India vs New Zealandની 2જી T-20 મેચ આવતીકાલે, 20 નવેમ્બરનાં રોજ સુનિશ્ચિત થયેલ છે. ન્યૂઝીલેન્ડનાં ભારત પ્રવાસની પહેલી T-20 મેચમાં વરસાદ વિઘ્ન બન્યા બાદ બધાની નજર આ મેચ પર ટકેલી છે અને આવતીકાલે ભારતીય સમય પ્રમાણે બપોરનાં 12 વાગ્યે અમેઝોન પ્રાઇમ પર ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. આ T-20 ક્રિકેટ મેચ કેવી રીતે મફતમાં જોઈ શકો છો? તે અહીં છે.
મફત ક્રિકેટ લાઇવ સ્ટ્રીમિંગ ઓનલાઇન કેવી રીતે જોવું?
Jio યૂઝર્સ એ Jio પોસ્ટપેડ પ્લસ પ્લાન્સ અને Jio Fiber પ્લાન દ્વારા મફત Amazon Prime મેમ્બરશિપનો લાભ લઈ શકે છે. Jioનાં પોસ્ટપેડ યુઝર્સ માટે ₹399થી શરૂ થતાં પાંચ પ્લાન ઓફર કરે છે, જે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ઓફર કરે છે અને એક વર્ષ માટે પ્રાઇમ વિડિયોની મફત ઍક્સેસ આપે છે. આ ઓફર ₹399, ₹599, ₹799, ₹999 અને ₹1499 પોસ્ટપેડ પ્લાન સાથે ઉપલબ્ધ છે.
તે જ રીતે, પ્રાઇમ વિડિયો 150Mbps અને તેનાથી વધુનાં Jio Fiber પ્લાન પર પણ મફતમાં ઉપલબ્ધ છે. Jio Fiber રિચાર્જ પ્લાન કે જે Amazon Prime મેમ્બરશિપ ઓફર કરે છે તેની કિંમત ₹999, ₹1499, ₹2499, ₹3999 અને ₹8499 છે.
એરટેલ અને Vi પણ મફતમાં પ્રાઈમ મેમ્બરશિપ આપી રહી છે
એરટેલ પણ પોતાના અમુક રિચાર્જ પ્લાન્સ સાથે એમેઝોન પ્રાઇમ વિડિયોની મફત ઍક્સેસ ઓફર કરી રહી છે. તમે ફ્રી પ્રાઇમ વિડિયો સબસ્ક્રિપ્શન માટે ₹699, ₹999, ₹2999 અને ₹3359નાં એરટેલ પ્રીપેડ પ્લાન્સ જોઈ શકો છો. મફત સબસ્ક્રિપ્શનની માન્યતા ટેરિફ પ્લાનની વેલિડિટીનાં આધારે એક મહિનાથી એક વર્ષ સુધી બદલાય છે.
Vi પોસ્ટપેડ યુઝર્સ ત્રણ પ્લાન્સ પર ફ્રી પ્રાઇમ વિડિયો એક્સેસ મેળવી શકે છે: ₹501, ₹701 અને ₹1101. તેથી, જો તમે IND vs NZ T20 મેચ જોવા માગતા હો તો તમે આ પ્લાન્સ સાથે મફત Amazon Prime મેમ્બરશિપ મેળવી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.