તો 2021માં આ પ્લેટફોર્મનો ઉપયોગ નહિ કરી શકો.

5. મોટોરોલા ફોનમાં એન્ડ્રોઈડ 11 અપડેટ
મોટોરોલાએ પોતાના 23 મોડેલમાં એન્ડ્રોઈડ 11 અપડેટની જાહેરાત કરી છે. તેમાં પ્રીમિયમ ફ્લેગશિપ મોટોરોલા એજ+ સિરીઝથી લઈને મિડ રેન્જ સ્માર્ટફોન સિરીઝ મોટો G9 સાથે લેનોવો K12 નોટ પણ સામેલ છે. કંપનીએ જણાવ્યું કે આ સ્માર્ટફોન્સમાં કેટલાક દિવસમાં એન્ડ્રોઈડ 11 અપડેટ રિલીઝ કરવામાં આવશે.

 • Motorola Razr 5G
 • Motorola Razr 2019
 • Motorola Edge
 • Motorola Edge+
 • Motorola One 5G
 • Motorola One Action
 • Motorola One Fusion
 • Motorola One Fusion+
 • Motorola One Hyper
 • Motorola One Vision
 • Moto G 5G
 • Moto G 5G Plus
 • Moto G Fast
 • Moto G Power
 • Moto G Pro
 • Moto G Stylus
 • Moto G9
 • Moto G9 Play
 • Moto G9 Plus
 • Moto G9 Power
 • Moto G8
 • Moto G8 Power
 • Lenovo K12 Note
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો