અપકમિંગ:નવા સ્માર્ટફોનની ખરીદી કરવાના છો? આગામી અઠવાડિયે લોન્ચ થનારા આ સ્માર્ટફોનનું લિસ્ટ જોઈ લો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આગામી અઠવાડિયે માર્કેટમાં શાઓમી, ઓપો, મોટોરાલા કંપની તેના સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરશે
  • જિઓની કંપની અફોર્ડેબલ સ્માર્ટફોનનું લોન્ચિંગ કરી કમબેક કરશે

ચાઈનીઝ ટેક બ્રાન્ડ્સ કદાચ એ વાત સમજી ચૂકી છે કે ચાઈનીઝ પ્રોડક્ટ્સના વિરોધની ભાવના માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત છે. તેથી હવે કંપનીઓ ફરી તેમની પ્રોડક્ટ્સ લોન્ચિંગ પર ધ્યાન આપી રહી છે. જિઓની કંપનીએ પણ કમબેકની તૈયારી કરી છે. જો તમે નવા સ્માર્ટફોનની ખરીદી કરવાના છો તો એક વાર અમે તૈયાર કરેલા આગામી અઠવાડિયે લોન્ચ થનારા ચાઈનીઝ સ્માર્ટફોનનાં લિસ્ટ પર એક વાર જરૂર નજર ફેરવી લો, કદાચ તમને કોઈ પસંદ પડી જાય!

રેડમી 9
શાઓમીની સબબ્રાન્ડ રેડમીએ ભારતમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. હવે કંપની 27 ઓગસ્ટે રેડમી 9 સ્માર્ટફોનનાં લોન્ચિંગની તૈયારીમાં છે. ફોનમાં વૉટરડ્રોપ નૉચ ડિસ્પ્લે મળશે. લીક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફોનનાં 3 કલર વેરિઅન્ટ લોન્ચ થશે. ફોનમાં 10 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5,000mAhની બેટરી મળશે. તેમાં 13MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
કંપનીએ આ ફોનને ગ્લોબલી ‘રેડમી 9C’ નામથી લોન્ચ કર્યો છે. શાઓમીની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ MIUI 12 પર ભારતમાં રોલઆઉટ થવાની શરૂઆત થઈ છે.

ઓપો A53 2020
ઓપો તેનો લેટેસ્ટ સ્માર્ટફોન A53 2020 ભારતમાં 25 ઓગસ્ટે લોન્ચ કરશે. તેની કિંમત 15,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે સાથે ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનની ખરીદી ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. ઈન્ડોનેશિયામાં ફોનનું 6GB + 64GB વેરિઅન્ટ લોન્ચ થયું છે. તેનાં ઈલેક્ટ્રિક બ્લેક અને ફેન્સી બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

ઈન્ડોનેશિયામાં લોન્ચ થયેલાં વેરિઅન્ટ પ્રમાણે ફોનમાં 6.5 ઈંચની HD+ 720x1600 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળશે. તેમાં ઓક્ટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસર મળશે. ફોનમાં 16MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે. 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 5,000mAhની બેટરી મળશે.

જિઓની મેક્સ
ચાઈનીઝ ટેક કંપની જિઓનીએ છેલ્લે 2019માં ભારતમાં ફોન લોન્ચ કર્યો હતો. કંપની તેનો અપકમિંગ અફોર્ડેબલ સ્માર્ટફોન 25 ઓગસ્ટે લોન્ચ કરશે. ફ્લિપકાર્ટ પર તેનું ટીઝર પર રિલીઝ થયું છે.

લીક્સ અનુસાર, ફોનમાં 6.1 ઈંચની HD+ વૉટરડ્રોપ નૉચ ડિસ્પ્લે સાથે 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન મળશે. ફોનમાં 5000mAhની બેટરી મળી શકે છે. તેનો સ્ટેન્ડ બાય ટાઈમ 28 દિવસનો હશે. ફોનની કિંમત 6000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

મોટોરોલાનો નવો સ્માર્ટફોન
મોટોરોલા કંપની પણ તેનો અપકમિંગ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. ફ્લિપકાર્ટ પર ફોનનું ટીઝર રિલીઝ થયું છે. ટીઝર અનુસાર, સિક્યોરિટી માટે ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ મળશે. જોકે ફોનનું નામ હજુ પણ સસ્પેન્સ છે.

અન્ય સમાચારો પણ છે...