તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્માર્ટફોન કંપનીઓ વચ્ચે કોમ્પિટિશન જામી રહ્યું છે. કંપનીઓ હવે લૉ બજેટ ફોન્સને એડવાન્સ ટેક્નોલોજી સાથે લોન્ચ કરી રહી છે, જેથી મેક્સિમમ ગ્રાહકોને આકર્ષિત કરી શકાય. અમે 5 હજાર રૂપિયા કરતાં પણ ઓછી કિંમતના સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે. જે 4G સપોર્ટ સાથે એડવાન્સ ફીચર્સથી સજ્જ છે.
1. આઈટેલ A25 પ્રો (Itel A25 Pro)
ફ્લિપકાર્ટ પર ફોનનાં 2GB+32GB વેરિઅન્ટની કિંમત 4999 રૂપિયા છે. ઈન્ટર્નલ સ્ટોરેજને 32GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 3020mAhની બેટરી, 5MPનો રિઅર કેમેરા અને 2MPનો ફ્રન્ટ કેમેરા છે. ડ્યુઅલ સિમ સપોર્ટ કરનાર આ ફોનમાં 5 ઈંચની HD ડિસ્પ્લે છે. તે ક્વૉડ કોર પ્રોસેસરથી સજ્જ છે. સિક્યોરિટી માટે તેમાં સ્માર્ટ ફેસ અનલોક જેવાં ફીચર્સ છે.
2. સેમસંગ ગેલેક્સી M01 કોર (Samsung Galaxy M01 Core)
સેમસંગે ગેલેક્સી M01 કોરથી ગ્રાહકોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. ફોનમાં 5.3 ઈંચની HD+ ડિસ્પ્લે છે. ફોન બ્લેક, બ્લૂ અને રેડ કલર વેરિઅન્ટ અવેલેબેલ છે. ફોનમાં 3000mAhની બેટરી છે. કંપનીનો દાવો છે કે તેમાં 11 કલાકની બેટરી લાઈફ મળે છે. ફોન મીડિયાટેક ક્વૉડકોર 6739 પ્રોસેસરથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે તેમાં 8MPનો રિઅર કેમેરા આપવામાં આવ્યો છે, જે ફ્લેશ લાઈટ સાથે આવે છે. સેલ્ફી માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે. એમેઝોન અને સેમસંગની ઓફિશિયલ સાઈટ પર ફોનનું 1GB+16GB સ્ટોરેજ વેરિઅન્ટ 4999 રૂપિયામાં મળી રહ્યું છે.
3. નોકિયા 1 (Nokia 1)
ડ્યુઅલ સિમ સપોર્ટ કરતા નોકિય 1 ફોનમાં 4.5 ઈંચની IPS LCD સ્ક્રીન મળે છે. ફોનની પિક્સલ ડેન્સિટી 218 પિક્સલ ઈંચની છે. આ સ્માર્ટફોન 1.1 GHz ક્વૉડ કોર પ્રોસેસર સાથે આવે છે. સ્ટોરેજની વાત કરીએ તો 1GBની રેમ અને 8GBનું સ્ટોરેજ મળે છે. ફોનમાં 5MPનો રિઅર કેમેરા અને 2MPનો સેલ્ફી કેમેરા છે. 2150 mAhની બેટરીથી સજ્જ ફોનની ફ્લિપકાર્ટ પર કિંમત 4672 રૂપિયા છે.
4. પેનાસોનિક એલુગા i7 (Panasonic Eluga i7)
આ એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે જે એન્ડ્રોઈડ 7.0 પર કામ કરે છે. ફોનમાં 5.45 ઈંચની ડિસ્પ્લે છે. આ ફોનમાં LED ફ્લેશ અને ઓટોફોકસથી સજ્જ 8MPનો રિઅર કેમેરા મળે છે. સેલ્ફી માટે ફોનમાં 8MPનો કેમેરા મળે છે. ફોનનું 2GB+16GB સ્ટોરેજ વેરિઅન્ટ અવેલેબલ છે. માઈક્રો SD કાર્ડની મદદથી 128GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાય છે. 4000mAhની બેટરીથી સજ્જ પેનાસોનિક એલુગા i7ની એમેઝોન પર કિંમત 5 હજાર રૂપિયા છે.
5. માઈક્રોમેક્સ ભારત 2 પ્લસ
ફ્લિપકાર્ટ પર માઈક્રોમેક્સ ભારત 2 પ્લસ સ્માર્ટફોનની કિંમત માત્ર 4200 રૂપિયા છે. આ ફોનનું 1GB+8GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. ફોનમાં 4 ઈંચની ડિસ્પ્લે, 5MPનો રિઅર કેમેરા અને 2MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં માત્ર 1600mAhની બેટરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.