જો તમને ટેક્નોલોજી ક્ષેત્રના સમાચારો પસંદ છે, પરંતુ તમે સમયના અભાવે અપડેટ નથી જોઈ શકતા તો અમે તમારા માટે આ અઠવાડિયાંનું વીકલી ડિસ્ક્રાઈબર તૈયાર કર્યું છે. આ લિસ્ટમાં તમે એપની અપડેટ્સ જાણી શકશો જે તમારા માટે જરૂરી છે તો આવો વીકલી ડિસ્ક્રાઈબર શરૂ કરીએ..
1. ગૂગલ મેપ્સ પર કોવિડ સંક્રમિતોનું લાઈવ સ્ટેટસ
ગૂગલ મેપ્સ પર આ ફીચર એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં કોવિડ-19 સંબંધિત કેસ ફરીથી વધી રહ્યા છે. દિલ્હી સરકાર ભીડવાળી જગ્યાઓ પર ફરીથી લોકડાઉનનું પ્લાનિંગ કરી રહી છે. ગૂગલ મેપ યુઝરને ભીડવાળી જગ્યાઓની રિયલ ટાઈમ માહિતી આપશે. છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા કેસ, કોવિડ-19થી થયેલા મૃત્યુની પણ જાણકારી આપશે.
2. તમામ યુઝર્સને મળ્યું વ્હોટ્સએપ ડિસઅપિયરિંગ ફીચર
વ્હોટ્સએપે ઓફિશિયલી કેટલાક દિવસ પહેલાં ડિસઅપિયરિંગ મેસેજ ફીચર રોલઆઉટ કરવાની જાહેરાત કરી હતી અને હવે તે તમામ ભારતીયો માટે અવેલેબલ છે.
એક વાર વ્હોટ્સએપ ડિસઅપિયરિંગ મેસેજ ફીચર ઈનેબલ થયા બાદ, મેસેજ સેન્ડ કર્યાં બાદ મીડિયા ફાઈલ્સ, ઓડિયો ફાઈલ્સ અને અન્ય કન્ટેન્ટ ઓટોમેટિક ચેટમાંથી 7 દિવસ બાદ ડિલીટ થઈ જશે. આ નવું ફીચર એન્ડ્રોઈડ સાથે iOS યુઝર્સ માટે પણ અવેલેબલ છે. આ રીતે તેનો ઉપયોગ કરી શકાશે..
3. વગર કારણનો ખર્ચો ગૂગલ પે રોકશે
ગૂગલે તેના ડિજિટલ પેમેન્ટ એપ ગેગલ પેને રીડિઝાઈન કરી છે. કંપનીનું કહેવું છે કે, નવા ફેરફાર બાદ એપથી યુઝર્સ મની સેવિંગ કરી શકશે. નવા ફેરફાર એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે છે. જોકે નવાં ફેરફારો અમેરિકાના યુઝર્સ માટે કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેને ભારતીયો યુઝર્સ માટે પણ લોન્ચ કરવામાં આવશે. નવાં ફીચરમાં કોન્ટેક્ટ પર ક્લિક કરતાં જ જૂની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી પણ જોવા મળશે.
4. રેડમી નોટ 9ને મળ્યું એન્ડ્રોઈડ 11 અપડેટ
રેડમી નોટ 9 સિરીઝના ડિવાઈસ પર એન્ડ્રોઈડ 11 અપડેટ મળવાની શરૂઆત થઈ છે. કંપનીએ તાજેતરમાં જ MIUI 12 અપડેટ પણ રિલીઝ કરી છે. નવી અપડેટનો બિલ્ડ નંબર V12.0.1.0.RJWINXM છે. નવી અપડેટ સ્ટેબલ બીટા સ્ટેજમાં છે. અર્થાત તેને સિલેક્ટેડ યુઝર્સ માટે જ લોન્ચ કરવામાં આવ્યું છે. બીટા વર્ઝનમાં બગ્સ ફિક્સ કર્યા બાદ તેને તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.
5. શાઓમી રિસ્ટાર્ટ પ્રોબ્લેમ ટૂંક સમયમાં સોલ્વ કરશે
Mi, રેડમી અને પોકો સ્માર્ટફોન યુઝર્સને બૂટલૂપ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે સ્માર્ટફોન વારંવાર રીસ્ટાર્ટ થઈ રહ્યો છે. ફોન રીસ્ટાર્ટ થયા બાદ યુઝર્સને “Find Device closed unexpectedly” એરર મેસેજ મળી રહ્યો છે. શાઓમી તેની તપાસ કરી રહી છે. કંપનીએ કહ્યું છે કે ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન કરવામાં આશે. યુઝર્સ રિપોર્ટ અનુસાર, MIUI 12.05 ગ્લોબલ સ્ટેબલ રોમ પર ચાલનારા સ્માર્ટફોન પર આ સમસ્યા જોવા મળી રહી છે. યુઝર્સ તેમાં કોઈ ફેરફાર પણ નથી કરી શકતા.
6. ભારતમાં કમબેક માટે તૈયાર PUBG
ગયા અઠવાડિયે PUBG કોર્પોરેશને જાહેરાત કરી હતી કે PUBG મોબાઈલ ગેમ ટૂંક સમયમાં ભારતમાં વાપસી કરશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY) દ્વારા ભારતમાં આ ગેમ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ડેવલપર્સે ગેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ટીઝર પોસ્ટ કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઓલ ન્યૂ PUBG મોબાઈલ ભારતમાં આવી રહી છે, તમારા તમામ મિત્રો સાથે તેને શેર કરો!’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.