• Gujarati News
  • Utility
  • Gadgets
  • We Will Not Accept Messages And Will Not Be Able To Make Calls, The Company Said Data Will Be Used Only After Permission From The User

વ્હોટ્સએપની નવી પોલિસી:યુઝર્સ એક્સેપ્ટ નહીં કરે તો મેસેજ કે કોલ નહીં કરી શકે, કંપનીએ કહ્યું, યુઝરની પરમિશન પછી જ ડેટાનો યુઝ થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દુનિયાભરમાં વ્હોટ્સએપના 200 કરોડથી વધારે યુઝર્સ છે
  • કંપનીએ જણાવ્યું કે, આ પોલિસીનો સ્વીકાર નહીં કરે, તેમનું અકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવશે

મેસેજિંગ એપ વ્હોટ્સએપની નવી પોલિસી આ વર્ષે ફેબ્રુઆરીથી ચર્ચામાં રહી છે. વ્હોટ્સએપ પ્રથમવાર પ્રાઈવેસી પોલિસી લઈને આવ્યું હતું ત્યારે તેનો ભરપૂર વિરોધ થયો હતો. એ પછી કંપનીએ પોલિસી ટાળી દીધી હતી, પરંતુ કંપનીએ ફરીથી તેના બ્લોગમાં લખ્યું છે કે, અમે અમારી સેવા અને પ્રાઈવસીમાં ફેરફાર કરી રહ્યા છીએ. આ ફેરફાર બિઝનેસ અને અમારા કસ્ટમર વચ્ચે વ્હોટ્સએપથી થતા મેસેજિંગ સંબંધિત છે, કંપનીએ આ સ્વીકારવાની ડેટ 15 મે જણાવી છે. દુનિયાભરમાં વ્હોટ્સએપના 200 કરોડથી વધારે યુઝર્સ છે.

કંપનીએ જણાવ્યું કે, આ પોલિસીનો સ્વીકાર નહીં કરે, તેમનું અકાઉન્ટ ડિલીટ કરી દેવામાં આવશે. જો કે, કંપનીએ હજુ સુધી કોઈ પણ અકાઉન્ટ ડિલીટ કર્યા નથી, પરંતુ યુઝર્સને વ્હોટ્સએપના ઘણા બધા ફીચર્સની સેવા નહીં મળે.

ડેટા પ્રાઈવસી પોલિસીમાં ચેન્જ
વ્હોટ્સએપના બ્લોગ પ્રમાણે, હવે વ્હોટ્સએપ પર બિઝનેસની સાથે ચેત કરી શકાશે. બિઝનેસ ચેટનો ઓપ્શન લેવો કે નહીં તે યુઝર્સ પર નિર્ભર છે. તમે ઈચ્છો તો બિઝનેસને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંથી બ્લોક કરી શકો છો. બિઝનેસ અકાઉન્ટની સહાયતાથી મોટા પ્લેટફોર્મ પર કસ્ટમર સાથે સંપર્ક કરી શકો છો. તેમના પ્રશ્નોનો જવાબ પણ જલ્દી આપી શકાશે.

કંપનીએ ચોખવટ કરી કે, યુઝર્સનો પ્રાઇવેટ ડેટા એકદમ સિક્યોર છે. વ્હોટ્સએપ સતત યુઝર્સને પોલિસી સ્વીકારવા કહી રહ્યું છે. આ માટે તે એપ પર અલર્ટ પણ મોકલી રહ્યું છે.

મેસેજ અને કોલવાળા ફીચર્સની સેવા બંધ
પોલિસી સ્વીકાર નહીં કરે તે યુઝર્સ ચેત લિસ્ટ નહીં જોઈ શકે, પણ મિસ્ડ કોલ અને વીડિયો કોલ પર જવાબ આપી શકે છે. કંપની આશરે એક અઠવાડિયાં પછી વ્હોટ્સએપ મેસેજ અને કોલ કરવાના ફીચર પર પ્રતિબંધ મૂકી શકે છે.

ચેટ હિસ્ટ્રી મોબાઈલમાં રાખી શકશો
જો યુઝર્સ નવી પોલિસી સ્વીકાર કરવા ના ઈચ્છતો હોય તો તે ફોનમાં ચેટ હિસ્ટ્રી રાખી શકે છે. એકવાર અકાઉન્ટ ડિલીટ થઈ ગયા પછી યુઝર્સને દરેક ગ્રુપમાંથી કાઢી મૂકવામાં આવશે. તેઓ મેસેજ હિસ્ટ્રી ડિલીટ નહીં કરી શકે. તેમનું વોટ્સપપ બેકઅપ ડેટા પણ ડિલીટ કરવામાં આવશે.

બિઝનેસ ચેટ માટે પોલિસીમાં ફેરફાર કર્યો
કંપનીએ કહ્યું કે ગત વર્ષે ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે વ્હોટ્સએપ લોકો માટે ખરીદદારી સરળ બનાવવા ઈચ્છે છે. લોકો એપની મદદથી ડાયરેક્ટ ખરીદદારી કરી શકશે. મોટા ભાગના લોકો તેનો ઉપયોગ ફેમિલી અને ફ્રેન્ડસ સાથે ચેટિંગ કરવા માટે કરે છે. તેનાથી તેના બિઝનેસને પણ વેગ મળશે.

વ્હોટ્સએપના હેડ વિલ કેથાર્ટે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કંપનીએ પોતાની પોલિસીમાં ટ્રાન્સપરન્સી લાવવા અને પીપલ ટુ બિઝનેસના ઓપ્શનલ ફીચરની માહિતી આપવા માટે અપડેટ કરી છે. એ સ્પષ્ટ થવું જરૂરી છે કે અપડેટ બિઝનેસ સંબંધિત માહિતી આપવા માટે કરવામાં આવી છે. તેનાથી ફેસબુક સાથે ડેટા શેર કરવાની અમારી પોલિસી પર કોઈ અસર નહિ થાય.

વ્હોટ્સએપની નવી પોલિસી પર શા માટે ચિંતા કરવી જોઈએ?
વ્હોટ્સએપે પોતાની નવી પોલિસીમાં સ્પષ્ટ કર્યું છે કે યુઝરે તેમની પ્રાઈવસી કંપની સાથે શેર કરવી પડશે. અર્થાત વ્હોટ્સએપ હવે તમારા તમામ ડેટા પર નજર રાખી શકશે અને એક્સેસ કરી શકશે. તેનાથી તમારી પ્રાઈવસી નહિ રહે. ભારતમાં વ્હોટ્સએપ યુઝર્સની સંખ્યા 40 કરોડથી વધારે છે. અર્થાત પોલિસી અગ્રી કર્યા બાદ તમારા ખર્ચા, IP એડ્રેસ, લોકેશન, સ્ટેટસ કન્ટેન્ટ, કોલ જેવા તમામ ડેટા કંપની એક્સેસ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...