સ્માર્ટ માસ્ક:કોરોના વાઈરસ સાથે પ્રદૂષણથી બચવા માટે ઈલેક્ટ્રિક માસ્ક પહેરો, 98.9% સુધી શુદ્ધ હવા મેળવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • HEPA ફિલ્ટર્સથી સજ્જ માસ્ક 98% સુધી ઈફેક્ટિવ
  • વાઈરસ અને બેક્ટેરિયા સાથે પ્રદૂષણથી બચવું પણ જરૂરી

ભારતમાં દિલ્હી શહેર હાલ પ્રદૂષણના બોમ્બ પર બેઠું છે. આખા વિશ્વમાં પ્રદૂષણમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરનાર દિલ્હી શહેરમાં લોકડાઉન લાગુ કરાયું છે. દિલ્હી સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં પણ AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ઊંચે ગયો છે. અર્થાત શહેરની હવા પ્રદૂષિત બની રહી છે. આવી પ્રદૂષિત હવામાં જો તમે નોકરી ધંધો કરવા કે અંગત કારણોસર બહાર જઈ રહ્યા છો તો તમારે સામાન્ય માસ્ક નહિ પરંતુ પ્રદૂષણ સામે રક્ષણ આપતાં માસ્કની જરૂર છે.

હાલ કોરોના વાઈરસનો કહેર પણ યથાવત છે. તેથી એવો માસ્ક પસંદ કરવો જે વાઈરસના પાર્ટિકલ્સ સાથે પ્રદૂષકો સામે પણ તમને સુરક્ષા આપે. માર્કેટમાં એવા માસ્ક અવેલેબલ છે જે એર પ્યોરિફાયર, સફોકેશન રોકવા માટે ફેન, જર્મ્સના નાશ માટે UV LED, મલ્ટિ લેયર સેફ્ટી સહિતનાં ફીચર્સથી સજ્જ છે. આવા જ 5 માસ્ક વિશે જાણી તમે નિર્ણય કરો તમારા માટે કયો બેસ્ટ રહેશે.

1. સ્માર્ટ ઈલેક્ટ્રિક એર પ્યોરિફાયર ફેસ માસ્ક
કિંમત: આશરે 2850 રૂપિયા

આ લેબ ટેસ્ટેડ ઈલેક્ટ્રિક એર પ્યોરિફાયર ફેસ માસ્ક છે. માસ્ક 98.9% સુધી શુદ્ધ હવા આપે છે. તેમાં ફોર લેયર ફિલ્ટર ટેક્નોલોજી છે. પ્રથમ લેયર સ્ટરલિઝાઈશન, બીજું લેયર એક્ટિવેટેડ કાર્બન, ત્રીજું HEPA ફિલ્ટર અને ચોથું નોન વોવન લેયર છે. આ ચારેય લેયર વાઈરસ, બેક્ટેરિયા, વાઈરસ, પોલ્યુશન, રાસાયણિક પદાર્થો અને હવામાં રહેલા માઈક્રો પાર્ટિકલ્સ રોકે છે. માસ્કમાં 760mAhની રિચાર્જેબલ બેટરી છે. તે ફુલ ચાર્જમાં 7 કલાક સુધી શુદ્ધ હવા આપે છે. 4 લેયરનો માસ્ક લગાવ્યા બાદ સફોકેશન નથી થતું.

2. એક્ટિવેટેડ કાર્બન HEPA ફિલ્ટર ઈલેક્ટ્રિક પ્યોરિફાયર ફેસ માસ્ક
કિંમત: આશરે 1300 રૂપિયા

આ ઈલેક્ટ્રિક માસ્કમાં HEPA ફિલ્ટર્સ છે. તે 98% સુધી ઈફેક્ટિવ છે. તેમાં સોફ્ટ સિલિકોનનો ઉપયોગ થયો છે. તેમાં રિચાર્જેબલ બેટરી સાથે ફેન પણ મળે છે.

3. એરટોમ એર પ્યોરિફાયર માસ્ક
કિંમત: આશરે 5200 રૂપિયા

આ માસ્ક હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને શ્વાસમાં જતાં રોકે છે. તે વજનમાં ઘણો હળવો છે. તેમાં N95 ફિલ્ટર સાથે ઈન્ડિકેટર મળે છે. તે બેક્ટેરિયા, વાઈરસ, પોલ્યુશન, કેમિકલ સબ્સ્ટેન્સ, માઈક્રો પાર્ટિકલ્સ રોકે છે. તેમાં ટુ સ્પીડ મોડ સાથે માઈક્રો ફેન મળે છે. ફુલ ચાર્જમાં તે 3થી 4 કલાકનું બેકઅપ આપે છે.

4. ફિલિપ્સ ફ્રેશ એર માસ્ક
કિંમત: આશરે 6850 રૂપિયા

એરટોમની જેમ આ માસ્ક પણ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને તમારા શ્વાસમાં જતા રોકે છે. તેમાં N95 ફિલ્ટર સાથે ઈન્ડિકેશન લાઈટ છે. તે બેક્ટેરિયા, વાઈરસ, પ્રદૂષક, કેમિકલ્સ પાર્ટિકલ્સ, માઈક્રો પાર્ટિકલ્સ સામે રક્ષણ આપે છે. માસ્કના ફિલ્ટરને અલગ કરી તેને ધોઈ પણ શકાય છે.

5. ઈન્ટેલિજન્ટ ઈલેક્ટ્રિક ડસ્ટ ફેસ માસ્ક
કિંમત: 2700 રૂપિયા

આ માસ્ક એક ગેજેટ જેવો દેખાય છે. માસ્કની ઉપર એક હાઈ પ્લાસ્ટિક કેસ છે. માસ્ક બેક્ટેરિયા અને હવાના અન્ય કણોને મલ્ટિ લેયર ફિલ્ટર કરે છે. માસ્કના તમામ ફિલ્ટર્સને અલગથી સાફ કરી શકાય છે.

ઘરની બહાર જતાં પહેલાં પોલ્યુશન લેવલ ચેક કરો
તમારાં શહેરની હવા તમને બીમાર કરી શકે કે કેમ તે જાણવા માટે તમે ઘરની બહાર જતાં પહેલાં AQI લેવલ ચકાસો તે જરૂરી છે. ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર ઢગલો એપ્સ છે જે તમારું આ કામ સરળ બનાવી દેશે. આ એપ્સની સાઈઝ એન્ડ્રોઈડ સિસ્ટમમાં ઓછી છે. IQAir AirVisual એપની એક્ચ્યુઅલ સાઈઝ 27 MBની છે. જોકે તેમાં ડેટા ઉમેરવાથી અને અપડેટ્સને કારણે તેની સાઈઝ વધી 70 MBની થઈ જાય છે.

એપ્સની વર્કિંગ પ્રોસેસ
એપ ઈન્સ્ટોલ કર્યા બાદ તે કેટલીક પરમિશન માગે છે. તે તમારાં લોકેશનનો એક્સેસ માગશે. આ એપ્સ પોલ્યુશન કેટલું જોખમી છે તે પ્રમાણે રંગ દર્શાવે છે. લાઈટ ગ્રીન કલરનો અર્થ હવા શુદ્ધ છે અને ડાર્ક રેડ કલર જણાવે છે કે હવા સૌથી અશુદ્ધ છે.