વ્હોટ્સએપ પર આવ્યું નવું પોલ ફીચર:પોલ બનાવીને તમારા અંગત લોકોનો મંતવ્ય લઈ શકશો, જાણો કેવી રીતે કામ કરશે?

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપે (WhatsApp) પોતાનું પોલ ફીચર લોન્ચ કરી દીધુ છે. આ ફીચરનો ઉપયોગ ગ્રુપ ચેટ અને વ્યક્તિગત ચેટ બંનેમાં થઈ શકશે. વ્હોટ્સએપ પર પોલ બનાવીને તમે કોઈપણ વ્યક્તિ પાસેથી તમારા અમુક પ્રશ્નોના જવાબ પોલ બનાવીને લોકો પાસેથી મેળવી શકો. તો ચાલો જાણીએ કે, વ્હોટ્સએપ પર તમે કેવી રીતે પોલ બનાવી શકશો?

કેવી રીતે કામ કરશે આ ફીચર?
સ્ટેપ-1
તમારા સ્માર્ટફોન પર વ્હોટ્સએપ ઓપન કરો અને ગ્રુપ કે વ્યક્તિગત ચેટ ખોલો
સ્ટેપ-2 એન્ડ્રોઈડમાં અટેચમેન્ટ બટન અને iOS પર પ્લસ (+) બટન પર ટેપ કરો
સ્ટેપ-3 હવે તમે લોકેશન, કોન્ટેક્ટ્સ જેવા બીજા વિકલ્પોની સાથે નીચે પોલનો ઓપ્શન જોઈ શકશો, પોલનાં વિકલ્પ પર ટેપ કરો
સ્ટેપ-4 તમે તમારો પ્રશ્ન 'Ask question' વાળા બ્લોકમાં લખો
સ્ટેપ-5 તે પછી તમારે આ પ્રશ્નના જવાબ માટે 4 ઓપ્શન આપવા પડશે
સ્ટેપ-6 તે પછી સેન્ડ બટન પર ક્લિક કરો

તમને આના પર પ્રતિસાદ મળશે
હવે તમારો પોલ મોકલવામાં આવશે અને ગ્રુપનો યુઝર અથવા જે વ્યક્તિ સાથે તમે પોલ શેર કર્યો છે, તે વ્યક્તિ દ્વારા પોલ પર પ્રતિક્રિયા આપી શકશે. જો કોઇ એક વ્યક્તિ ઇચ્છે તો તે જવાબ તરીકે તમામ વિકલ્પો પણ પસંદ કરી શકે છે. આ પોલને શેર અથવા ફોરવર્ડ કરી શકાતું નથી, જો કે, તમે તેનો જવાબ આપી શકો છો અને પ્રતિક્રિયા આપી શકો છો.

ભારતમાં 480 મિલિયનથી વધુ વ્હોટ્સએપ યૂઝર્સ
વ્હોટ્સએપનાં ભારતમાં અંદાજ 489 મિલિયન યુઝર્સ છે. આ સાથે જ વિશ્વભરમાં તેના 2 અબજથી વધુ યુઝર્સ છે. વ્હોટ્સએપને વર્ષ 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. વર્ષ 2014માં ફેસબુકે વ્હોટ્સએપને 19 અબજ ડોલરમાં ખરીદ્યું હતું.