તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

TRAIનો રિપોર્ટ:ગયા મહિને વોડાફોન આઇડિયા વોઇસ ક્વોલિટીમાં ટોચ પર રહી, જિયો-એરટેલ કરતાં વધુ સારી કોલિંગ ક્વોલિટી

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • TRAIએ પોતાના MyCall પોર્ટલ પર ડિસેમ્બરનો ડેટા અપડેટ કર્યો છે
  • આઇડિયાને 97.59 ટકા, વોડાફોનને 87.68 ટકા સેટિસ્ફેક્ટરી રેટિંગ મળ્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ ડિસેમ્બરમાં વોઈસ ક્વોલિટી સંબંધિત રિપોર્ટ જારી કરી દીધો છે. રિપોર્ટમાં વોડાફોન-આઈડિયા (Vi)એ જિયો અને એરટેલને માત આપીને પોતાના ગ્રાહકોને બેસ્ટ વોઈસ ક્વોલિટી આપી છે. ઓપરેટરોએ તેમની કંપનીને ડિસેમ્બરમાં સરેરાશ 4.9 વોઈસ ક્વોલિટી રેટિંગ આપ્યું છે. TRAIએ પોતાના MyCall પોટર્લ પર આ ડેટાને અપડેટ કર્યા છે.

આઈડિયાને 97.59% અને વોડાફોનને 87.68% સેટિસ્ફેક્ટરી રેટિંગ
TRAIના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં એકથી પાંચના સ્કેલ પર આઈડિયાને 4.9 સરેરાશ ઈન્ડોર અને આઉટડોર ક્વોલિટી રેટિંગ મળી છે. ઓપરેટરને ડિસેમ્બરમાં 97.59 ટકા સેટિસ્ફેક્ટરી રેટિંગ મળી છે તેમજ નવેમ્બરમાં આઈડિયાને 4.9 અને 4.8ની એવરેજ ઈન્ડોર અને આઉટડોર કોલ ક્વોલિટી રેટિંગની સાથે 4.9ની એવરેજ વોઈસ ક્વોલિટી રેટિંગ મળી છે.

વોડાફોને ડિસેમ્બરમાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું હતું. વોડાફોનને સરેરાશ 4.3 વોઈસ ક્વોલિટી રેટિંગ મળ્યું છે. ડિસેમ્બરમાં વોડાફોનને 87.68 ટકા સેટિસ્ફેક્ટરી રેટિંગ મળ્યું તેમજ ઈન્ડોર કોલ ક્વોલિટી રેટિંગમાં 4.4 અને 3.6 એવરેજ આઉટડોર કોલ ક્વોલિટી રેટિંગ મળશે. ગત મહિને વોડાફોનને 4.6 સરેરાશ વોઈસ ક્વોલિટી રેટિંગ મળ્યું હતું.

જિયોના રેટિંગમાં સુધારો, BSNL પાછળ
દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગયેલી રિલાયન્સ જિયોને ડિસેમ્બરમાં 3.9ની સરેરાશ વોઈસ ક્વોલિટી રેટિંગ મળ્યું. ગત મહિને આ ઓપરેટરને 3.8 રેટિંગ મળ્યું હતું. TRAIના આંકડા અનુસાર, રિલાયન્સ જિયોએ ડિસેમ્બરમાં 77.81 ટકા સેટિસ્ફેક્ટરી રેટિંગ નોંધાવ્યું છે.

બીજી તરફ, BSNLને ડિસેમ્બરમાં સરેરાશ 3.9 વોઈસ ક્વોલિટી રેટિંગ પ્રાપ્ત થયું. ગત મહિનામાં એ 4.1 હતી. ઓપરેટરને ડિસેમ્બરમાં 3.8ની એવરેજ ઈન્ડોર કોલ ક્વોલિટી રેટિંગ અને આઉટડોર કોલ ક્વોલિટી રેટિંગ 4.3 નોંધ્યું છે. BSNLને મહિનામાં 76.58% સેટિસ્ફેક્ટરી રેટિંગ મળ્યું છે.

ડિસેમ્બરમાં એરટેલની વોઈસ ક્વોલિટી રેટિંગમાં પણ ઘટાડો નોંધાયો હતો. TRAI ડેટા અનુસાર, ઓપરેટરનું ડિસેમ્બરમાં 3.1 રેટિંગ હતું. એ નવેમ્બરમાં 3.8 હતું. ભારતની બીજી સૌથી મોટી વાયરલેસ ઓપરેટરે મહિનામાં 59.46%ની સેટિસ્ફેક્ટરી રેટિંગ નોંધાવ્યું, જ્યારે નવેમ્બરમાં આ રેટિંગ 75.21% હતું.